28 સપ્ટેમ્બરે ચૂડામણિ ચંદ્રગ્રહણ, શું કહે છે તમારી રાશિ?
સોમવારે એટલે કે 28 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે. તમને યાદ અપાવી દઇકે આ પહેલા 13 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ થયું હતું, જે ભારતમાં નહોતું દેખાયું એટલે તે અંગે વધુ ચર્ચા ન હોતી કરવામાં આવી. પરંતુ સોમવારે થનારૂં ચંદ્રગ્રહણ થોડા સમય માટે ભારતના કેટલાક ભાગમાં દેખાશે. એટલે કઇ રાશિ પર શું અસર થશે તે જાણવાની ઉત્સુક્તા દરેકને રહેશે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ 28 સપ્ટેમ્બરે સવારે 6 કલાકે અને 37 મિનિટે ગ્રહણ લાગશે, તેમજ 9 કલાકે અને 57 મિનિટે ગ્રહણ પૂર્ણ થઈ જશે. આ ગ્રહણ સોમવારના રોજ છે, એટલે તેને ચૂડામણિ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે
ત્યારે આવો જાણીએ કે આ ગ્રહણની તમારી રાશિ પર કેવી અને કેટલી અસર થશે.

મેષ
મેષ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ આર્થિક રીતે સારૂં નહીં રહે. ધન હાનિ થઇ શકે છે. સાવચેતી રાખવી હિતમાં છે.

વૃષભ
વૃષભ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ શુભ રહેશે. આ રાશિના લોકોને લાભ અને પ્રગતિની તક મળશે.

મિથુન
મિથુન રાશિના લોકો માટે આ ગ્રહણની અસર સારી નહીં રહે. આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ અને કષ્ટ થઇ શકે છે

કર્ક
આ રાશિના લોકોને સામાજિક ક્ષેત્રે, સંતાન તથા પરીવારની બાબતોમાં પરેશાની થઇ શકે છે.

સિંહ
સિંહ રાશિના લોકો માટે આ ગ્રહણ સામાન્ય રહેશે. શત્રુઓ અને વિરોધીઓથી સાવચેતી રાખવી.

કન્યા
કન્યા રાશિના લોકોને પરિવારની બાબતોમાં ખાસ ધ્યાન રાખવુ. આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.

તુલા
તુલા રાશિના લોકોને સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ ખર્ચ વધારનાર, તેમજ કાર્યમાં સફળતા માટે ઘણી મહેનત કરાવશે.

ધન
ધન રાશિના લોકો માટે ગ્રહણ શુભ રહેશે. અટકેલા કાર્યો પૂરા થશે અને નવા કામમાં સફળતા મળ

મકર
આ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ધન લાભ કરાવવાવાળુ રહેશે.

કુંભ
કુંભ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ખર્ચ વધારશે. યાત્રાનો યોગ બની રહ્યો છે.

મીન
મીન રાશિના લોકોને સજાગતા અને સતર્ક્તા રાખવાની સલાહ છે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવુ હિતાવહ છે.












Click it and Unblock the Notifications
