• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pisces Yearly Horoscope 2020: મીન રાશિના લોકો માટે વાર્ષિક રાશિફળ

Pisces Yearly Horoscope 2020: મીન રાશિના લોકો માટે વાર્ષિક રાશિફળ
|
Google Oneindia Gujarati News

મીન રાશિ: અનેક સિદ્ધિઓવાળું રહેશે વર્ષ

રાશિના અક્ષર: દ, ચ, ઝ, થ

મીન રાશિના લોકોએ ખુશ થઇ જવું જોઈએ કારણ કે નવું વર્ષ 2020 તેમની માટે ઘણી ઉપલબ્ધિઓ વાળું રહેશે. પરિવાર, સમાજ અને કાર્યસ્થળમાં પદ, પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે. પરિવારમાં સુખ અને શાંતિ અને શુભ કાર્ય થવાના યોગ બનશે. આકસ્મિક ધન લાભના પણ યોગ બની રહ્યા છે. આ વર્ષે, તમને ઘણા સાધનોથી ધન પ્રાપ્તિ થશે. સંપત્તિ સુખ, વાહન સુખ, સંતાન સુખ, જીવન સાથી સુખ, પ્રેમ સુખ તમામ પ્રકારના સુખ મળશે. નવા વર્ષમાં શુભ યાત્રાઓના પણ ઘણા ઘણા યોગ બનશે. તમે તમારા સંબંધને નવા પરિમાણો આપવાના તમારા પ્રયત્નોમાં તમે સફળ થશો. વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થવાના યોગ બનશે. પ્રેમ સંબંધ મળશે. અપરિણીત લોકોનાં લગ્નની વાત બની શકે છે.

પરિવાર

પરિવાર

મીન રાશિના લોકોની પારિવારિક સ્થિતિ આ વર્ષે ખૂબ સારી રહેશે. જૂના વર્ષમાં સંબંધોની દ્રષ્ટિએ તમે જે ગુમાવ્યું છે તેને ફરીથી મેળવવાની તક મળશે. જીવનસાથી સાથે એક સુખદ, મનોરંજક પ્રવાસ પર જશો જે તમારા સંબંધ માટે મહત્વનું ટોનિકનું કાર્ય કરશે. તમારા બાળકો તમારી ક્રિયાઓથી પ્રભાવિત થશે. તમારા ભાઈ-બહેનો સાથેના તમારા સંબંધો સુધરશે. જો પિતૃ સંપત્તિને લઇને પરિવારના સભ્યો સાથે કોઈ વિવાદ થાય છે, તો તેનું સમાધાન થશે. પરિવારમાં માંગલિક કાર્યો સંપન્ન થશે.

આરોગ્ય

આરોગ્ય

માર્ચ સુધી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી, પરંતુ માર્ચ પછી, અચાનક તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. આગામી બે-ત્રણ મહિના સુધી તમારે મુશ્કેલી સહન કરવી પડી શકે છે, અને પછી આખું વર્ષ સ્વસ્થ રહેશે. કોઈ પણ પ્રકારનો તનાવ લેવાની જરૂર નથી, નહીં તો માનસિક અને હ્રદય સંબંધી રોગો આવી શકે છે. દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો હિંમત, ધૈર્ય અને આત્મવિશ્વાસ સાથે કરવો પડશે. બાળકના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે. શરદી-ખાંસી, તાવ જેવી સમસ્યા આવશે.

નાણાકીય

નાણાકીય

મીન રાશિ માટે આર્થિક સ્થિતિ સાનુકૂળ રહેશે. નવી જમીન, મકાનો, સંપત્તિ, વાહન સુખની પ્રાપ્તિ થશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગને કોઈ મોટો ફાયદો થવાના યોગ બનશે. મીન રાશિના લોકોના સ્વામી ગુરુ છે અને તે સહાયક છે, તેથી આર્થિક રીતે મજબૂતી આવશે. આવકના એક કરતા વધારે માધ્યમો હશે. ભાગીદારીમાં કરવામાં આવતા ધંધામાં ફાયદો થશે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હો, તો ચોક્કસપણે કરો. ફ્રેશર્સને ઓક્ટોબર પછી મલ્ટિનેશનલ કંપની તરફથી કોઈ મોટી ઓફર મળશે.

વર્ષનો ઉપાય

વર્ષનો ઉપાય

મીન રાશિના જાતકોએ દરેક શુક્લ પક્ષનો પડવો અને મોટા દિવસોમાં માછલીને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ. વર્ષનો આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે.

Welcome 2020: જાણો 2020માં ગૃહ પ્રવેશના મુહૂર્તWelcome 2020: જાણો 2020માં ગૃહ પ્રવેશના મુહૂર્ત

English summary
2020 (Pisces Yearly Horoscope 2020): Find Pisces Yearly Horoscope 2020 based on your life prediction including marriage, education, business, child, family and more. MEEN Varshik Rashifal 2020 will help you to find solution of your problems.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X