રાખડી બાંધતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

Posted By:
Subscribe to Oneindia News

હિંદુ પંચાગ પ્રમાણે દર વર્ષે શ્રાવણ માસની પૂનમે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને તેના દીર્ઘાયુ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનની દરેક મુશ્કેલીઓ સામે તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર પાછળ ભાઈ-બહેનનો ભાવનાત્મક પ્રેમ છૂપાયેલો છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 07 ઓગસ્ટ, રવિવારના દિવસે શ્રવણ નક્ષત્ર અને મકર રાશિમાં ચંદ્ર આવી રહ્યો છે, તેની સાથે ચંદ્રગ્રહણ થવાના પણ યોગ છે. જે આપણી દરેક રાશિઓને અલગ-અલગ રીતે અસર કરશે.

રક્ષાબંધન પાછળની કથા

રક્ષાબંધન પાછળની કથા

પુરાણોમાં વર્ણવાયુ છે કે, એક વાર દેવ અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ શરૂ થઈ ગયુ હતુ ત્યારે દાનવો દેવો પર ભારે પડી રહ્યા હતા. ભગવાન ઈન્દ્ર ડરીને ગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને પોતાની વ્યથા જણાવી. ત્યાં બેસેલી ઈન્દ્રની પત્ની ઈન્દ્રાણી આ બધુ સાંભળી રહી હતી. તેમણે એક રેશમનો દોરો લઈ મંત્રોની શક્તિથી પવિત્ર કરી પોતાના પતિના હાથમાં બાંધી દીધો. આ દિવસ એટલે શ્રાવણી પૂનમ.

રક્ષાસૂત્ર ઐશ્વર્ય, ધન, શક્તિ અને વિજય અપાવે છે

રક્ષાસૂત્ર ઐશ્વર્ય, ધન, શક્તિ અને વિજય અપાવે છે

ઈન્દ્રએ આ યુદ્ધમાં વિજય થયા. ત્યારથી જ લોકોમાં વિશ્વાસ બેસી ગયો કે ઈન્દ્રને વિજય આ રેશમી દોરાને કારણે જ મળી છે. તે દિવસથી જ શ્રાવણી પૂનમના દિવસે આ દોરો બાંધવાની પ્રથા ચાલી આવી છે. આ દોરો ઐશ્વર્ય, ધન, શક્તિ, પ્રસન્નતા અને વિજય અપાવવાની ક્ષમતા ધરાવે છે.

વિધિ

વિધિ

શ્રાવણી પૂનમના દિવસે સવારે વહેલા ઊઠી હનુમાનજી અને પિતૃઓને જળ, ધૂપ, ચોખા, પ્રસાદ, નાળિયેર, રાખડી, દક્ષિણા વેગેર ચઢાવી દિપ પ્રગટાવો જોઈએ. ભોજન પહેલા ઘરના તમામ સ્ત્રી-પુરુષો રાખડી બાંધે, બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તિલક લગાવે અને નાળિયેર આપે. ભાઈ પોતાની બહેનને ખુશ થઈ પૈસા અથવા યથાશક્તિ ભેટ આપી શકે છે.

  • બહેને રાખડી બાંધતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું. येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः। तेन त्वामानुवध्नामि रक्षे मा चल मा चल।।
રાખડી બાંધાતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન

રાખડી બાંધાતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન

  • રક્ષાબંધનના દિવસે સૌ પહેલા ગણપતિને રાખડી બાંધો અને ત્યારબાદ બીજાને બાંધો.
  • રાખડી બંધાવનાર વ્યક્તિનું મોઢુ પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ.
  • રાખડી બંધાવતી વખતે માથા પર રૂમાલ અથવા કોઈ કપડુ જરૂર રાખવું.
  • રાખડી બાંધતી વખતે સ્ત્રીઓને ગુલાબી, લાલ, પીળો કે કેસરી રંગના કપડા પહેરવાથી વધુ લાભ થાય છે.
  • રાખડી બાંધતા પહેલા કાંડા પર નાડાછડી બાંધવી અને ત્યારબાદ જ ફેન્સી રાખડી બાંધવી.
રક્ષાબંધનમાં રાખો આ વાતોનું ધ્યાન

રક્ષાબંધનમાં રાખો આ વાતોનું ધ્યાન

  • રાખડી સુતરના દોરાની બનેલી હોવી જોઈએ. .
  • રાખડી બાંધતી વખતે હાથની મુઠ્ઠીમાં ફૂલ જરૂર રાખવું.
  • રાખડીને 7 વાર કે 5 વાર ફેરવી હાથમાં બાંધવી જોઈએ.
  • બહેને જે રાખડી બાંધી હોય તેને એક વર્ષ સુધી પોતાના હાથમાં બાંધી રાખવી અને બીજા વર્ષે જૂની રક્ષા ઉતારી કોઈ નદીમાં પ્રવાહિત કરી ફરી નવું રક્ષાસૂત્ર બહેનથી બાંધાવવું.

આમ કરવાથી તમારા સુખ, સમૃદ્ધ અને આરોગ્યની રક્ષા આખા વર્ષ દરમિયાન થાય છે.

English summary
Raksha Bandhan is a Hindu festival that celebrates the love and duty between brothers and sisters.Its a Symbol of love and Trust.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.