For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ravi Pushya Yoga 2023 : 5 ફેબ્રુઆરીના રોજ સર્જાશે રવિ પુષ્ય યોગ, જાણો કેવી રીતે થશે લાભ

Ravi Pushya Yoga 2023 : રવિ પુષ્ય યોગને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. 27 નક્ષત્રોમાંથી એક આ યોગમાં ખરીદીની સાથે રોકાણ કરવું પણ ફાયદાકારક છે. રવિ પુષ્ય યોગ વિશે જાણો તમામ માહિતી.

|
Google Oneindia Gujarati News

Ravi Pushya Yoga 2023 : વર્ષનો બીજો રવિ પુષ્ય યોગ 5 ફેબ્રુઆરીના રોજ સર્જાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રવિવાર અને પુષ્ય યોગના સંયોગને રવિ પુષ્ય યોગ કહેવામાં આવે છે. આ યોગ સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે.

આવામાં આ દિવસે દેવી દેવતાની પૂજા સાથે ખરીદી, લેણ-દેણ, રોકણ સાથે સાથે નોકરી અને ધંધાની નવી શરૂઆત કરવી અતિ લાભદાયક સાબિત થાય છે. આ દિવસે મહા સુદ પૂનમ પણ છે. આવામાં તેનું મહત્વ ઘણુ વધી જાય છે.

રવિ પુષ્ય યોગ 2023 ક્યારે સર્જાશે?

રવિ પુષ્ય યોગ 2023 ક્યારે સર્જાશે?

હિન્દુ કેલેન્ડર મુજબ રવિ પુષ્ય યોગ 5 ફેબ્રુઆરીના રોજ સવારે 7.07 કલાકે શરૂ થઈ રહ્યો છે, જે બપોરે 12.13 કલાકે સમાપ્ત થશે. આ સાથેજ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. આ સાથે સોનામાં સુગંધ ભળી હોય એમ આ દિવસે માઘ પૂર્ણિમા પણ છે.

રવિ પુષ્ય યોગમાં ખરીદો આ વસ્તુઓ

રવિ પુષ્ય યોગમાં ખરીદો આ વસ્તુઓ

રવિ પુષ્ય યોગને 27 નક્ષત્રોમાંનો એક માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે શુભ કાર્ય કરવું શુભ માનવામાં આવે છે. આ સિવાય રવિપુષ્ય યોગ પર સોના-ચાંદીના ઘરેણાં, વાહન, સંપત્તિ, કપડાં, વાસણો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરેની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.આ સિવાય જો તમે કોઈ ધંધામાં રોકાણ કરવા માંગતા હોવ, તો આ યોગમાં આ વસ્તુઓ કરવી શુભ રહેશે.

રવિ પુષ્ય નક્ષત્ર કાયમી છે

રવિ પુષ્ય નક્ષત્ર કાયમી છે

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર રવિ પુષ્ય નક્ષત્રને અમરેજ્ય માનવામાં આવે છે. એટલે કે નક્ષત્ર જે જીવનમાં સ્થિરતા અને અમરતા લાવે છે. શનિરવિ પુષ્ય નક્ષત્રનો સ્વામી છે, પરંતુ તેનો સ્વભાવ ગુરુ જેવો છે. જેના કારણે આ યોગ સુખ, સમૃદ્ધિ, કીર્તિ અને સફળતા લાવે છે.

2023માં પાંચ વખત રવિ પુષ્ય યોગ બનશે

2023માં પાંચ વખત રવિ પુષ્ય યોગ બનશે

વર્ષ 2023માં પ્રથમ રવિ પુષ્ય યોગ 8 જાન્યુઆરીના રોજ રચાયો હતો. જે બાદ 5 ફેબ્રુઆરી છે. જે બાદ 10 સપ્ટેમ્બર, 8 ઓકટોબર અને 5નવેમ્બરે કરવામાં આવશે.

English summary
Ravi Pushya Yoga 2023 will be held on February 5, know how it will benefit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X