Must Read: સામાન્ય લાગતા આ ઉપાયો છે ઘણા ઉપયોગી

Must Read: સામાન્ય લાગતા આ ઉપાયો છે ઘણા ઉપયોગી

જીવનમાં ઘણીવાર એવી સ્થિતિ આવી જાય છે કે આપણને કોઈ ઉપાય નથી સૂજતો. મુશ્કેલી નાની હોય કે મોટી તેના કારણે આપણે માનસિક રીતે તુટી જઈએ છીએ. આવી અનેક સમસ્યાઓના ઉકેલ લાલ કિતાબમાં કહેવાયા છે. આમ તો આ ઉપાયો નાના અને સામાન્ય લાગે છે, પરંતુ ઘણા કામના છે. કોઈ પણ સમસ્યા હોય તેને અજમાવવા જોઈએ. સમસ્યા ન હોય તો રાશિ પ્રમાણે આ ઉપાય કરવાથી મુશ્કેલીઓ નથી આવતી.

ચાલો જાણીએ રાશિ પ્રમાણેના ઉપાય

હંમેશા લાલ રંગનો રૂમાલ સાથે રાખો

હંમેશા લાલ રંગનો રૂમાલ સાથે રાખો

મેષ

  • લાલ રંગનો રુમાલ હંમેશા સાથે રાખો
  • સૂર્યાસ્ત બાદ દર મંગળવારે બાળકોને ગોળ-ધાણા વહેંચો
  • ગળી વસ્તુઓનો ધંધો ન કરો
  • ફોઈ, બહેન, પુત્રીને ગિફ્ટ આપો
  • ગાયને જાડી રોટલી ખવડાવો
  • હાથીદાંતની વસ્તુ ઘરમાં ન રાખો
  • ડાબા હાથમાં ચાંદીનું ઘરેણું પહેરો.

વૃષભ

  • દરરોજ સવાર સાંજ દેશી ઘીનો દીવો કરો
  • ફાટેલા કે વધુ જૂના કપડા ન પહેરો
  • જમણા હાથમાં ચાંદીનું ઘરેણું પહેરો
  • ચાંદીનો ટુકદો લીમડાના વૃક્ષના મૂળમાં દાટી દો
  • કપડા પર અત્તર, પરફ્યુમ નિયમિત લગાવો
  • જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નવા જૂતા ન ખરીદો
  • ઘરમાં મની પ્લાન્ટ લગાવો.

મિથુન

  • કોઈએ પકડેલી જીવતી માછલી નદીમાં છોડો
  • ઘરમાં પશુ-પક્ષી ન પાળો
  • લીલા રંગના કપડા ન પહેરો, ઘરમાં લીલો રંગ ન કરાવો
  • માટીના વાસણમાં દૂધ ભરીને અવાવરુ જગ્યાએ દાટી દો
  • શિવને ચોખા અને દૂધ ચડાવો
ચાંદીના ગ્લાસથી દૂધ પીવો

ચાંદીના ગ્લાસથી દૂધ પીવો

કર્ક

  • રોજ ચાંદીના ગ્લાસમાં દૂધ પીવો
  • રોજ સ્નાન બાદ દુર્ગા ચાલીસાનું પઠન કરો
  • ઘરમાં સસલું ન પાળો
  • પિતૃના નામે ચકલીઓને દાણા નાખો
  • ઘરના પાયામાં ચાંદીની ઈંટ લગાવો

સિંહ

  • શિવને અખરોટ અને નારિયેળ ચડાવો
  • ખાખી દોરામાં તાંબાનો સિક્કો બાંધી પહેરો
  • શિંગડા વગરની ગાયને ચારો ખવડાવો
  • કોઈનું ખરાબ ન કરો, સત્ય ઉચ્ચારો
  • લાલ વાંદારને ઘઉં ગોળ ખવડાવો

કન્યા

  • રાતે સૂતા સમયે કાળો નિકર પહેરો
  • લીલા રંગનો રુમાલ સાથે રાખો
  • તુલસી અને મની પ્લાન્ટનો છોડ વાવો
  • ઢાંકણા સહિત માટીનો ઘડો નદીમાં પધરાવો
  • પૂજાનું સ્થાન ન બદલો

તુલા

  • જઉં અને પીળા સરસિયાનું દુર્ગા મંદિરમાં દાન કરો
  • સમયાંતરે દહીં, માખણ અને બટાકાનું ગરીબોને દાન કરો
  • ગાયને રોજ રોટલી ખવડાવો
  • ગૌ મૂત્ર પીવાનું રાખો
  • ઘરની કોઈ સ્ત્રીને ઉઘાડા પગે ન ચાલવા દો.
પીપળાનું વૃક્ષ ના કાપો

પીપળાનું વૃક્ષ ના કાપો

વૃશ્ચિક

  • કોઈ પાસેથી મફતમાં ન ખરીદી કરો
  • પીપળાનું વૃક્ષ ન કાપો
  • મંગળવારે ઉપવાસ કરો
  • તંદૂરની રોટી ગરીબોને ખવડાવો

ધન

  • ઘરે આવેલા ભિખારીને કંઈક તો આપો જ
  • પીળો રૂમાલ હંમાશા સાથે રાખો
  • ચાંદીના વાસણમાં હળદર લગાવીને તિજોરીમાં મૂકો
  • રોજ પીપળાના વૃક્ષને પાણી ચડાવો
  • ખોટી સાબિતી ન આપો

મકર

  • વાંદરાની સેવા કરો તેમને ગોળ ચણા ખવડાવો
  • દૂધમાં ખાંડ નાખીને વડના ઝાડને આપો
  • ઘરમાં ક્યાંય અંધારુ ન રાખો
  • વાંસળીમાં ખાંડ ભરીને અવાવરુ જગ્યાએ દાટી દો
  • હંમેશા પૂર્વ મુખી મકાનમાં રહેવાનો પ્રયત્ન કરો

કુંભ

  • ચાંદીનો ચોરસ ટુકડો ગળામાં પહેરો
  • રોટલી પર સરસિયુ લગાવી ગાયને ખવડાવો
  • ભૈરવ મંદિરમાં દારૂ ચડાવો
  • કેસર કે હળદરનો ચાંલ્લો કરો
  • તેલ અને દારૂનું દાન કરો

મીન

  • મરઘાને ચણ આપો
  • પીપળાના વૃક્ષની નિયમિત પૂજા કરો
  • દુર્ગા સપ્તશતીનો દર મંગળવારે પાઠ કરો
  • મંદિરમાં કપડાનું દાન કરો
  • દર ગુરુવારે ગરીબોને ભોજન કરાવો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X