Pearl Stone Benefits : જીવનની ઘણી સમસ્યાઓ થાય છે દૂર, જાણો ફાયદા અને ધારણ કરવાની રીત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક, ધન અને મીન રાશિના લોકો મોતી ધારણ કરી શકે છે. બીજી તરફ જે લોકોની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ઉચ્ચ અથવા સકારાત્મક છે, તેઓ પણ મોતી ધારણ કરી શકે છે.
Pearl Stone Benefits : ગ્રહોના શુભ પ્રભાવમાં વધારો કરવા તેમજ અશુભ પ્રભાવમાં ઘટાડો કરવા માટે રત્ન શાસ્ત્રમાં ઘણા રત્નો વિશે જણાવવામાં આવ્યું છે. રત્નોમાં એક મોતીનો પણ સમાવેશ થાય છે.

મોતીને મહત્વપૂર્ણ રત્ન માનવામાં આવે છે. મોતીનો રંગ સફેદ કે ક્રિમ રંગનું હોય છે અને તેને ચંદ્રનો કારક રત્ન માનવામાં આવે છે. જે ચંદ્રની જેમ શાંત, સુંદર અને શીતળ હોય છે.

મોતી ધારણ કરવાના ફાયદા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મગજ અને મન પર ચંદ્રની સૌથી વધુ અસર થાય છે. આવી સ્થિતિમાં મનને શાંત અને મનને સ્થિર રાખવા માટેલોકો મોતી ધારણ કરે છે. બીજી તરફ જે લોકો ખૂબ ગુસ્સે થાય છે અથવા ડિપ્રેશનમાં હોય છે, તેઓ પણ મોતી પહેરી શકે છે.

કોણ ધારણ કરી શકે છે મોતી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક, ધન અને મીન રાશિના લોકો મોતી ધારણ કરી શકે છે. બીજી તરફ જે લોકોની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ઉચ્ચઅથવા સકારાત્મક છે, તેઓ પણ મોતી ધારણ કરી શકે છે.

મોતી કેવી રીતે અને ક્યારે ધારણ કરવું
મોતીને હંમેશા ચાંદીની વીંટીમાં ધારણ કરવું જોઇએ. મોતી રત્ન ચંદ્ર સાથે સંબંધ ધરાવે છે, તેથી તેને સોમવારની સવારે પહેરવું જોઈએ. આ વીંટી હાથની સૌથી નાની આંગળીમાં પહેરવી જોઈએ.

મોતી પહેરવાના ગેરફાયદા
મોતી પહેરવાથી કેટલાક ગેરફાયદા પણ થઈ શકે છે. તેથી તેને પહેરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. જો તમે લાગણીશીલ છો અથવાગુસ્સો કરવાની સંભાવના ધરાવતા હો, તો તમારે મોતી ન પહેરવું જોઈએ, કારણ કે, તે તમારી લાગણીઓને વધુ તીવ્ર બનાવી શકે છે.

આ રાશિના જાતકોને થશે નુકસાન
વૃષભ, મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોએ મોતી ધારણ કરવું જોઇએ નહીં. આ સાથે શુક્ર, બુધ અને શનિની રાશિવાળા લોકોએપણ મોતી ન પહેરવા જોઈએ.
આ રાશિના લોકોને મોતી પહેરવાથી સકારાત્મક પરિણામ નથી મળતું. આ સાથે લાગણીશીલ લોકોએ પણમોતી પહેરવાનું ટાળવું જોઈએ.

આ રત્નો સાથે મોતી ન ધારણ કરો
બીજી તરફ જે લોકોને મોતી પહેરવાની સલાહ આપવામાં આવી છે, તેમને પહેરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેઓએ પહેલાથી જનીલમ, ગોમેદ અને હીરા ધારણ કર્યો નથી. આ રત્નો સાથે મોતી ધારણ કરવાથી તે નકારાત્મક પરિણામો આપવા લાગે છે.

જળ તત્વની સમસ્યા
જે લોકોની કુંડળીમાં 12 મા કે 10 મા ભાવમાં ચંદ્ર હોય, આવા લોકોએ મોતી ન ધારણ કરવા જોઈએ. આ સાથે જો તમને શરીરમાં કફ,પાણીના તત્વ જેવી સમસ્યા હોય, તો તમારે મોતી પહેરવાનું ટાળવું જોઈએ. અન્યથા સમસ્યા ઓછી થવાને બદલે વધી જાય તેવી શક્યતાછે.












Click it and Unblock the Notifications
