For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sarva Pitru Amavasya 2021: ક્યારે છે સર્વપિતૃ અમાસ? જાણો તેનુ મહત્વ

20 સપ્ટેમ્બરથી શરૂ થયેલ પિતૃ પક્ષનુ સમાપન 6 ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 20 સપ્ટેમ્બરથી શરૂ થયેલ પિતૃ પક્ષનુ સમાપન 6 ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યુ છે. શ્રાદ્ધના છેલ્લા દિવસે સર્વપિતૃ અમાસ હોય છે. આ દિવસે જે લોકોને પોતાના પિતૃઓની તિથિ ખબર ન હોય એ લોકોનુ તર્પણ કરવામાં આવે છે. આ દિવસનુ ખૂબ જ મહત્વ છે અને આ દિવસો લોકો પોતાના પૂર્વજો માટે ખાસ પ્રકારની પૂજા કરે છે જેનાથી આ વર્ષ વિદાય થતા પહેલા તે બધાને આશીર્વાદ આપે.

shraddh

સર્વપિતૃ અમાસના દિવસે શું કરશો?

  • આ વખતે સર્વપિતૃ અમાસના દિવસે ગજછાયા યોગ બની રહ્યો છે કે જે 8 વર્ષો પછી અમાસના દિવસે બનશે માટે આ વખતે આ દિવસનુ મહત્વ ખૂબ જ વધી જાય છે.
  • સર્વપિતૃ અમાસના દિવસે ઘી, વસ્ત્ર અને તલનુ દાન કરવાથી વ્યક્તિના બધા કષ્ટો દૂર થઈ જાય છે.
  • સર્વપિતૃ અમાસના દિવસે બ્રાહ્મણો, ગરીબો, કન્યાઓને ભોજન કરવવાથી વ્યક્તિને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
  • શ્રાદ્ધનુ ભોજન ગાય, કૂતરા અને કાગડાને પણ કરાવવુ જોઈએ. તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહે છે અને આવકમાં બરકત આવે છે.
  • સર્વપિતૃ અમાસના દિવસે ગીતાનુ પાઠ કરવાથી શાંતિ મળે છે.
  • સર્વપિતૃ અમાસના દિવસે તુલસીના છોડમાં દીવો પ્રગટાવવાથી વ્યક્તિના ઘરમાં ખુશીઓ આવે છે.
  • સર્વપિતૃ અમાસના દિવસે એક લોટામાં દૂધ, પાણી, કાળા તલ, મધ અને જવ મિલાવીને પીપળાના વૃક્ષમાં અર્પણ કરવાથી વ્યક્તિને કામમાં સફળતા અને પ્રેમ મળે છે.

આજના દિવસે આ મંત્રોથી કરો પૂજા

ॐ कुलदेवतायै नम:-
ॐ कुलदैव्यै नम:-
ॐ नागदेवतायै नम:-
ॐ पितृ देवतायै नम:-
ॐ पितृ गणाय विद्महे जगतधारिणे धीमहि तन्नो पित्रो प्रचोदया

શું ન કરવુ

  • આજેના દિવસે કલેશ ન કરવો.
  • ઝઘડો ન કરવો.
  • કોઈની નિંદા ન કરવી.
  • માંસાહારી ભોજન ન કરવુ અને બનાવવુ પણ નહિ.
  • સંભોગ ન કરવો અને બ્રહ્મચર્યનુ પાલન કરવુ.
  • ઘરમાં પૂજા-પાઠ કરવા.
  • તુલસીની પૂજા કરવી અને દીપ પ્રગટાવવો.

પિતૃચાલીસા

હે પિતરેશ્વર આપકો દે દીયો આશીર્વાદ, ચરણાશીશ નવા દિયો રખદો સિર પર હાથ.
સબસે પહલે ગણપતે પાછે ઘરકા દેવ મનાવા જી.
હે પિતરેશ્વર દયા રાખિયો, કરિયો મન કી ચાયાજી.

ચોપાઈ

પિતરેશ્વર કરો માર્ગ ઉજાગર, ચરણ રજકી મુક્તિ સાગર.
પરમ ઉપકાર પિતરેશ્વર કીન્હા, મનુષ્ય યોણિમે જન્મ દીન્હા.
માતૃ-પિતૃ દેવ મન જો ભાવે, સોઈ અમિત જીવન ફલ પાવે.
જૈ-જૈ પિત્તર જી સાંઈ, પિતૃ ઋણ બિન મુક્તિ નાહિ.

English summary
Sarva Pitru Amavasya 2021 is on 6th October, Know its importance, Mantra and do-donts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X