For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surya Grahan 2022: સૂર્યગ્રહણમાં કેમ બંધ હોય છે મંદિરોના કપાટ, ગ્રહણકાળમાં કેમ ભોજન ના લઈ શકાય?

સૂર્યગ્રહણ દરમિયાન મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. જાણો કારણ.

By Desk
|
Google Oneindia Gujarati News

આજે દિવાળીના બીજા દિવસે સૂર્યગ્રહણ લાગ્યુ છે. ગ્રહણ દરમિયાન કોઈ ધાર્મિક વિધિઓ કરી શકાતી નથી માટે સૂર્યગ્રહણ દરમિયાન મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. તિરુપતિ મંદિર, કાશી વિશ્વનાથ ધામ, સંકટમોચન મંદિર, બદ્રીનાથ અને કેદારનાથના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ તમામ મંદિરો 12 કલાક માટે બંધ છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ આ મંદિરોની સફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ જ દરવાજા ખોલવામાં આવશે.

badrinath

શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યુ છે કે ગ્રહણ કાળ પહેલા સૂતક લાગી જાય છે અને સૂતક કાળમાં ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરવુ સારુ નથી માનવામાં આવતુ. તેથી મંદિરોના દરવાજા બંધ કરવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ભલે મૂર્તિ પૂજા કરવામાં આવતી નથી પરંતુ ગ્રહણ દરમિયાન દરેકને મનથી ભગવાનનુ સ્મરણ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આમ કરવાથી વ્યક્તિની અંદર નકારાત્મક વિચારો આવતા નથી અને વ્યક્તિનો આત્મવિશ્વાસ જળવાઈ રહે છે.

સૂર્યગ્રહણ દરમિયાન નીકળતી ઉર્જા ઘણીવાર લોકો પર નકારાત્મક અસર કરે છે. તેથી લોકોને ગ્રહણના સમયગાળા દરમિયાન ઘરની બહાર જવાથી પણ અટકાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આજે ગ્રહણનો મધ્યક સાંજે 05:02 પર રહેશે અને મોક્ષકાળ સાંજે 05:22 સુધી છે, જ્યારે ગ્રહણનો સમયગાળો સાંજે 4:40 થી 5:24 સુધી રહેશે.

ગ્રહણના સમયગાળા દરમિયાન લોકોને ભોજન લેવાથી પણ અટકાવવામાં આવે છે કારણ કે એવુ માનવામાં આવે છે કે ગ્રહણના સમયગાળામાં વ્યક્તિ જેટલુ વધારે ભોજન લે તેટલુ તેને પાછળથી ભોગવવુ પડે છે અને તેને નરકમાં સ્થાન મળે છે એટલુ જ નહિ તેના કારણે વ્યક્તિને પેટના રોગો થવાનો પણ ડર રહે છે. તેથી જ્યોતિષીઓ લોકોને ખોરાક લેવાનુ બંધ કરવાનુ કહે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સૂર્યગ્રહણ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ કિરણો બહાર આવે છે. જે ખોરાકમાં ઝેરી તત્વો ઉત્પન્ન કરે છે. તેથી ગ્રહણના સમયગાળા દરમિયાન ખોરાક ન ખાવો તે વધુ સારુ છે. લોકો ભોજનમાં તુલસીના પાન રાખે છે, તુલસીમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ગ્રહણના સમયગાળા દરમિયાન ખોરાકની અંદર બેક્ટેરિયાને વધતા અટકાવે છે. જે સ્વાસ્થ્ય માટે સારુ છે. આમ ધાર્મિક કારણો સિવાય ગ્રહણના સમયગાળા દરમિયાન ખોરાક ન ખાવો એ પણ યોગ્ય છે.

English summary
Solar eclipse: Badrinath-Kedarnath Dham and many Temples are closed today. Know the reason here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X