Pitru Paksha 2023: ક્યારે શરૂ થશે પિતૃ પક્ષ? જાણો શ્રાદ્ધની તિથિઓનું કેલેન્ડર

Pitru Paksha 2023: પિતૃ પક્ષ ભાદરવાની પૂર્ણિમાથી લઇને ભાદરવા અમાસ સુધી ચાલે છે. પિતૃપક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃ માટે તર્પણ, પિંડ દાન, શ્રાદ્ધસ કે પંચબલિ કર્મ વગેરે કરે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને તૃપ્ત કરવાથી પિતૃ દોષ દૂર થાય છે. પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ થાય. પિતૃ પક્ષ ઉપરાંત દર મહિનાની અમાવસ્યા પર પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાયો પણ કરવામાં આવે છે.

Pitru Paksha

પિતૃ પક્ષ 2023ની શરૂઆત - ભાદ્રપદ પૂર્ણિમા તિથિ 29 સપ્ટેમ્બર, બપોરે 03:26 કલાકે સુધી રહેશે. જે બાદ અશ્વિન મહિનાની કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ શરૂ થશે, જે 30 સપ્ટેમ્બરે બપોરે 12:21 સુધી છે.

જો મૃત્યુની તારીખ ખબર ન હોય તો શું કરવું? - જો તમને તમારા પૂર્વજોની મૃત્યુની તારીખ ખબર નથી, તો તમે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તેમના માટે શ્રાદ્ધ કરી શકો છો. આ દિવસે જાણીતા અને અજાણ્યા તમામ પૂર્વજો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.

પિતૃ પક્ષ 2023 શ્રાદ્ધ કેલેન્ડર

  • પિતૃ પક્ષનો પ્રથમ દિવસઃ 29 સપ્ટેમ્બર, પૂર્ણિમા શ્રાદ્ધ, પ્રતિપદા શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો બીજો દિવસ: 30 સપ્ટેમ્બર, દ્વિતિયા શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો ત્રીજો દિવસઃ 1 ઓક્ટોબર, તૃતીયા શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો ચોથો દિવસ: 2 ઓક્ટોબર, ચતુર્થી શ્રાદ્ધ, મહાભારણી
  • પિતૃ પક્ષનો પાંચમો દિવસ: 3 ઓક્ટોબર, પંચમી શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો છઠ્ઠો દિવસ: 4 ઓક્ટોબર, ષષ્ઠી શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો સાતમો દિવસઃ 5 ઓક્ટોબર, સપ્તમી શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો આઠમો દિવસઃ 6 ઓક્ટોબર, અષ્ટમી શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો નવમો દિવસઃ 7 ઓક્ટોબર, નવમી શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો દસમો દિવસઃ 8 ઓક્ટોબર, દશમી શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો અગિયારમો દિવસઃ 9 ઓક્ટોબર, એકાદશી શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો બારમો દિવસ: 10 ઓક્ટોબર, માઘ શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો તેરમો દિવસ: 11 ઓક્ટોબર, દ્વાદશી શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો ચૌદમો દિવસ: 12 ઓક્ટોબર, ત્રયોદશી શ્રાદ્ધ
  • પિતૃ પક્ષનો પંદરમો દિવસ: 13 ઓક્ટોબર, ચતુર્દશી શ્રાદ્ધ
  • સર્વ પિતૃ અમાવાસ્યા: 14 ઓક્ટોબર, શનિવાર

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X