Shatabhisha Nakshatra : 15 માર્ચે શનિ કરશે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ, 6 રાશિને થશે લાભ
Shatabhisha Nakshatra : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિએ 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. તે જ સમયે, 15 માર્ચે રાહુ નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરવાનો છે. રાહુ અને શનિ વચ્ચે મિત્રતાની ભાવના છે. જાણો કોને મળશે ફાયદો.
Shatabhisha Nakshatra : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કર્મફળદાતા શનિ ગ્રહ રાશિ પરિવર્તન કરવાને કારણે દરેક રાશિના જાતકોના જીવન પર પ્રભાવ પડે છે. આવા સમયે શનિ ગ્રહ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે શનિ 15 માર્ચના રોદ શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરશે.

ઉલ્લેખનીય છે કે, રાહુ શતભિષા નક્ષત્રનો સ્વામી છે, પરંતુ આ નક્ષત્રમાં શનિ આવવાથી શુભ અસર થશે. જાણો જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિના શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કઈ રાશિઓને થશે ફાયદો.

શનિ ક્યારે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ 15 માર્ચની સવારે 11.40 કલાકે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. 17 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે.શનિના શતભિષા નક્ષત્રમાં આવવાથી આ રાશિને લાભ થશે.

મેષ પર શતભિષા નક્ષત્રની અસર
મેષ રાશિના જાતકો માટે શનિનું આ ગોચર ફાયદાકારક સાબિત થશે. મેષ રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સાથે જઆર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

મિથુન પર શતભિષા નક્ષત્રની અસર
મિથુન રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે. જોકે, કોઈપણકાર્યમાં સફળ થવા માટે થોડી વધુ મહેનતની જરૂર પડી શકે છે.

સિંહ પર શતભિષા નક્ષત્રની અસર
શતભિષા નક્ષત્રમાં શનિનું ગોચર સિંહ રાશિના જાતકોને લાભ કરાવનારું છે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે. વેપારમાં પણવધુ લાભ થશે. તેની સાથે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

તુલા પર શતભિષા નક્ષત્રની અસર
શતભિષા નક્ષત્રમાં શનિનો પ્રવેશ તુલા રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરીયાત લોકોને તેમની મહેનતનું ફળમળશે. આવી સ્થિતિમાં તમને પગાર વધારવાની સાથે પ્રમોશન પણ મળી શકે છે.

ધન પર શતભિષા નક્ષત્રની અસર
ધન રાશિના જાતકો માટે પણ શનિનું ગોચર ફાયદાકારક રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમને ઈચ્છિત નોકરી મળી શકે છે. કાર્યસ્થળપર તમારા કામની પ્રશંસા થઈ શકે છે. વેપાર કરતા લોકોને વધુ ફાયદો થશે

મકર પર શતભિષા નક્ષત્રની અસર
મકર રાશિના લોકોને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. રોકાણ ફાયદાકારક સાબિતથશે. આવકના નવા સ્ત્રોત ખુલશે.












Click it and Unblock the Notifications
