આવી રહ્યું છે ચંદ્રગ્રહણ, જાણો કઇ 4 રાશિઓનું ભાગ્ય બદલશે

Written By:
Subscribe to Oneindia News

શ્રાવણ શુક્લ પૂર્ણિમા એટલે કે, 7 ઓગસ્ટ 2017 સોમવારે રક્ષાબંધનના દિવસે ચંદ્ર ગ્રહણનો યોગ બની રહ્યો છે. રક્ષાબંધન પર ચંદ્ર ગ્રહણ અને ભદ્રા યોગ બનવાને કારણે લોકોમાં એ જાણવાની ઉત્સુકતા છે કે, શ્રાવણી ઉપાક્રમ ક્યારે કરવું અને રાખડી ક્યારે બાંધવી? ભદ્રાની સમાપ્તિ અને ચંદ્ર ગ્રહણનું સુતક વચ્ચેના સમયે રક્ષાબંધન કરવાથી શ્રાવણી ઉપાક્રમ અને શ્રવણ પૂજનનું ફળ શુભ રહેશે. આપણા શાસ્ત્રોમાં ગ્રહણ દરમિયાન કેટલાક કામો ન કરવા વિશે કહેવામાં આવ્યું છે. જેમ કે, જેટલો સમય ગ્રહણ હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ ભોજન ન કરવું જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણના સમય દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ. ગ્રહણકાળ દરમિયાન ઊંઘવુ ન જોઈએ. કોઈ પણ પ્રકારના પાપકર્મથી દુર રહેવું જોઈએ. ચંદ્રગ્રહણ 7 થી 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ આવી રહ્યું છે. આ ગ્રહણ ભારત ઉપરાંત એશિયાના મોટા ભાગના દેશો અને ઑસ્ટ્રેલિયા, યુરોપ, દક્ષિણ આફ્રિકામાં જેવા દેશોમાં જોવા મળશે.

ચંદ્રગ્રહણનો દિવસ અને સમય

ચંદ્રગ્રહણનો દિવસ અને સમય

  • ચંદ્ર ગ્રહણ: 7 મી ઓગસ્ટે રાત્રે 10 વાગ્યાને 40 મિનિટે શરૂ થશે.
  • મધ્યકાળ: 11 વાગ્યાને 39 મિનિટે થશે
  • મોક્ષ: મધ્યરાત્રિ 12 વાગ્યાને 35 મિનિટે થશે.
  • ગ્રહણનો કુલ સમયગાળો: 1 કલાકને 55 મિનિટ રહેશે.
  • ગ્રહણનો સુતક કાળ: 7 ઓગસ્ટની બપોરે 1 વાગ્યાને 40 મિનિટે શરૂ થશે.
  • ભદ્રા: 7 ઓગસ્ટ બપોરે 11:29 વાગ્યા સુધી રહેશે.
  • શ્રાવણી ઉપાકર્મ અને શ્રવણ પૂજન સવારે 11:30 થી બપોરે 1.39

આ ચંદ્ર ગ્રહણ મકર રાશિ અને શ્રવણ નક્ષત્રમાં થશે. જેની અલગ-અલગ રાશિઓ પર અલગ-અલગ અસર પડશે.

મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીનની કિસ્મત ચમકશે

મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીનની કિસ્મત ચમકશે

ગ્રહણની અસરથી મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીન આ પાંચ રાશિઓની કિસ્મત ચમકવાની છે. આ રાશિના જે લોકો બેરોજગાર છે તેમને નવી નોકરી મળી શકે છે. કુંવારા જાતકોના લગ્ન નક્કી થશે, સંતાન વિહોણા દંપતિને સંતાન પ્રાપ્તિ થશે અને પૈસાની અછતવાળા જાતકોને ધનની પ્રાપ્તિ થશે.

વૃષભ, કર્ક અને ધનને મિશ્રિત ફળ

વૃષભ, કર્ક અને ધનને મિશ્રિત ફળ

વૃષભ, કર્ક અને ધન રાશિના જાતકો માટે ગ્રહણ મિશ્રિત ફળદાયી રહેશે. એટલે કે, તેમના કેટલાક કામો સારા થશે તો કેટલાકમાં મુશ્કેલીઓ પણ આવશે.

મકર, મિથુન, તુલા, કુંભ માટે અત્યંત ખરાબ

મકર, મિથુન, તુલા, કુંભ માટે અત્યંત ખરાબ

જ્યારે મકર ગ્રહણ રાશિમાં છે તો મકર રાશિ સાથે મિથુન, તુલા અને કુંભ રાશિ પર અત્યંત ખરાબ અસર પડશે. આ રાશિના જાતકોને માનસિક તાણનો સામનો કરવો પડશે. આરોગ્ય બગડી શકે છે, પૈસાનું નુકશાન થઈ શકે છે. આ રાશિના જાતકો ભગવાન શિવની આરાધના કરે. ગ્રહણ કાળમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો આ રાશિઓ
જાતકો માટે શુભ રહેશે.

English summary
Raksha Bandhan is celebrated in Shravana month during full moon day or Purnima day news in Gujarati.
Please Wait while comments are loading...