Raksha Bandhan 2023 : રાખડી બાંધવા માટે રાખો દિશાનું ધ્યાન, નહીં તો થઇ શકે નુકસાન
Raksha Bandhan 2023 : સનાતન ધર્મમાં કોઇપણ માંગલિક કાર્ય કરવા માટે સાચી દિશા અને શુભ મુહૂર્તનું મહત્વ આપવામાં આવે છે. પૌરાણિક શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દિશાથી જ દશા નક્કી થાય છે.
આવી જ રીતે રક્ષાબંધન પર પણ ભાઈને રાખડી બાંધતી વખતે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, પરંતુ આ વખતે રાત્રીનો સમય રાખડી બાંધવા માટે શુભ કહેવાય છે. જો તમે રાત્રે તમારા ભાઈને રાખડી બાંધતા હોવ તો દિશાનું ખાસ ધ્યાન રાખો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. 30 ઓગસ્ટના રોજ ભદ્રાની છાયાને કારણે રાત્રે 9 કલાક બાદનો સમય શુભ માનવામાં આવે છે.
આવી સ્થિતિમાં જો બહેન રાત્રે ભાઈને રાખડી બાંધતી હોય તો દિશાનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ભાઈના સ્વાસ્થ્યથી લઈને ભાગ્ય પર ખોટી દિશાની અસર જોવા મળશે.
દિશાનું ધ્યાન રાખો - એવું માનવામાં આવે છે કે, સૂર્યોદય બાદ શુભ કાર્યની દિશા અલગ હોય છે, અને સૂર્યોદય પછી તિલકની દિશા અલગ હોય છે. આવી સ્થિતિમાં જો તમે રાત્રે ખોટી દિશામાં મોઢું રાખીને રાખડી બાંધો છો, તો તેની અસર તમારા ભાઈના સ્વાસ્થ્ય પર જોવા મળશે.
એવું માનવામાં આવે છે કે, જો રાખડી યોગ્ય રીતે, શુભ મુહૂર્ત અને યોગ્ય દિશામાં ન બાંધવામાં આવે તો તે માત્ર એક ઔપચારિકતા બનીને રહી જાય છે. આ સાથે જ તમારા ભાઈના કાંડાનું ખાસ ધ્યાન રાખો. યોગ્ય દિશામાં બેસીને રાખડી બાંધવાથી સૌભાગ્ય અને સ્વાસ્થ્ય બંને પર સાનુકૂળ અસર પડે છે.
રાત્રે આ દિશામાં રહો - વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, રાખડી બાંધતી વખતે બહેનોએ પોતાનું મોઢું પશ્ચિમ તરફ રાખવું જોઈએ. આ સાથે જ ભાઈઓએ પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ રાખવું જોઈએ.
ભાઈએ ઉત્તર અને પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ. આ સાથે જ બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ. બીજી તરફ જો તમે રાત્રે ભાઈને રાખડી બાંધી રહ્યા હોવ તો ભાઈનું મોઢું પશ્ચિમ તરફ હોવું જોઈએ.
રક્ષાબંધનનો શુભ સમય - રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે શ્રાવણ પૂર્ણિમા અથવા રક્ષાબંધન 30 ઓગસ્ટના રોજ આવી રહી છે. આ દિવસે ભદ્રાની છાયા આખો દિવસ રહેશે. આવી સ્થિતિમાં 30 ઓગસ્ટના રોજ રાત્રે 9 કલાક બાદ 31 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યા સુધી જ રાખડી બાંધી શકાશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
