Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

30 જાન્યુઆરીએ વસંત પંચમી, વાક સિદ્ધિ માટે કરો સરસ્વતીને પ્રસંન્ન

30 જાન્યુઆરીએ વસંત પંચમી, વાક સિદ્ધિ માટે કરો સરસ્વતીને પ્રસંન્ન

જ્ઞાન, બુદ્ધિ, શિક્ષાણ, વાણી નીદેવી સરસ્વતી પૂજનનો દિવસ એટલે વસંતપંચમી આ વસંતપંચમી 30 જાન્યુંઆરી ગુરૂવારના રોજ છે.

મહા માસના શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવતી વસંત પંચમીના દિવસે, શિક્ષણ, સાહિત્ય, લેખન વગેરે સાથે સંકળાયેલા લોકો દેવી સરસ્વતીની વિશેષ પૂજા-અર્ચના કરે છે. શાળાઓ અને કોલેજોમાં સરસ્વતીની પૂજા-અર્ચના કરીને વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર વસંતની શરૂઆત આ દિવસથી થાય છે.

કેવી રીતે કરવી પૂજા

કેવી રીતે કરવી પૂજા

  • વસંતપંચમીના દિવસે સરસ્વતીની પુજા અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે.
  • આ દિવસે સવારે વહેલા નાહી ધોઇ શુદ્ધ પીળો અને શ્વેત વસ્ત્રો પહેરવા
  • આ બંન્ને રંગના વસ્ત્રો સિવાય બીજા પહેરવા નહી.
  • પૂજા કરવાની જગ્યાએ દેવી સરસ્વતીની છબી રાખવી...
  • ચંદન, હલ્દી, કેસરથી અને પીળા ફુલ માતા સરસ્વતીને અર્પણ કરવા
  • આ દિવસે ઘરે પીળી મીઠાઇ બનાવીને નૈવેધ ધરાવવું
  • આ દિવસે ઉત્તર ભારતીય પરીવારોમાં કેસરીયા ભાત બનાવવામાં આવે છે.
  • આ मंत्रों ऊं सरस्वत्यै नमः મંત્રનો જાપ કરવો
  • બાળકોના ભણતર માટે આ દિવસ ઉત્તમ છે.
જ્યાતિષ માન્યતા

જ્યાતિષ માન્યતા

વસંતપંચમીના દિવસે ગુરુ સાથે સંકળાયેલી રત્ન પુખરાજ અને ચંન્દ્ર થી સંબંધિત રત્ન મોતીની માળા ધારણ કરવાથી આ દિવશે ખુબજ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ વખતે વસંત પંચમીના દિવસે ગુરૂવાર હોવાથી બૃહસ્પતિના રત્નો ધારણ કરવા ખુબજ ઉત્તમ દિવસ માનવામાં આવે છે. પુખરાજ ધારણ કરવાથી જ્ઞાન, બુદ્ધિ, સંયમની પ્રાપ્તિ થાય છે. આ મોતી ધારણ કરવાથી માનસીક શાંતિ મળે છે અને આ બે ગ્રહોથી સંબંધીત દોષ મુક્તિ મળે છે. આ દિવસે સોનુ ખરીદવાથી અને ધારણ કરવાથી ઘરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ રહે છે. વસંતપંચમીના દિવસે એક શુભ સંયોગ બની રહ્યો છે. જેમા આ દિવસ ગુરૂવર તો છે સાથે સાથે ચંન્દ્રમાં પણ ગુરૂની રાશી પર રહેશે તેથી આ દિવસ ખુબજ શુભ માનવામાં આવે છે.

લગ્ન માટે શુભ મુહૂર્ત

વસંતપંચમીના દિવસે શુભ મુહર્ત હોય છે એટલે કે આ દિવસે કોઇ શુભ કાર્ય કરવા માટે પંચાગ જોવાની જરૂરત નથી હોતી તેથી આ દિવસે સૌથી વધારે લગ્નો થાય છે. નવી દુકાન, અથવા શુભકાર્ય કરવા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે.

કેવી રીતે થયો સરસ્વતીનો જન્મ

કેવી રીતે થયો સરસ્વતીનો જન્મ

હિન્દુ શાસ્ત્રો મુજબ એ માન્યતા છે કે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી આ દિવસે બ્રહ્માજીએ માનવ જાતની રચના કરી હતી પરંતુ શરૂઆતમાં વાણી અને સમજ શકિતનો અભાવ હતો. સમગ્ર સૃષ્ટિ શાંત હતી કોઇપણ જાતનો કોલાહલ ન હતો. ત્યારે બ્રહ્માજીએ તેમના કમલમંડલમાંથી જળ છાંટી એક ચર્તુભૂજ સ્ત્રિની રચના કરી જેન હાથમાં વીણા હતી. ત્યારે બ્રહ્માજીએ આ સંસારમાં સ્વર ઉત્પન્ન કરવાની જિમ્મેદારી તેમને સોંપી.જેવી તેમને વીણા તારને સ્પર્શ કર્યો કે સમગ્ર વિશ્વમાં અતિશય કંપન થયું અને તે સાથે જ માનવજાતિને વાણી અને સ્વરની પ્રાપ્તિ થઇ. ત્યારથી પૃથ્વીને અવાજ આપવા અને તેમાં રસ ભરવાને કારણે તેઓ સરસ્વતી કહેવાયા.

પંચાંગ ભેદ

પંચાગના કારણે કેટલીક જગ્યાએ 29 જાન્યુઆરીએ વસંતપંચમી મનાવવામાં આવશે. તેની પાછળનું તર્ક એ છે કે વસંત પંચમીની પૂજા મધ્ય-દિવસ દરમિયાન કરવામાં આવે છે. 29 અને 30 જાન્યુઆરી બંને વચ્ચે બપોરનો સમયગાળો આવી રહ્યો છે, પરંતુ સૂર્યોદય વ્યાપીની તિથિ માન્ય હોવાથી 30 મી જાન્યુઆરીએ સૂર્યોદય વ્યાપીની પંચમી તિથિ છે, તેથી ફક્ત 30 મી જાન્યુઆરીએ વસંત પંચમી પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X