દાંપત્ય જીવનમાં થઈ રહ્યા હોય ચર્ચા અને ઝઘડા તો સુખ-શાંતિ માટે શુક્ર ગ્રહને આ સરળ ઉપાયોથી કરો મજબૂત

આવો જાણીએ 7 એવા ઉપાય જેના દ્વારા પોતાના નબળા શુક્રને મજબૂત બનાવી શકીએ છીએ.

નવી દિલ્લીઃ આપણા ગ્રહો અને નક્ષત્રોમાં થતા ફેરફારની અસર આપણી રાશિઓ પર પડે છે જેની સાથે આપણુ જીવન જોડાયેલુ છે. આના પ્રભાવથી આપણે સુખ અને દુઃખની પ્રાપ્તિ થતી રહે છે. માન્યતા મુજબ જ્યારે કોઈ પણ ગ્રહ કોઈ રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેનો નકારાત્મક પ્રભાવ એ રાશિના જાતકો પર દેખાવા લાગે છે.

venus remedies

વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહના મજબૂત હોવાને સકારાત્મક માનવામાં આવે છે. આનાથી આર્થિક સમૃદ્ધિ અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. વળી, કુંડળીમાં શુક્ર ગ્રહના નબળા થવા પર દાંપત્ય જીવન, વેપાર, નોકરી વગેરેમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવો, જાણીએ 7 એવા ઉપાય જેના દ્વારા પોતાના નબળા શુક્રને મજબૂત બનાવી શકીએ છીએ.

1. શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે રોજ સવારે "ॐ शुं शुक्राय नम:"નો જાપ કરો. આ ખૂબ જ અસરકારક મંત્ર માનવામાં આવે છે. આ મંત્રનો જાપ 108 વાર કરવો.

2. શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે દાન-દક્ષિણા પણ એક કારગર ઉપાય છે. શુક્રવારે કપડા, ચોખા અને સાકરનુ દાન જરુર કરવુ. દાનના પુણ્યથી શુક્ર ગ્રહની નકારાત્મકતા દૂર થશે.

3. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીનુ વ્રત રાખવુ જોઈએ. આ સાથે જ તેમને ખીરનો ભોગ ધરાવવો જોઈએ.

4. ઘાટો રંગ આમ પણ નકારાત્મક ઉર્જાના સંકેત હોય છે. માટે શુક્ર ગ્રહના રાશિમાં ઉપસ્થિત રહેવા સુધી ઘાટા વાદળી અને કાળા રંગના વસ્ત્રો પહેરવાનુ ટાળવુ જોઈએ.

5. રોજ સવારે રસોઈમાં કામ કરતા પહેલા દક્ષિણ-પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવવો. આ દિશામાં ઘીનો દીવો પ્રગટાવવાથી શુક્ર ગ્રહની નબળાઈ દૂર થશે.

6. આ સાથે જ શુક્રવારના દિવસે ગુલાબી કે સફેદ વસ્ત્રો પહેરવા.

7. રોજ જમતા પહેલા પહેલી રોટલી ગાયના નામની અને છેલ્લી રોટલી કૂતરાના નામની કાઢીને અલગ રાખવી અને તેમને જઈને ખવડાવવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X