સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર તેનો પ્રભાવ
14 માર્ચ સવારે 11:16 મિનિટ પર સૂર્ય કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રસ્થાન કરવાનું શરૂ કરશે. સૂર્યનું આ પ્રસ્થાન મીન સંક્રાન્તિવાર 3, નક્ષત્ર 4 અને 45 મુહૂર્તી છે. જેનાથી નીચે મુજબ ફેરફાર અને પ્રભાવ જોવા મળે તેવું જ્યોતિષ પંડિત અનુજ. કે. શુક્લનું કહેવું છે.
1. શેર બજારમાં જોરદારની મંદી આવવાની આશંકા.
2. ત્રણ દિવસની મંદી પછી ભાવ પડવાનું ઓછું થશે.
3. માર્ચના ત્રીજા અઠવાડિયામાં ભાવ પડવાના બિલકુલ રોકાઇ જશે.
4. તેલના ભાવ વધશે પણ ધઉં, જવ, ચણા, ખાંડ અને ગોળના ભાવ નીચે પડશે.
5. આ મહિનાના મધ્યથી સોના-ચાંદીના ભાવ નબળા પડશે.

મેષ
સૂર્યનું આ ભ્રમણ મેષ રાશિના જાતકોનો ખર્ચો વધારશે અને રોગ પણ. વધુ પડતું રાતના જાગવાથી માનસિક તનાવ વધશે. પરદેશમાં રહેતા લોકોને કષ્ટ વેઠવા પડશે.

વૃષભ
તમે મિત્રો સાથે મનોરંજનના પળો વીતાવશો. તમને તમારા સારા કાર્યો માટે પુરસ્કાર પણ મળી શકે છે. પોતાના વિચાર બીજા પર થોપવાનો પ્રયાસ ન કરો.

મિથુન
દશમ ભાવનો સૂર્ય કેટલાક લોકોની પદ, પ્રતિષ્ઠામાં વધારો કરાવશે. પિતાનો સહયોગ મળવાથી તમારા કાર્ય સરળ થશે. ઘર-ગૃહસ્થીને સૂચારું રૂપથી ચલાવાની જરૂર પડશે. નાણાં આવશે પણ તેના દુરઉપયોગથી બચજો.

કર્ક
ધાર્મિક કાર્યમાં નાણાંનો ખર્ચો થશે. પિતા સાથે સારા સંબંધ બનાવવાથી લાભ થશે. વિદેશ જવા ઇચ્છુક લોકોને વીઝા અને પાસપોર્ટ સરળતાથી મળી રહેશે.

સિંહ
અષ્ટમ ભાવનો સૂર્ય તમને ઠીક ઠાક ફળ આપશે. કેટલાક લોકોને સાસરી પક્ષથી પણ લાભ થશે. તો કેટલાક લોકોના ગુપ્ત રહસ્ય પણ ઉજાગર થશે. પેટના રોગ અને ખાન પાન પર ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે.

કન્યા
સપ્તમ ભાવનો સૂર્ય વૈવાહિક જીવન માટે શુભ નથી. ખાલી ખોટી એક બીજા પર શંકા કુશંકા કરવાથી સંબંધોમાં દૂરી આવશે. વાહન ધ્યાનથી ચલાવવું. અકસ્માતનો ભય રહેલો છે.

તુલા
છઠ્ઠા ભાવનો સૂર્ય વિરોધીયોને પરાસ્ત કરશે. વળી મામા પક્ષથી પણ સહયોગ મળશે. નોકરી શોધતા યુવકો માટે સારો સમય. મહેનત કરવાનું ના છોડતા. નિર્ણયોમાં તીવ્રતા લાવજો.

વૃશ્ચિક
સૂર્ય પંચમ ભાવમાં ગોચર કરવાથી તમારી માનસિક ઉર્જામાં વધારો થશે. તમારા સકારાત્મક વિચારોમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત ઉપયોગી સાબિત થશે. ઘનની સ્થિતિ સારી થશે.

ધનુર
કેટલાક લોકોને વહાન ખરીદવાનો યોગ થશે. માતાના સ્વાસ્થ પ્રત્યે ખાસ ધ્યાન રાખજો. હદય રોગના દર્દીઓ ખાન પાનનું ધ્યાન રાખે. નહીં તો રોગમાં વધારો થઇ શકે છે.

મકર
તૃતીયા ભાવમાં સૂર્ય કેટલાક લોકોની મનોકામના પૂર્ણ કરશે. આત્મ વિશ્વાસમાં વધારો થશે. ઘરમાં સુખી વાતાવરણ ઉભું થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

કુંભ
તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. ખર્ચો વધવાથી આર્થિક બજેટ બગડશે. નવી યોજનાઓ પ્રત્યે સંયમ અને ધૈર્ય રાખવાની જરૂર પડશે.

મીન
લગ્નનો સૂર્ય કેટલાક લોકોના વૈવાહિક જીવનમાં તનાવ લાવશે. સામાજીક કાર્યોમાં કરેલો શ્રમ બેકાર જશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી મનને શાંતિ મળશે. પોતાના સિદ્ધાંતો સાથે કોઇ બાંધછોડ ના કરતા.












Click it and Unblock the Notifications
