17 ઓગસ્ટે સૂર્ય જશે સિંહ રાશિમાં, જાણો તમારું રાશિ ફળ
સૂર્ય આત્મા છે, સૂર્ય જીવન છે અને સૂર્ય જ વૈભવ છે. 17 ઓગસ્ટે બપોરે 12:23 સૂર્ય મિત્ર રાશિ કર્કથી નીકળીને પોતાની રાશિ સિંહમાં પરિભ્રમણ કરશે. સૂર્ય રાજા છે અને રાજા પોતાના ઘરમાં આવીને વધુ તાકતવાળો થઇ જાય છે.
ત્યારે સૂર્યનું આ ભ્રમણ દેશના રાજાનું માન-સન્માન વધારશે પણ દેશની આર્થિક સ્થિતિમાં કેટલાક ઉતાર ચઢાવ પણ લાવશે. ત્યારે અમારા જ્યોતિષ પંડિત અનુક કે શુક્લે સૂર્યના આ પ્રભાવને જોઇને રાશિ ફળ તૈયાર કર્યું છે.
ત્યારે સૂર્યનું આ ભમ્રણ અન્ય રાશિઓ પર કેવા પ્રભાવ પાડશે અને કંઇ રાશિને કેવા ફાયદો પહોંચાડી શકે અને કંઇ રાશિને કેવી રીતનું નુક્શાન પહોંચાડી શકે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

મેષ
સૂર્ય સ્વરાશિમાં આવીને પંચમ ભાવમાં ગોચર કરશે. જેથી તમારી માનસિક ઉર્જામાં વધારો થશે. તમારા સકારાત્મક વિચારોમાં વધારો થશે. વિદ્યાર્થીઓને આ એક સારો સમય છે. નાણાંકીય સ્થિતી પણ સારી રહેશે.

વૃષક
ચતુર્થ ભાવમાં સૂર્ય કેટલાક લોકોને વાહનની ખરીદી કરાવશે. માતાનું સ્વાસ્થય પ્રતિ વિચારવાનું રહેશે. હદય રોગીઓ તેમના ખાન-પાનમાં વિશેષ ધ્યાન રાખવું પડશે નહીં તો રોગમાં વધારો થશે.

મિથુન
તૃતીય ભાવમાં સૂર્ય કેટલાક લોકોની મનોકામનાઓ પૂર્ણ કરશે. આત્મ-વિશ્વાસમાં વધારો થશે. કાર્ય કરવાની ક્ષમતા વધશે. ઘરમાં સુખદ વાતાવરણ બનશે. આર્થિક સ્થિતી મજબૂત બનશે.

કર્ક
વાણી પર તમારે નિયંત્રણ રાખવું પડશે. ખર્ચો વધશે અને બજેટ પણ બગડી શકે છે. નવી યોજનાઓમાં સંયમ અને ધૈર્યથી કામ કરવું પડશે.

સિંહ
લગ્નનો સૂર્ય કેટલાક લોકોના જીવનમાં તનાવ ઉત્પન્ન કરી શકે છે. સામાજીક કાર્યમાં કરેલો શ્રમ બેકાર નહીં જાય. ધાર્મિક કાર્યો કરશો તો મનને શાંતિ મળશે. પણ પોતાના નિયમોમાં બાંધછોડ ના કરતા.

કન્યા
સૂર્યનું આ ભ્રમણ તમારા માટે એટલું લાભકારી નથી. રોગ અને ખર્ચો બન્નેમાં વધારો થઇ શકે છે. માનસિક તનાવ પણ રહી શકે છે. પરદેશમાં રહેતા લોકોને કષ્ઠ વેઠવો પડશે.

તુલા
નવા સ્ત્રોતનો સંચાર થશે. મિત્રો સાથે સારો સમય વ્યતિત થશે. સારા કામ માટે પુરસ્કાર મળવાની પણ શક્યતા છે. પોતાની રાય બીજા પર ના થોપતા.

વૃશ્ચિક
પદ, પ્રતિષ્ઠામાં વધારો થશે. પિતાનો સહયોગ મળશે. ઘર-ગૃહસ્થીમાં સમજ બનાવીને ચાલજો. નાણાંના દુરઉપયોગથી બચજો.

ધનુર
તમારા કાર્યો અને યોજનામાં પ્રગતિ થશે. ધાર્મિક કાર્યમાં ધનનો ખર્ચ થશે. પિતાની સાથે સારા સંબંધો બનાવવા જેથી લાભ થાય. વિદેશ જાવાની ઇચ્છુક લોકોને વીઝા અને પાસપોર્ટ સરળતાથી મળશે.

મકર
અષ્ટમ ભાવમાં સૂર્ય તમને લમસમ ફળ આપશે. સાસરા પક્ષથી લાભ મળશે. તો કેટલાક લોકોના ગુપ્ત રહસ્યો ઉજાગર થવાની પણ શક્યતા રહેશે. પેટના રોગીઓએ ખાવા પીવામાં ધ્યાન રાખવું.

કુંભ
સપ્તમ ભાવમાં સૂર્ય વૈવાહિક જીવન માટે સારો નથી. એક બીજા પર શંકા આશંકા કરવાથી સંબંધોમાં દૂરી વધશે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું.

મીન
છઠ્ઠા ભાગમાં સૂર્ય વિરોધીઓને પરાસ્ત કરશે. મામા પક્ષથી સહયોગ મળશે. નોકરીયાત વર્ગેની મહેનત ફળશએ. નિર્ણયોમાં તીવ્રતા લાવવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
