Christmas 2017: ક્રિસમસ અને સાંતા ક્લોઝ વચ્ચે શું છે સંબંધ?
'ક્રિસમસ' આવી રહ્યુ છે, લોકોના ઘરમાં આ તહેવારની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઈસાઈ માત્ર જ નહિં પણ હવે તમામ ધર્મ અને સમુદાયના લોકો આ તહેવારને ધુમધામથી ઉજવે છે.
'ક્રિસમસ' આવી રહ્યુ છે, લોકોના ઘરમાં આ તહેવારની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઈસાઈ માત્ર જ નહિં પણ હવે તમામ ધર્મ અને સમુદાયના લોકો આ તહેવારને ધુમધામથી ઉજવે છે. તેઓ ઘરને ક્રિસમસ ટ્રીથી સજાવે છે, લાઈટો, લેમ્પ લગાવે છે. સાથે જ નવા કપડા, ચોકલેટ, મિઠાઈઓ અને ગિફ્ટોનું આદાન પ્રદાન કરે છે. આ તહેવારની સૌથી વધુ ઈતેંજારી બાળકોને હોય છે. તેઓ આતુરતાથી ક્રિસમસ આવવાની રાહ જોતા હોય છે. કારણ કે આ દિવસે તેમને 'સાંતા ક્લોઝ' પાસેથી તેમના મન પસંદ રમકડા અને ગિફ્ટ મળે છે. પણ શું સાચે જ 'સાંતા ક્લોઝ' નામની કોઈ વ્યક્તિ હોય છે. જે બાળકોને આ ગિફ્ટ પહોંચાડવાનું કામ કરે છે? આખરે ઈશુ અને સાંતા ક્લોઝ વચ્ચે શું સંબંધ છે? ચાલો જાણીએ તે પાછળની વાસ્તવિકતા...

'સાંતા ક્લોઝ'
તમને જાણીને નવાઈ થશે કે, સાંતા ક્લોઝનો ક્રિસમસ સાથે કોઈ સંબંધ નથી. એવા પ્રમાણો મળે છે કે આશરે ચોથી સદીમાં તુર્કિસ્તાનના મીરા નામના શહેરના બિશપ સંત નિકોલસે સાંતા ક્લોઝનું ચલણ શરૂ થયું હતું. તે ગરીબ અને અનાથ બાળકોને ગિફ્ટ આપ્તા હતા.

ભગવાન તરફથી મોકલાયેલ દૂત
કેટલાક લોકો કહે છે કે સાંતા ક્લોઝ ભગવાન તરફથી મોકલેલો દૂત છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે સાંતા ક્લોઝ ઈશુના પિતા છે અને પરિણામે તે પોતાના દિકરાના જન્મદિવસે બાળકોને ગિફ્ટ આપે છે.

'બિગ ડે' એટલે
ક્રિસમસને લોકો 'બિગ ડે' પણ કહે છે. અનેક પુસ્તકોમાં લખેલું છે કે, 25 ડિસેમ્બરને રોમના લોકો ઉત્સવના રૂપે ઉજવે છે, આ દિવસે તેઓ એકબીજાને અનેક ગિફ્ટ આપે છે. ધીમે ધીમે આ ઉત્સવે એટલું મોટુ રૂપ લઈ લીધુ કે તેને તમામ દેશ અને જાતિના લોકોએ ઉજવવાનું શરૂ કરી દીધું. આ કારણથી તેને 'બિગ ડે' કહે છે.

પવિત્ર દિવસ
જ્યારે બીજી એક કથા પ્રમાણે વર્ષો પહેલા આ દિવસ ભારતમાં મકરસંક્રાંતિના રૂપે મનાવવામાં આવતો હતો, જે ઘણો પવિત્ર હતો. જેથી પણ આ દિવસને 'બિગ ડે' નું નામ મળી ગયું.

મૈરી ક્રિસમસ
ભલે કારણ કોઈ પણ હોય, ક્રિસમસનો તહેવાર ખુશીઓ, ઉત્સાહ અને પ્રેમનું પ્રતિક છે, માત્ર ઈસાઈ ધર્મના લોકો માટે જ નહિં પણ દરેક ધર્મ અને સમુદાય માટે આ પર્વ એક આગવું મહત્વ ધરાવે છે. પરિણામે તમે જોરદાર રીતે આ તહેવારનું સ્વાગત કરો અને મારા તરફથી તમામ લોકો મેરી ક્રિસમસ.












Click it and Unblock the Notifications
