For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surya Gochar 2022 : આ રાશિના જાતકો થઇ જાય સાવધાન, સુર્ય ગોચરથી વધશે મુશ્કેલી

Surya Gochar 2022 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયગાળામાં રાશિ પરિવર્તન કરે છે. આવા સમયે 16 નવેમ્બરના રોજ ગ્રહોના રાજા ગણાતા સુર્ય તુલા રાશિમાંથી નિકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

|
Google Oneindia Gujarati News

Surya Gochar 2022 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયગાળામાં રાશિ પરિવર્તન કરે છે. આવા સમયે 16 નવેમ્બરના રોજ ગ્રહોના રાજા ગણાતા સુર્ય તુલા રાશિમાંથી નિકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આજે સાંજે 8 કલાક અને 58 મીનિટે સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે.

ઉલ્લેખનીય છે કે, સુર્ય આજે મંગળની રાશિમાં વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. આ દરમિયાન ઘણી રાશિના જાતકોને લાભ થશે, તો ઘણી રાશિઓને તેના અશુભ પરિણામો મળશે. આવા સમયે આ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે.

મીન રાશિના જાતક પર સુર્ય ગોચરની અસર

મીન રાશિના જાતક પર સુર્ય ગોચરની અસર

જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે, સુર્યના રાશિચક્રના પરિવર્તનથી મીન રાશિના લોકો કોઈ નવી જગ્યાએ પ્રવાસ કરી શકે છે. એટલું જ નહીં, તમેતમારા પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો.

આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. જો તમે મોબાઈલ વગેરે પર વધુ સમય વિતાવશો તો તમારે આંખની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

પ્રેમ સંબંધોમાં નવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ હૃદય રોગથી પીડાતા લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે.

ધન રાશિના જાતક પર સુર્ય ગોચરની અસર

ધન રાશિના જાતક પર સુર્ય ગોચરની અસર

ધન રાશિનો શાસક ગ્રહ ગુરુ છે. આવી સ્થિતિમાં ધન રાશિમાં સૂર્યના ગોચરથી કેટલાક શુભ પરિણામો મળી શકે છે, પરંતુ આ સમય દરમિયાન પ્રેમ સંબંધોમાં અવરોધો આવી શકે છે.

બીજી તરફ જો તમે પ્રેમ સંબંધ દરમિયાન લગ્ન વગેરે બાબતોને આગળ વધારવા માંગતા હોવ, તો આવી સ્થિતિમાં થોડો વિચાર કરવા સમય માંગી લેવો હિતાવહ છે.

મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા લોકોને વતનની મુસાફરી કરવાનો મોકો મળી શકે છે. બોસને ખુશ કરવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય અંગે લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે.

મિથુન રાશિના જાતક પર સુર્ય ગોચરની અસર

મિથુન રાશિના જાતક પર સુર્ય ગોચરની અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સુર્યનું ગોચર મિથુન રાશિના જાતકો માટે અનેક પડકારો લઈને આવી રહ્યું છે. આવી સ્થિતિમાં મિથુન રાશિના જાતકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.

આ સાથે સુર્ય ગોચર મિથુન રાશિના છઠ્ઠા ભાવમાં થવાનું છે. કુંડળીનું આ ઘર રોગ, શત્રુ વગેરેનું ઘર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારા દુશ્મનો સક્રિય થઈ શકે છે. ઓફિસમાં સાવધાની રાખો.

આવા સમયે માતૃત્વ સાથેના સંબંધને મધુર રાખવાનો પ્રયાસ કરો. આ સમય દરમિયાન બિનજરૂરી બાબતોમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. આ સમય ધીરજ સાથે વિતાવી સંયમ જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે.

મેષ રાશિના જાતક પર સુર્ય ગોચરની અસર

મેષ રાશિના જાતક પર સુર્ય ગોચરની અસર

આજે સાંજે સુર્ય પોતાની રાશિ બદલીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મેષ રાશિના જાતકોની ગોચર કુંડળીમાં આઠમા ભાવમાં આ સુર્ય ગોચર થવા જઈ રહ્યું છે.

આ ઘરને અચાનક અકસ્માતો અને ઘટનાઓનું કારણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વાહનનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી રાખવાની જરૂરી છે.

બીજી તરફ જો તમે નવો કોર્સ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય સાનુકૂળ છે. આ સાથે બીન જરૂરી વિવાદોથી દૂર રહો, નહીંતર તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે તેમ છે.

English summary
Surya Gochar 2022 : People of this zodiac sign should be careful, problems will increase due to Sun Transit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X