Shani Uday 2023: 34 દિવસ પછી શનિ કુંભ રાશિમાં થયા ઉદય, જાણો શું થશે પ્રભાવ

શનિ આજે સવારે 6.51 કલાકે ફરી ઉદય થયા છે. આવી સ્થિતિમાં સાડાસાતી અને લઘુકલ્યાણી ઢૈયાવાળા જાતકોએ ફરીથી કેટલીક હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.

shani

Shani Uday 2023: છેલ્લા 34 દિવસથી અસ્ત થઈ રહેલા શનિ આજે સવારે 6.51 કલાકે ફરી ઉદય થયા છે. શનિ 30 જાન્યુઆરી 2023ના રોજ સાંજે 5.56 કલાકે અસ્ત થઈ ગયા હતા. શનિ અસ્ત થવાને કારણે તે લોકોને થોડી રાહત અનુભવાઈ હશે, જેમની રાશિ સાડાસાતી અને લઘુકલ્યાણી ઢૈયા ચાલી રહી છે. આ સમય 34 દિવસનો હતો. હવે ફરી શનિનો ઉદય થયો છે, તેથી આવી સ્થિતિમાં સાડાસાતી અને લઘુકલ્યાણી ઢૈયાવાળા જાતકોએ ફરીથી કેટલીક હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.

શનિએ 17 જાન્યુઆરી, 2023એ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. આના કારણે મકર, કુંભ અને મીન રાશિ પર સાડાસાતી તથા કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની લઘુકલ્યાણી ઢૈયા ચાલી રહી છે. આ રાશિના જાતકોએ સાવધાન રહેવુ પડશે. માનસિક પીડા થશે, વ્યર્થ ભાગદોડ થશે, વધુ પડતો ખર્ચ થશે. શારીરિક બિમારીઓ પણ તમને પરેશાન કરી શકે છે. શનિનો ઉદય અન્ય તમામ રાશિઓને અસર કરશે.

પીડાથી બચાવનો માર્ગ

શનિના ઉદય સાથે, માત્ર સાડાસાતીના લોકોએ જ નહિ પરંતુ અન્ય તમામ રાશિઓના જાતકોએ પણ નિયમિતપણે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાન ચાલીસા, હનુમાન બહુષ્ટકનો પાઠ કરો. શનિ ચાલીસા, શનિ વજ્રપિંજર સ્તોત્રનો પાઠ કરો. શનિવારે કાળા તલ, કાળો અડદ, લોખંડ, કાળુ કપડુ, તલનુ તેલ અર્પણ કરો. શનિ મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને ઈમરતી અને મીઠાવાળા ચોખા ખવડાવો. ગરીબ દર્દીઓ માટે દવાની વ્યવસ્થા કરો.

ખરાબ કામ કરવાથી બચો

ગ્રહોમાં શનિને ન્યાયાધીશનુ સ્થાન મળ્યુ છે. શનિ ઉદય સમયે તમામ લોકોએ સારા કાર્યોનુ પાલન કરવુ જોઈએ. શિષ્ટાચારનુ પાલન કરો. ખોટા કામો કરવાથી બચો. ચોરી, અપરાધ, અન્ય સ્ત્રીઓ, અન્ય પુરુષોગમનથી બચો. કોઈપણ જીવને નુકસાન ન કરો. ગરીબ, માંદા, લાચારને મદદ કરો. કાળા કૂતરા, કાળા ઘોડા, પ્રાણીઓને શક્ય તેટલી મદદ કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X