Shani Asta 2023: આજે શનિ થશે અસ્ત, જાણો શું થશે અસર?
શનિ આજે એટલે કે 30 જાન્યુઆરીના રોજ અસ્ત થઈ રહ્યો છે. આવો જાણીએ આની શું અસર થશે?
Shani Asta 2023: શનિ 30 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 5.56 કલાકે અસ્ત થઈ રહ્યો છે. શનિના અસ્ત થવાથી તે લોકો રાહત અનુભવશે જેમની રાશિ પર શનિની સાડાસાતી અને લઘુકલ્યાણી ઢૈયા ચાલી રહી છે. આ સમયગાળો 34 દિવસનો રહેશે. 5 માર્ચે સવારે 6.51 કલાકે શનિનો ફરીથી ઉદય થશે.

આ મહિને 17 જાન્યુઆરીએ શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ કારણથી મકર, કુંભ અને મીન રાશિના જાતકોને સાડાસાતી તેમજ કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની લઘુકલ્યાણી ઢૈયા ચાલી રહી છે. તેથી આ રાશિના લોકો માટે સમય ઘણી રીતે સંકટપૂર્ણ હતો. આ સાથે જે લોકોની કુંડળીમાં શનિ ખરાબ સ્થિતિમાં બેઠો હશે તેમણે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. પરંતુ હવે 34 દિવસનો સમય તમારા બધા માટે રાહત આપનારો રહેશે. આ દિવસોમાં શનિ તમને 34 દિવસમાં સુધરવાની તક આપી રહ્યા છે. જો તમે કોઈ ગેરરીતિમાં સામેલ હોય તો તેને તરત જ બંધ કરો.
શું થશે અસર?
શનિ અસ્તના 34 દિવસના સમયગાળા દરમિયાન શનિના કષ્ટોથી શાંતિ રહેશે. જે કામ અટક્યા છે તેમને ઝડપ મળશે. આર્થિક લાભ થશે. જમીન, વાહન, ખેતી, મકાન નિર્માણના કામોને વેગ મળશે. વળી, જે લોકોની કુંડળીમાં શનિ તેમના ભાગ્યનો કારક ગ્રહ છે તેમના માટે સમય શિથિલ રહેશે. તેમના શુભ કાર્યોમાં ઘટાડો થશે. નફો થશે પણ એટલો નહિ જેટલી અપેક્ષા હતી.
શનિ અસ્ત સમયે શું કરશો?
શનિ અસ્ત સમયે પણ હનુમાનજી અને શનિદેવની પૂજા કરો. આનાથી તમને બાદમાં પણ શનિની પીડામાંથી રાહત મળશે જ્યારે શનિનો ફરીથી ઉદય થશે. શનિદેવના દર્શન કરો. શનિ સાથે જોડાયેલી વસ્તુઓનુ દાન કરો. જરૂર પડે તો ગરીબ ભિખારીઓને જરુર હોય તો દવાઓ ઉપલબ્ધ કરાવો.












Click it and Unblock the Notifications
