Surya Grahan 2022: ભારતમાં વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ 30 એપ્રિલે, જાણો કેટલા વાગે દેખાશે?

30 એપ્રિલના રોજ વર્ષ 2022નુ પહેલુ સૂર્યગ્રહણ થશે. જાણો ક્યાં અને કેટલા વાગે દેખાશે?

નવી દિલ્લીઃ 30 એપ્રિલના રોજ વર્ષ 2022નુ પહેલુ સૂર્યગ્રહણ થશે. વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ 30 એપ્રિલના રોજ મધ્ય રાત્રિએ 12 વાગીને 15 મિનિટે શરુ થશે અને સવારે 4 વાગીને 7 મિનિટ સુધી રહેશે. આ આંશિક સૂર્યગ્રહણ હશે. ભારતમાં ધાર્મિક દ્રષ્ટિએ ગ્રહણને શુભ માનવામાં આવતુ નથી. જો ભારતમાં કોઈ ગ્રહણ દેખાય તો તેનો સૂતક કાળ માન્ય હોય છે અને જો ના દેખાય તો સૂતક કાળ માનવામાં આવતો નથી.

ક્યાં દેખાશે સૂર્યગ્રહણ

ક્યાં દેખાશે સૂર્યગ્રહણ

વર્ષનુ આ પહેલુ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના દક્ષિણ પશ્ચિમ ભાગ, પ્રશાંત મહાસાગર, એટલાંટિક અને એટાર્કટિકામાં જોવા મળશે. ભારતમાં આ સૂર્યગ્રહણ જોવા નહિ મળે માટે આનો સૂતક કાળ પ્રભાવી માનવામાં આવશે નહિ.

વર્ષનુ બીજુ અને અંતિમ સૂર્યગ્રહણ

વર્ષનુ બીજુ અને અંતિમ સૂર્યગ્રહણ

વર્ષનુ બીજુ અને અંતિમ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર, 2022ના રોજ લાગશે. મંગળવાર 25 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ સાંજે 4 વાગીને 29 મિનિટથી લઈને 5 વાગીને 42 મિનિટ સુધી રહેશે. આ સૂર્ય ગ્રહણ યુરોપ, આફ્રિકા, આફ્રિકા મહાદ્વીપના ઉત્તર-પૂર્વ ભાગ, એશિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગ અને એટલાંટિકમાં જ દેખાશે. ભારતમાં અમુક જગ્યાએ આ સૂર્યગ્રહણ જોવા મળશે જેના કારણે અહીં સૂતક કાળ પણ પ્રભાવી રહેશે.

ક્યારે થાય છે સૂર્યગ્રહણ

ક્યારે થાય છે સૂર્યગ્રહણ

જ્યારે ચંદ્ર સૂર્યને ઢાંકી દે છે ત્યારે સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચી શકતા નથી તેને સૂર્યગ્રહણ કહેવાય છે. જ્યારે ચંદ્ર સૂર્યને આંશિક રીતે ઢાંકે ત્યારે સૂર્યના કિરણો ધરતી સુધી ઓછી માત્રામાં આવે છે જેને આંશિક સૂર્યગ્રહણ કહેવાય છે. વળી, ચંદ્ર સૂર્યના મધ્ય ભાગને ઢાંકે છે. આ સ્થિતિમાં સૂર્ય એક વીંટી જેવો દેખાય છે ત્યારે આ સ્થિતિને વલયાકાર સૂર્યગ્રહણ કહેવાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X