For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Relationship Tips : આ દિવસે પતિ-પત્ની ન બાંધે સંબંધ, સંતાન પાસેથી જીવનભર મળશે આ દુઃખ

Relationship Tips : હિન્દુ ધર્મમાં પતિ-પત્નીના સંબંધ બનાવવા માટે નિયમો આપવામાં આવ્યા છે. આમાં શારીરિક સંબંધ બનાવવા માટે અમુક દિવસો અને તારીખો પર પ્રતિબંધ હોવાનું કહેવાય છે.

|
Google Oneindia Gujarati News

Relationship Tips : પતિ-પત્ની વચ્ચે આત્મીય અને ભાવાત્મક હોવા જરૂરી છે. આ સાથે તેમની વચ્ચે શારીરિર સંબંધો બાંધવા પણ જરૂરી છે. આવામાં હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં શારિરીક સંબંધ બાંધવા અંગે પણ જણાવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ક્યા દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. જેનાથી દેવી-દેવતાઓની કૃપા પણ વરસતી રહે છે, અને સુખ-સમૃદ્ધિ રહે છે.

Relationship Tips

ધાર્મિક ગ્રંથોમાં મહિલાઓ અને પુરુષોને કેટલાક ખાસ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં પતિ-પત્નીના સંબંધોના કારણે જન્મેલા બાળકને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સમયે આપણે જાણી લેવું જોઇએ કે, કયા દિવસોમાં પતિ-પત્નીએ સંબંધ બાંધવાથી દૂર રહેવું જોઈએ.

કયા દિવસોમાં સંબંધ બાંધવા ન જોઈએ

નવરાત્રીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સમય દેવી માતાની પૂજામાં પસાર કરવો જોઈએ. તેની સાથે સાત્વિક આહાર લેવો જોઈએ અને મનમાં સારી ભાવનાઓ રાખવી જોઈએ. એટલા માટે આ સમય દરમિયાન શારીરિક સંબંધ બનાવવાની સખત મનાઈ છે.

અમાવસ્યાના દિવસે પતિ-પત્નીએ ક્યારેય સંબંધ બાંધવો જોઈએ નહીં, આમ કરવાથી તેમના સંબંધો પર નકારાત્મક અસર પડે છે. તેમજ આ દિવસે જન્મેલા બાળકનું ભવિષ્ય બહુ સારું નથી હોતું.

પૂર્ણિમાના દિવસે પણ પતિ-પત્નીએ સંબંધ ન બાંધવો જોઈએ. આ દિવસે અશુભ શક્તિઓ સક્રિય રહે છે.

સૂર્ય ગોચરને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. દર મહિનાની 13 થી 15 તારીખની વચ્ચે સૂર્ય ગોચર કરે છે. સંક્રાંતિ પર પણ શારીરિક સંબંધ ન બનાવો.

દરેક મહિનાની ચતુર્થી અને અષ્ટમીની તિથિ પણ પતિ-પત્નીના સંબંધ માટે શુભ માનવામાં આવતી નથી.

આ સાથે શારીરિક સંબંધ બાધવા માટે રવિવારને પણ યોગ્ય માનવામાં આવતો નથી.

પિતૃ પક્ષના 15 દિવસોમાં ક્યારેય સંબંધ બાંધવો જોઇએ નહીં. આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે. આ દરમિયાન મનમાં સંબંધ બાંધવાનો વિચાર પણ લાવવાની મનાઈ હોવાનું કહેવાય છે.

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે પણ સંબંધ ન બાંધવો જોઈએ. આનાથી જન્મેલા બાળકને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.

જ્યારે પણ તમે વ્રત રાખો તો તે દિવસે સંબંધ ન બાંધો, નહીં તો તમને વ્રતનું ફળ નહીં મળે. વ્રત દરમિયાન વ્યક્તિના શરીર અને મનની શુદ્ધતા હોવી જરૂરી છે.

English summary
Relationship Tips : husband and wife avoid Physical relationship On this day acording to religious scriptures
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X