શ્રાવણ મહિનામાં રાશિ પ્રમાણે પૂજા કરી, શિવજીને કરો ખુશ!

Written By:
Subscribe to Oneindia News

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભગવાનમાં સૌથી ભોળા તેવા શિવજીને રિઝવવા ખૂબ જ સરળ છે અને એક વાર શિવજી પ્રસન્ન થઇ ગયા તો પછી તમારા જીવનમાં શાંતિ અને સમુદ્ધિ આવશે જ. આ કારણે જ મોટી સંખ્યામાં શિવભક્તો શ્રાવણ માસ દરમિયાન શિવજીની પૂજા-અર્ચના કરે છે. શિવજી સમાજનું કલ્યાણ કરનારા દેવ છે. એવી માન્યતા છે કે, સમુદ્ર મંથન દરમિયાન જે વિષ નીકળ્યું હતું તેને ગ્રહણ કરી શિવે સમાજનું કલ્યાણ કર્યું હતું. જેને કારણે લોકો ખુશ થઈ શિવનો દૂઘ, દહીં, મધ અને જળથી અભિષેક કરે છે. વધુમાં શ્રાવણ માસમાં શિવને પ્રસન્ન કરવું વધુ સરળ છે, કારણ કે શિવજીને શ્રાવણ પ્રિય છે. આ માસ દરમિયાન દરેક વ્યકિત પોતાની રાશિ પ્રમાણે શિવને પ્રસન્ન કરવા શું કરી શકે તે અંગે આજે અમે તમને જણાવીશું. રાશિ પ્રમાણે શિવજીની આરાધના કરી તમે તમારા મનોરથો સિદ્ધ કરી શકો છો..

મેષ

મેષ

મેષ રાશિના જાતકો જો ભોળેનાથને ખુશ કરવા માંગે છે, તો તેમણે તેમની પૂજામાં લાલ ચંદનનો ખાસ ઉપયોગ કરવો જોઇએ. વધુમાં લાલ ચંદન સાથે લાલ રંગના ફૂલોનો પણ ચઢાવો કરવો તમારા ફાયદાકારક રહેશે.
મંત્ર જાપ: નાગેશ્વરાય નમઃ

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના જાતકોએ શિવજીને ચમેલીના ફૂલો ચઢાવવા જોઇએ. જેનાથી તેમને વિશેષ લાભ મળશે. સાથે જ રુદ્રષ્ટાકરનો પાઠ કરવાથી શિવજી તેમના પર વિશેષ કૃપા વરસાવે છે અને તેમના તમામ કષ્ટો દૂર થાય છે.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકો જ્યારે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરે તો તેમણે શિવજીને ધતૂરાનું ફૂલ ચઢાવવું જોઇએ. સાથે જ શિવજીને પ્રિય તેવી ભાંગનો પ્રસાદ ચઢાવવાથી પણ લાભ થાય છે. સાથે જ આ જાતિના જાતકોએ પંચાક્ષરી મંત્રનો જાપ કરવો જોઇએ.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકોને ભાંગ મિશ્રિત દૂધ વડે શિવજી પર અભિષેક કરવો જોઇએ. આમ કરવાથી કર્ક રાશિના જાતકોનો શિવજીને આ શ્રાવણ માસમાં ખુશ કરીને પોતાની ઇચ્છાપૂર્તિ કરાવી શકે છે. વધુમાં રુદ્રાષ્ટાધયીનો પાઠ કરવાથી પણ કર્ક જાતિના જાતકોને ભારે લાભ થાય છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકોને કનેરના લાલ ફૂલો શિવજીના ચરણોમાં અર્પણ કરવા જોઇએ. સાથે જ શિવ ચાલીસાનો પાઠ કરવો પણ જરૂરી છે. કારણ કે તેનાથી આ જાતિના જાતકોને વિશેષ લાભ થાય છે અને શિવજીની કૃપા તેમના પર રહે છે.

કન્યા

કન્યા

કન્યા રાશિના લોકો જ્યારે પણ શિવજીની આ શ્રાવણ માસ દરમિયાન પૂજા કરે તો તેમને તેમની પૂજા સામગ્રીમાં આ મુજબ વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ. બીલીપત્ર, ધતૂરો, ભાંગ જેવી શિવજીને પ્રિય વસ્તુઓથી પૂજાવિધિ કરવાથી લાભ થાય છે. સાથે પંચાક્ષરી મંત્રનો જાપ પણ કરવો જોઇએ

તુલા

તુલા

શિવજીને દૂધનો જળાભિષેક ખાસ ગમે છે. માનવામાં આવે છે કે, દૂધના જળાભિષેકથી શિવજી શાંત થાય છે, અને તેમની કૃપા તમારા પર વરસે છે. પણ તુલા રાશિના જાતકોએ મિશ્રી ભેળવેલ દૂધથી શિવનો અભિષેક કરવો જોઇએ અને સાથે જ શિવના સહસ્ત્રનામનો જાપ કરવો જોઇએ.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકોએ પૂજાવિધિ કરતી વખતે શિવજીને ગુલાબનું ફૂલ ચઢાવવું જોઇએ. સાથે જ બીલીપત્ર અને બીલીપત્રના મૂળ પણ ચઢાવાથી લાભ થાય છે. સાથે જ રુદ્રાષ્ટકની પૂજા અને રુદ્રાષ્ટકનો પાઠ કરવાથી લાભ મળે છે.

ધન

ધન

ધન રાશિના જાતકોએ શિવજીને શ્રાવણ મહિનામાં અને તે પછી પણ જ્યારે જ્યારે શિવજીની પૂજા કરતા હોય ત્યારે શિવજીને પીળા ફૂલો જ ચઢાવવા જોઇએ. સાથે જ શ્રાવણ માસમાં શિવજીને ખીરનો ભોગ લગાવવાથી લાભ થાય છે. વધુમાં તમે શિવાષ્ટકનો પાઠ કરો.

મકર

મકર

મકર રાશિના જાતકો શ્રાવણ માસમાં શિવજી સાથે પાર્વતી દેવીની પણ પૂજા કરવાથી લાભ રહે છે. સાથે જ શ્રાવણ માસમાં શિવજીને ધતૂરો, ફૂલ, ભાંગ અને અષ્ટગંધ ચઢાવવાથી શિવજીની કૃપા આ રાશિના જાતકો પર થાય છે. મંત્ર જાપ માટે મકર રાશિના જાતકોએ પાર્વતીનાથાય નમઃ મંત્રનો જાપ કરવો જોઇએ.

કુંભ

કુંભ

કુંભ રાશિના લોકો જો શ્રાવણ માસમાં શિવજીને ખુશ કરવા ઇચ્છતી હોય તો તેમણે શેરડીના રસનો અભિષેક કરવો જોઇએ. તેનાથી આ જાતિના જાતકોને વિશેષ લાભ થાય છે. સાથે જે શિવાષ્ટકનો પાઠ કરવાથી પણ શિવજીની કૃપા આ જાતકો પર રહે છે.

મીન

મીન

આ રાશિના જાતકોએ શિવજી પર પંચામૃત, દહીં, દૂધ અને પીળા ફૂલનો ચઢાવો કરવો જોઇએ. તેનાથી શિવજીને શાંતિ મળે છે અને તેમની કૃપા આ રાશિના જાતકોને મળે છે. સાથે જ ચંદનની માળાથી 108 વાર પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી પણ વિશેષ લાભ થાય છે.

English summary
Shravan or Shraavana is considered the holiest of months according to the Hindu calendar. The fifth month of the Hindu year is dedicated to Lord Shiva.
Please Wait while comments are loading...