સિંહ પ્રેમ રાશિફળ 2022(Leo Love Horoscope): મળશે ભરપૂર પ્રેમ

સિંહ રાશિના જાતકોને પ્રેમ, સંબંધો અને દાંપત્ય જીવન માટે વર્ષ 2022 ખૂબ સારુ વીતવાનુ છે. જાણો સિંહ પ્રેમ રાશિફળ 2022.

નવી દિલ્લીઃ સિંહ રાશિના જાતકોને પ્રેમ, સંબંધો અને દાંપત્ય જીવન માટે વર્ષ 2022 ખૂબ સારુ વીતવાનુ છે. વર્ષના પ્રારંભમાં શુભ ગ્રહોની દ્રષ્ટિ અને યુતિઓથી પાર્ટનરનો ભરપૂર પ્રેમ મળશે અને તમે એક સુખદ જીવનનો આનંદ લઈ શકશો. ફેબ્રુઆરી-માર્ચના સમયમાં સંબંધોને સમય આપવો. આના માટે તમારે પોતાના અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે તાલમેળ કરવો પડશે. પોતાના પાર્ટનરની જરુરિયાતોને સમજવાની જરુર છે. સંબંધોમાં મજબૂતી ઈચ્છતા હોય તો પાર્ટનરને સ્વતંત્ર રહેવા દો.

leo

રોક-ટોક કે કારણ વિના શંકા સંબંધમાં અંતર પેદા કરી શકે છે. એપ્રિલ મહિનાના મધ્ય બાદથી ગુરુનુ ગોચર તમારા અષ્ટમ ભાવમાં થવાથી પ્રેમમાં જૂની મુશ્કેલીઓ દૂર થશે. સંબંધોમાં સુધારો આવશે અને પરસ્પર પ્રેમ વધશે. આ સમયગાળામાં નવો પ્રેમ પણ મળી શકે છે. જે લોકો વૈવાહિક સૂત્રમાં બંધાવા માંગે છે તેમના માટે પણ આ સમય શુભ રહેશે.

જુલાઈથી સપ્ટેમ્બરની મધ્યમાં જો તમે પોતાના ગુસ્સાવાળા અને અહંકાર ભરેલા સ્વભાવને છોડ્યો નહિ તો સંબંધ તૂટવાની અણી સુધી પહોંચી જશે. સપ્ટેમ્બરની મધ્ય બાદથી વર્ષના અંત સુદી સંબંધને ફરીથી મજબૂતી આપવાનો સમય રહેશે. જૂના વિવાદોને ઉકેલીને, પરસ્પર મતભેદો ભૂલાવીને સંબંધમાં નવી ઉર્જાથી પ્રવેશ કરવો. આ મહિનામાં પ્રેમી-પ્રેમિકા પોતાના સંબંધને લગ્નમાં બાંધી શકે છે. જેમને પ્રેમ નથી મળ્યો તેમને પણ મળી શકે છે.

ઉપાયઃ 7 કેરેટનુ ગાર્નેટ ચાંદીની વીંટીમાં અનામિકા આંગળીમાં પહેરવુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X