
નિઃસંતાન દંપત્તિના ઘરે આ વર્ષે ગુંજશે કિલકારી, કરો આ જ્યોતિષ ઉપાય
નવી દિલ્લીઃ નવા વર્ષની શરુઆત લોકો ઘણી બધી નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે કરતા હોય છે. ઘણા દંપત્તિઓની આશા સંતાન મેળવવાની હોય છે. તેમની એ ઈચ્છા હોય છે કે તેમના ઘરે પણ એક નાનુ મહેમાન આવે પરંતુ ઘણી વાર વર્ષો વર્ષ સુધી આ ઈચ્છા અધૂરી રહી જાય છે. નિઃસંતાનતાની સમસ્યામાં જીવનશૈલી કે શારીરિક સમસ્યા ઉપરાંત ગ્રહ નક્ષત્ર પણ કારક હોઈ શકે છે. આજે અમે તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર મુજબ અમુક એવા ઉપાય લાવ્યા છે જેના દ્વારા સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે.

લાલ ગાયની સેવાથી થશે સંતાનની કામના પૂરી
જો મહિલાને ગર્ભધારણ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો આ જ્યોતિષ ઉપાય તેમના માટે છે. તેમણે લાલ ગાય અને તેના વાછરડાની સેવા કરવી જોઈએ. તે ઉપરાંત ભૂરા રંગના કૂતરાને પાળવાનો ઉપાય પણ કારગર સાબિત થઈ શકે છે.

ભગવાન શ્રીકૃષ્ણને ભેટઆપો ચાંદીની વાંસળી
જો તમે પણ પોતાના ઘરમાં બાળકની ગુંજ સાંભળવાના આશીર્વાદ માંગી રહ્યા હોય તો આ ઉપાયને અપનાવીને તે ઈચ્છા પૂરી થઈ શકે છે. શ્રીકૃષ્ણને ચાંદીની વાંસળી અર્પિત કરવાથી તમારી સમસ્યાનુ સમાધાન થઈ શકે છે.

ગોમતી ચક્રથી મળશે ગર્ભ ધારણ કરવામાં મદદ
ઘણી મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી આવે છે. આના માટે શુક્રવારે લાલ કપડામાં ગોમતી ચક્ર બાંધીને ગર્ભવતી મહિલાની કમરે બાંધી દો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ તેમની ગર્ભ ધારણ કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે અને તેમના ગર્ભપાતને રોકશે.

પિતૃ દોષને કરો દૂર
ગર્ભધારણ કરવામાં સમસ્યા થવાનુ એક કારણ પિતૃ દોષ કે કાલ સર્પ યોગ પણ હોઈ શકે છે. આ દોષોની મુક્તિ માટે કોઈ યોગ્ય બ્રાહ્મણથી તેનુ પૂજન કરાવવુ જોઈએ અથવા કુંડળી જોઈને વિધિવત ઉપાયો કરવા જોઈએ. પિતૃદોષના નિવારણ માટે પીપળાના વૃક્ષની સેવા કરવાથી પણ મદદ મળે છે.

આકડાની જડ કરી શકે છે સમસ્યાનુ સમાધાન
લગ્ન પછી ઘણો સમય પસાર કર્યા બાદ પણ સંતાનનુ સુખ ના મળે તેવા લોકો માટે આ ઉપાય કામ કરી શકે છે. મહિલાઓ પોતાના પીરિયડ્ઝના સાતમાં દિવસે સફેદ આકડાની જડને શિવલિંગ પર સાત વાર ફેરવીને તેને લાલ કપડામાં બાંધીની પોતાની કમરે બાંધવી જોઈએ. આ ઉપાય ગર્ભધારણમાં મદદરુપ બની શકે છે.