શનિના અશુભ પ્રભાવથી બચવા શનિવારે આ વસ્તુઓની ખરીદી ટાળો....

Posted By:
Subscribe to Oneindia News

શનિદેવનું નામ સાંભળતા જ લોકો ડરવા લાગે છે. જો તમારી કુંડળીમાં શનિની ઢય્યા, સાડાસાતી કે કોઈ બીજી મહાદશા ચાલી રહી હોય તો આવા સમયે વ્યક્તિના જીવનમાં જે પણ ખરાબ થાય છે. તેને માટે એવું માની લે છે કે તે શનિના અશુભ પ્રભાવને કારણે થઈ રહ્યુ છે. તમારા આ ભ્રમને દૂર કરવા માટે શાસ્ત્રોમાં ભગવાન શનિને ન્યાયના દેવ કહેવામાં આવ્યા છે. જો શનિદેવ ઈચ્છે તો કોઈને પણ રંકથી રાજા બનાવી દે પણ તેમની અશુભ દ્રષ્ટિ કોઈના પર પડી જાય તો રાજાને રંક બનતા વાર લાગતી નથી. જો કે જ્યોતિષ અનુસાર ભગવાન શનિનો આ ન્યાય તમારા કર્મો પર આધાર રાખે છે.

આજે અમે તમને જણાવિશું કે મોટાભાગના લોકો આવા અશુભ પ્રભાવથી બચવા અને શનિ દેવને પ્રસન્ન કરવા માટે કેવા કેવા ઉપાયો કરે છે. આ અંગે અનેક માન્યતાઓ પ્રચલિત છે. જાણો
સામાન્ય રીતે આ અંગે લોકોનું શું માનવું છે.

astrology

માત્ર તેલ ચઢાવવાથી શનિ દેવ ખુશ થતા નથી

શનિદેવને ખુશ રાખવા માટે શાસ્ત્રોમાં અપાયેલી માન્યતાઓ પ્રમાણે દરેક શનિવારે ભગવાન શનિદેવના મંદિરે જઈ શનિદેવને સરસિયાનું તેલ ચઢાવી, કાળા તલ ચઢાવી, સરસિયા તેલનો
દિવો કરી શનિ દેવની પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. જો કે તમારી આ પૂજાનું પુરું ફળ મળે તે માટે કેટલીક બીજી વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

astrology

આવી જ કેટલીક મહત્વની વાતો છે કે જેનાથી ભગવાન શનિને ખુશ કરી શકાય છે. આમાં સૌથી મહત્વનું તથ્ય છે ખરીદી. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવિશું કે જેની ખરીદી શનીવારે કરવી નહિં. આવો જાણીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જે શનિવારે ખરીદવાથી બચવું જોઈએ.

લોખંડ: શનિવારના દિવસે લોખંડની ખરીદી કરવી નહિં.
મીઠું : શનિવારના દિવસે મીઠું ખરીદવાથી વ્યક્તિના જીવનમાં દરિદ્રતા આવે છે.
લાકડુ : લાકડુ ખરીદવા માટે ક્યારેય શનિવારની પસંદગી કરવી નહિં.
સરસિયાનું તેલ અથવા દાણા : શનિવારના દિવસે સરસવનું દાન કરવામાં આવે છે, પણ ક્યારેય સરસિયું કે તેના દાણા ખરીદવામાં આવતા નથી.
રિંગણ : રિંગણ ખરીદવું છે તો શનિવારના દિવસે ટાળવું.
કાળી અડદ : શનિ દેવતા પર કાળી અડદ ચઢાવવામાં આવે છે પરિણામે તેની ખરીદી પણ શનિવારે કરવી નહિં.
કાળા મરી : કાળા તલ કે કાળી મરી પણ શનિવારે ખરીદવા નહિં.
કાળા કપડા : ચંપલ કે કાળા કપડાની ખરીદી શનિવારે કરવી અશુભ ગણાય છે.
બદામ : બદામ કે નારિયેળ ખરીદવા માટે પણ શનિવારનો દિવસ યોગ્ય નથી.
ઈલેક્ટ્રોનિક સામાન : કોઈ પણ પ્રકારનો ઈલેકટ્રોનિક સામાન કે છત્રી પણ શનિવારના દિવસે ખરીદવી નહિ.

English summary
saturn is most effected planet who change direction life.Read here more.
Please Wait while comments are loading...