શ્રાદ્ધ શરુ થશે 10 સપ્ટેમ્બરથી, જાણો આ સમયમાં કયા કામો ભૂલથી પણ ન કરવા

શ્રાદ્ધ કરવાના કેટલાક નિયમો છે જેનુ ભૂલથી પણ ઉલ્લંઘન ન કરવુ જોઈએ.

નવી દિલ્લીઃ શ્રાદ્ધ વિધિ એ પૂર્વજો પ્રત્યેના સાચા આદરનુ પ્રતીક છે. પૂર્વજો માટે પૂજ્યભાવથી કરવામાં આવતા કર્મકાંડને 'શ્રાદ્ધ' કહેવાય છે. હિંદુ ધર્મ અનુસાર દરેક વ્યક્તિની ફરજ કર્તવ્ય છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તે પોતાના માતા-પિતા અથવા ઘરના પૂર્વજોને નમસ્કાર કરે અને પછી તે કામની શરૂઆત કરે. આપણા પૂર્વજોના વંશના કારણે આજે આપણે આ જીવન જોઈ રહ્યા છીએ અને આ જીવનનો આનંદ લઈ રહ્યા છીએ. જો કે શ્રાદ્ધ કરવાના કેટલાક નિયમો છે જેનુ ભૂલથી પણ ઉલ્લંઘન ન કરવુ જોઈએ.

આ ખોરાક ન ખાવો

આ ખોરાક ન ખાવો

પિતૃપક્ષ દરમિયાન ચોખા, માંસ, લસણ, ડુંગળી, તામસિક અને બહારનો ખોરાક ખાવાનુ ટાળો. આ દરમિયાન રીંગણનુ શાક પણ ન ખાવુ જોઈએ. સાત્વિક આહાર લો. આ સિવાય શ્રાદ્ધ ભોજનમાં મસૂર, કાળી અડદ, ચણા, કાળુ જીરુ, કાળુ મીઠુ, કાળી સરસવ અને કોઈપણ અશુદ્ધ કે વાસી ખોરાકનો ઉપયોગ ન કરવો.

ચામડાની વસ્તુઓ ન પહેરવી

ચામડાની વસ્તુઓ ન પહેરવી

જે વ્યક્તિએ પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાનુ હોય છે તેણે પોતાના વાળ, દાઢી અને નખ પણ ન કાપવા જોઈએ. આ દરમિયાન ધોયા વગરના અને ગંદા કપડા પહેરવાનુ પણ ટાળવુ જોઈએ. કર્મ કરતી વખતે ચામડાની કોઈ વસ્તુ ન પહેરવી જોઈએ. ચામડાનુ પર્સ કે પાકીટ પણ નજીક ન રાખવુ જોઈએ.

વ્યસન કરવુ નહિ

વ્યસન કરવુ નહિ

શ્રાદ્ધ દરમિયાન મંત્રનો જાપ કરતી વખતે કોઈપણના રોકવાથી અટકાશો નહિ. આ પૂર્ણ કર્યા પછી અન્ય કામ કરો. પિતૃપક્ષ દરમિયાન તમાકુ, સિગારેટ, દારૂ, ગુટકાનુ સેવન ટાળો. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનુ વ્યસન ફળ આપતુ નથી.

આ વસ્તુ કરવાથી પિતૃ થાય છે ગુસ્સે

આ વસ્તુ કરવાથી પિતૃ થાય છે ગુસ્સે

શ્રાદ્ધના દિવસે કર્મ કરનાર વ્યક્તિએ વારંવાર ભોજન કરવાનુ ટાળવુ જોઈએ. આવુ કરવુ સારુ માનવામાં આવતુ નથી. આનાથી પિતૃઓ ગુસ્સે થાય છે. પૂજા માટે લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો. તેના બદલે સોના, ચાંદી, તાંબા કે કાંસાના બનેલા વાસણોનો ઉપયોગ કરી શકાય.

નવી વસ્તુઓ ખરીદવી નહિ

નવી વસ્તુઓ ખરીદવી નહિ

જો કે, શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ નવી વસ્તુ ખરીદવાનુ ટાળવુ જોઈએ. જરૂર પડ્યે પણ નવા કપડા ન ખરીદો કે નવા કપડા પહેરો પણ નહિ. કોઈપણ પ્રકારની ઉજવણી કરવાનુ પણ ટાળવુ જોઈએ. ભલે તે કોઈનો જન્મદિવસ કેમ ના હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X