• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

14 એપ્રિલે સૂર્ય કરશે મેષ સંક્રાન્તિમાં પ્રવેશ, જાણો તમારું રાશિફળ

|
Google Oneindia Gujarati News

સૂર્ય આત્મા છે અને સૂર્ય જ જીવન છે, વળી સૂર્યથી જ પ્રતિષ્ઠા છે. 14 એપ્રિલે બપોરે 1:43સે સૂર્ય મીન રાશિથી નીકળીને પોતાની ઉચ્ચ રાશિ મેષમાં ગોચર કરવાનું પ્રારંભ કરશે. સૂર્ય મેષ રાશિમાં ગોચક કરવાથી જ ખરમાસ સમાપ્ત થશે અને સારા દિવસો આવવાની શરૂઆત થશે. સાથે જ વિવાહ જેવા માંગલિક કાર્યોનો પણ પ્રારંભ 15 એપ્રિલથી કરવામાં આવશે.

ત્યારે સૂર્યના મીન રાશિના ગોચર થવાથી તમારી રાશિઓ અને જે તે રાશિઓના જાતકો પર તેનો કેવો પ્રભાવ પડશે તે અમે આજે જણાવાના છીએ. અમારા જ્યોતિષ પંડિત અનુજ કે શુક્લ સૂર્યના આ ભ્રમણને આધાર બનાવીને રાશિફળ નીકાળ્યું છે. તો સૂર્યનું આ ભ્રમણ તમને જીવન, વેપાર અને કારકિર્દીમાં ફાયદો પહોંચાડશે કે નુક્શાન તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મેષ

મેષ

પ્રથમ ભાવમાં સૂર્યના ગોચર થવાથી તમારી શારિરીક ઊર્જામાં વધારો થશે. રોકાયેલા કામ સંપન્ન થશે. જીવન સાથી સાથે ચાલી રહેલા તનાવ ઓછા થશે. ગર્મીના પ્રકાપથી બચજો નહીં તો બિમાર થઇ શકો છો.

વૃષભ

વૃષભ

સૂર્ય તમારા દ્વિતીય ભાવમાં ભ્રમણ કરશે એટલે પરિવાર સંબંધ કેટલાક કામોમાં મુશ્કેલી આવી શકે છે. કેટલાક લોકોને મનપસંદ ભોજન ખાવા મળશે. સાસરી પક્ષ સાથે વિવાદ વકરશે. બાળકોના સ્વાસ્થયને લઇને સચેત રહેવું.

મિથુન

મિથુન

તૃતીય ભાવમાં સૂર્યનું ગોચર તમારા પરાક્રમ અને સહાસમાં વધારો કરશે. લેખન સાથે જોડાયેલા લોકોને નવા અવસર મળશે. નાના ભાઇ સાથે તનાવ થઇ શકે છે. ભાગ્ય પક્ષમાં વુદ્ધિ થવાથી રોકાયેલા કાર્યો ઝડપથી આગળ વધશે.

કર્ક

કર્ક

ચતુર્થ ભાવમાં સૂર્ય ભ્રમણ કરવાથી વાહન સુખની પ્રાપ્તિ થશે. ઘરથી દૂર યાત્રા કરવાનો મોકો મળશે. ઘર પરિવારમાં સુખી વાતાવરણ રહેશે. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું નહીં તો બિમાર થઇ જવાશે.

સિંહ

સિંહ

સૂર્ય પંચમ ભાવમાં ગોચર કરશે. તમારી માનસિક ઉર્જામાં વધારો થશે. સકારાત્મક વિચારો વધશે. નવા રસ્તા મળશે. વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સમય છે આ. ઘનની સ્થિતિ પણ સારી રહેશે. વ્યર્થમાં ભોગદોડ વધશે.

કન્યા

કન્યા

છઠ્ઠા ભાવનો સૂર્ય વિરોધીઓને પરાસ્ત કરશે અને મોસાળનો સાથ મળશે. નોકરીયાત લોકો માટે અનુકૂળ સમય. મહેનત કરવાથી પાછા ના પડતા. નિર્ણયોમાં તીવ્રતા બતાવજો.

તુલા

તુલા

સપ્તમ ભાવનો સૂર્ય વૈવાહિક જીવન માટે શુભ નથી. શંકા અને સંબંધો બગડવાના ચાન્સ છે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું.

વૃશ્ચિક

વૃશ્ચિક

અષ્ટમ ભાવમાં સૂર્ય તમને મીક્સ પ્રતિસાદ આપશે. કેટલાક લોકોને સાસરી પક્ષથી લાભ મળશે. કેટલાકના ગુપ્ત રહસ્ય પણ ઉજાગર થશે. પેટના રોગીઓએ ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂરિયાત.

ધનુર

ધનુર

નવમા ભાવનો સૂર્ય યોજનાઓમાં પ્રગતિ કરાવશે. ધાર્મિક કાર્યોમાં ધનનો ખર્ચ થશે. પિતાની સાથે સારા સંબંધ બનાવવાથી લાભ મળશે. વિદેશ જવા ઇચ્છતા લોકોના વીઝા પાસપોર્ટ જલ્દી બને તેવી શક્યતા.

મકર

મકર

દશમ ભાવનો સુર્ય તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરાવશે. પિતાનો સાથ મળવાથી કામ સરળ થશે. ઘર-ગૃહસ્થમાં સંયમ બનાવી રાખશો તો ફાયદામાં રહેશો. ઘન આવશે પણ તેનો દુરઉપયોગ કરતા બચજો.

કુંભ

કુંભ

એકાદશ ભાવનો સૂર્ય નવા સ્ત્રોત ખોલશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. કેટલાક લોકોને તેમના સારા કામ માટે પુરસ્કાર મળી શકે છે. પોતાના વિચાર બીજા પર થોપવાનું રહેવા દેજો.

મીન

મીન

દ્દાદશ ભાવમો સૂર્ય સુખદ અહેસાસ નહીં કરાવે. ક્યાંક ખર્ચો તો ક્યાંક રોગમાં વુદ્ધિ થશે. રાત્રે લાંબા સમય સુધી ના જાગતા, માનસિક તનાવ ઉત્પન્ન થઇ શકે છે. પરદેશમાં રહેતા લોકોને કષ્ટ પડી શકે છે.

English summary
Sun will move into its exalted sign, Aries on April 14, 2015. Aries and Sun, both belong to fire element. As a result, there will be an increase in the temperature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X