For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Saturn transit to Aquarius: શનિનુ મહારાશિ પરિવર્તન 29 એપ્રિલે, જાણો દરેક રાશિ પર અસર

શનિદેવ અઢી વર્ષ પછી પોતાની રાશિ મકરને છોડીને પોતાની જ બીજી રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જાણો દરેક રાશિ પર અસર.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કર્મફળ દાતા શનિદેવ અઢી વર્ષ પછી પોતાની રાશિ મકરને છોડીને પોતાની જ બીજી રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શનિનુ આ મહા રાશિ પરિવર્તન વૈશાખ કૃષ્ણ 14, વિક્રમ સંવત 2079 તારીખ 29 એપ્રિલ, 2022 પ્રાતઃ 7.52 મિનિટે થશે. શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવા સાથે જ ધન રાશિની સાડાસાતી સમાપ્ત થઈ જશે. આ સાથે મકર રાશિ પર સાડાસાતીની અંતિમ ઢૈયા, કુંભ રાશિ પર બીજી ઢૈયા અને મીન રાશિ પર સાડાસાતીની પ્રથમ ઢૈયા શરુ થઈ જશે. આ રીતે મિથુન અને તુલા રાશિ પર શનિની લઘુ કલ્યાણી ઢૈયા સમાપ્ત થશે અને કર્ક અને વૃશ્ચિક રાશિ પર લઘુ કલ્યાણી ઢૈયા પ્રારંભ થઈ જશે.

ત્રણ રાશિઓ પર સાડાસાતીનો પ્રભાવ

ત્રણ રાશિઓ પર સાડાસાતીનો પ્રભાવ

મીનઃ મીન રાશિના જાતકોના માથા પર શનિની સાડાસાતીની પ્રથમ ઢૈયાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ શુભપ્રદ નથી. નોકરી-કાર્યમાં અડચણ, પરદેશ ગમન, રાજકીય સંકટ, પતિ-પત્નીને પીડા, ધનનો અપવ્યય, ભાગ્ય મંદ, સંતાન કષ્ટ અને કુટુંબજનથી દૂર થવાનો યોગ બને છે.

કુંભઃ કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતીની બીજી ઢૈયાનો પ્રારંભ થઈ રહ્યો છે. હ્રદય પર શનિ ભ્રમણ કરવા પર શુભાશુભ ફળ મળશે. મિત્રોથી લાભ, કાર્યમાં વિલંબ થવા પર પણ સ્થાયી લાભ, નોકરી વ્યવસાયમાં ઉન્નતિ તેમજ પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જન્મનો શનિ નિર્બળ હોવાની સ્થિતિમાં આરોગ્યમાં ઘટાડો, મસ્તિષ્ક પીડા, જીવનસાથીને કષ્ટ, કાર્યોમાં અવરોધ, સ્વજથી વેર થશે.

મકરઃ મકર રાશિના જાતકોને શનિની સાડાસાતીની ત્રીજી અને અંતિમ ઢૈયા તામ્રપદના ચરણો પર પ્રારંભ થશે જે મધ્યમ શુભાશુભ હશે. જન્મતઃ શનિ બળવાન હોવા પર આવકમાં વૃદ્ધિ, સ્થાયી સંપત્તિમાં સુખ, કોર્ટમાં વિજય તેમજ યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જન્મ કુંડળીમાં શનિ નિર્બળ હોવા પર કુટંબજનનો વિયોગ, આર્થિક તંગી, સ્વયં તથા જીવનસાથીના આરોગ્યમાં ઘટાડો, કાર્યમાં નિષ્ફળતા, અપમાન થશે.

લઘુ કલ્યાણી ઢૈયાવાળા પર પ્રભાવ

લઘુ કલ્યાણી ઢૈયાવાળા પર પ્રભાવ

કર્કઃ કર્ક રાશિ પર શનિની લઘુ કલ્યાણી ઢૈયા અષ્ટમ સ્થાનમાં ચાંદીના પાયે પ્રારંભ થશે જેમાં શુભ ફળ તેમજ અશુભ ફળ વધુ મળશે. કોઈ પણ માર્ગથી ધન લાભ, કાર્યમાં ભાગદોડ, અત્યાધિક પરિશ્રમ કરવો પડશે. ભાગીદારથી નુકશાન, કાર્યમાં અડચણ, સંપત્તિ, સંતતિ, મિત્ર, પશુ તેમજ વાહનથી નુકશાન, રાજભય, અપમાન, જીવનસાથીથી પીડા થશે.

વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકોને લઘુ કલ્યાણી ઢૈયા ચતુર્થ સ્થાનમાં રજત પાદથી ભ્રમણ શુભાશુભ ફળ આપશે. જન્મ રાશિ બળવાન હોવા પર સ્થાવર સંપત્તિનો લાભ, કાર્યોમાં સફળતા, કોઈના મૃત્યુથી થતો લાભ મળશે. નોકરી કાર્યમાં ઉન્નતિ. જન્મકાલીન શનિ નિર્બળ હોવા પર યાત્રામાં કષ્ટ, સ્થાન પરિવર્તન, પ્રિયજનનો વિયોગ થશે.

અન્ય રાશિઓ પર પ્રભાવ

અન્ય રાશિઓ પર પ્રભાવ

મેષઃ ધન લાભ, પદ-પ્રતિષ્ઠામાં વધારો, વ્યવસાય-નોકરીમાં સફળતા, ભૂમિ, લોખંડ, પત્થર તેમજ સ્ત્રીવર્ગથી લાભ. નિરોગતા.

વૃષભઃ માતા-પિતા અસ્વસ્થ, કાર્યમાં પરિવર્તન, નુકશાન, ચલ-અચલ સંપત્તિ પ્રાપ્તિ, વિવાદ-મતભેદ, માનસિક પીડા.

મિથુનઃ શનિ બળવાન હોય તો સંતાન સુખ, તીર્થયાત્રા, સંત સમાગમ, દ્રવ્ય પ્રાપ્તિ, અટકેલુ ધન મળશે. શનિ નબળો હોય તો કષ્ટ, સંતાનની ચિંતા, અનિષ્ટ પ્રસંગ.

સિંહઃ નૈતિક માર્ગથી ધન લાભ, વેપારમાં લાભ, અચલ સંપત્તિની પ્રાપ્તિ, વિવાહ યોગ, શેરમાં લાભ, માનસિક સંતાપ, સંતાનને કષ્ટ.

કન્યાઃ શત્રુ નાશ, દાંપત્યમાં સુખ, આરોગ્યતા, દેવામાથી મુક્તિ, મિત્રોથી લાભ, વ્યવસાયમાં ઉન્નતિ, સંપદાની પ્રાપ્તિ.

તુલાઃ સંતાન તેમજ જીવનસાથીની ચિંતા, અનિષ્ટ પ્રસંગ, પરેદશવાસ, શેરમાં નુકશાન, આવક ઓછી ખર્ચ વધુ, સ્થાવર સંપત્તિમાં વિવાદ.

ધનઃ કાર્યમાં પ્રગતિ, દ્વવ્યલાભ, પદ પ્રતિષ્ઠામાં પરાક્રમમાં વૃદ્ધિ, શત્રુનાશ, ભાઈઓથી લાભ. કુટુંબજનોથી પીડા. કષ્ટકારક યાત્રા.

English summary
Saturn will move to Aquarius on April 29, 2022. Know the impact on all sun signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X