જ્યોતિષઃ નકારાત્મક ઉર્જાને શોષી લે છે તમારો પાળેલો કૂતરો કે બિલાડી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સૃષ્ટિની શરૂઆતથી જ મનુષ્યનો પ્રકૃતિ અને જીવજંતુઓ સાથે અનોખો સંબંધ રહ્યો છે. મનુષ્યની સાથે સાથે પશુ-પક્ષી પણ આ પર્યાવરણમાં સાથે રહેતા આવ્યા છે. પણ શું તમે જાણો છો કે તમારી સાથે રહેનારા પશુ-પંખી તમારી ઉપર આવનારી મુશ્કેલીઓને ખતમ કરી તમારી રક્ષા કરે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જે રીતે વિભિન્ન પ્રકારના છોડ-ઝાડ દ્વારા ગ્રહોની શાંતિનું વિધાન જણાવાયુ છે, તેવી જ રીતે પાલતુ જનાવરને પણ ઘરમાં રાખવાથી લાભ-હાની જણાવાઈ છે. આજકાલ પૅટ પાળવાની પ્રથા છે અને તે ફેશન સાથે સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. જો તમારા ઘરમાં કૂતરો પાળેલો છે તો શક્ય છે કે તમે અનેક મુશ્કેલીઓથી બચી શકો છો.

એવું મનાય છે કે કૂતરો પોતાને પોષનાર વ્યકિત પ્રત્યે અત્યંત વફાદાર રહે છે.

ખરાબ ઘટનાનો આભાર કરી લે છે કૂતરો

ખરાબ ઘટનાનો આભાર કરી લે છે કૂતરો

કૂતરાની ઈન્દ્રિયો અત્યંત સક્રિય હોય છે અને તે તમામ નકારાત્મક શક્તિઓ, ઉર્જાઓને પણ જોઈ, અનુભવી શકે છે જેને સામાન્ય વ્યકિત પણ જાણી શકતો નથી. કહેવાય છે કે, કૂતરાને ખરાબ ઘટનાઓનો આભાસ પહેલેથી જ થઈ જાય છે. આજ કારણે નકારાત્મક શક્તિઓને કૂતરો પોતાના માલિક સુધી પહોંચતા પહેલા જ પોતાની ઉપર લઈ લે છે. જેથી તમારા પાળેલા જનાવરને સામાન્ય ગણશો નહિં.

રાહુ-કેતુ અને શનિનો પ્રભાવ

રાહુ-કેતુ અને શનિનો પ્રભાવ

જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો કૂતરા પર સૂર્ય ઉપરાંત રાહુ-કેતુ અને શનિનો પ્રભાવ હોય છે. જો તમારો રાહુ-કેતુ કે શનિ ખરાબ હોય અને તમે હેરાન થઈ રહ્યા હોવ તો કોઈ શ્રેષ્ઠ જ્યોતિષને પોતાની કુંડળી બતાવી તેમની પાસેથી કયા રંગનો કૂતરો પાળવો તે વિશે ઉપયુક્ત જાણકારી લો.

નકારાત્મક ઉર્જાને શોષી લે છે બિલાડી

નકારાત્મક ઉર્જાને શોષી લે છે બિલાડી

અનેક ઘરોમાં બિલાડીને પણ પાળવામાં આવે છે. આ વાતને વૈજ્ઞાનિકો પણ સાબિત કરી ચૂક્યા છે કે નકારાત્મક ઉર્જાને બિલાડી અદ્રભૂત રીતે ખેંચી લેવાની ક્ષમતા ધરાવે છે.

બિલાડી તમારી આસપાસની નકારાત્મક ઉર્જાને શોષી તેને શુદ્ધ બનાવી દે છે. એવું પણ કહેવાય છે કે બિલાડી તમારી આસપાસની નકારાત્મક ઉર્જાને શોષી પોતાનામાં સમાવિષ્ટ કરી ઘર છોડીને ચાલી જાય છે. તેથી ઘરેથી બિલાડી જતી હોય તો તેને રોકશો નહિં. તેનાથી તે પોતાની સાથે તમામ નકારાત્મક શક્તિને પણ લઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બિલાડીનો સંબંધ ચંદ્ર સાથે છે અને ચંદ્ર આપણા મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. તેથી બિલાડી આપણને માનસિક તાણ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવે છે.

પશુ-પક્ષી પાળતા પહેલા જાણી લો..

પશુ-પક્ષી પાળતા પહેલા જાણી લો..

જો તમે કૂતરો કે બિલાડી કે અન્ય પાલતુ જનાવર પાળવા વિચારી રહ્યા હોવ તો તમારી કુંડળીની તપાસ કરાવી લેવી. અલગ-અલગ પશુ કે પક્ષી પર અલગ-અલગ ગ્રહોનું આધિપત્ય હોય છે. જો તમે વિના વિચારે કોઈ પણ જનાવર પાળી લેશો તો ઉલ્ટાનું તમે મુશ્કેલીમાં પણ આવી શકે છે.

English summary
Astrologer found that the consistency, closeness and acceptance of animal companions quieted suicidal thoughts.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.