Surya Gochar 2023 : ફેબ્રુઆરીમાં ગ્રહોના રાજા સૂર્ય કરશે ગોચર, જાણો તમામ રાશિ પર શું થશે અસર

Surya Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ મહિનામાં ગ્રહોનો રાજા સૂર્ય મકર રાશિથી કુંભ રાશિમાં ગોચર કરશે. જેની અસર તમામ 12 રાશિઓ પર થશે. આ અહેવાલમાં તેના વિશે જાણીશું.

Surya Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવ દ્વારા કરવામાં આવતા રાશિ પરિવર્તનને અતિ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય કોઇ રાશિમાં પ્રવેશ કરે છે, તો તે સમય દરમિયાન અનધિ ભાવના ફળમાં જોરદાર વૃદ્ધિ જોવા મળે છે.

Surya Gochar 2023

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોનો રાજા સૂર્ય 13 ફેબ્રુઆરીના રોજ પોતાની રાશિ બદલીને મકર રાશિથી કુંભ રાશિમાં ગોચર કરશે. બીજી તરફ, આના થોડા દિવસો પહેલા 7 ફેબ્રુઆરીના રોજ બુધ પોતાની રાશિ બદલીને મકર રાશિમાં પહોંચી ગયો હશે અને ત્યારબાદ 15 ફેબ્રુઆરીના રોજ શુક્રની રાશિ બદલાશે. ગ્રહોની ગતિમાં આ ફેરફારો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓને અસર કરશે.

મેષ રાશિ પર સૂર્ય ગોચરની અસર

મેષ રાશિ પર સૂર્ય ગોચરની અસર

ફેબ્રુઆરીમાં વાહન અને જમીનના સોદાથી મોટો ફાયદો થશે. આ સાથે જ આ બમ્પર ધનલાભની સાથે મેષ રાશિના લોકોનું માન સન્માનપણ વધશે. તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે. જો તમે કોઈ કામમાં સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારું કાર્ય પૂર્ણથશે.

વૃષભ રાશિ પર સૂર્ય ગોચરની અસર

વૃષભ રાશિ પર સૂર્ય ગોચરની અસર

વૃષભ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો શુભ રહેશે. તમને સારા સમાચાર મળવાની સંભાવના છે. આ સમય દરમિયાન આવકમાં વધારોશક્ય છે. શેરબજારમાં રોકાણ કરનારાઓને ફાયદો થશે.

મિથુન રાશિ પર સૂર્ય ગોચરની અસર

મિથુન રાશિ પર સૂર્ય ગોચરની અસર

મિથુન રાશિના લોકો માટે આ મહિનો મુશ્કેલ બની શકે છે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થશે. જે કારણે સાવધાની સાથેકામ કરવાની સલાહ આપવામાં આવે છે. સખત મહેનત પછી જ તમને પરિણામ મળશે, જેથી મહેનત કરવામાં પાછી પાની ન કરવી.

કર્ક રાશિ પર સૂર્ય ગોચરની અસર

કર્ક રાશિ પર સૂર્ય ગોચરની અસર

કર્ક રાશિના લોકો માટે આ મહિનો પૈસાની દ્રષ્ટિએ સારો રહેશે. મિત્રોના સહયોગથી વેપારમાં વૃદ્ધિ થશે.

સિંહ રાશિ પર સૂર્ય ગોચરની અસર

સિંહ રાશિ પર સૂર્ય ગોચરની અસર

સિંહ રાશિના જાતકોને 14 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ઘરેલું સમસ્યાઓથી રાહત મળશે. આ સાથે રોકાયેલા પૈસા પાછા મળવાના ચાન્સ શરૂથશે. આ સમય દરમિયાન સામાન્ય ધન લાભ થશે.

કન્યા રાશિ પર સૂર્ય ગોચરની અસર

કન્યા રાશિ પર સૂર્ય ગોચરની અસર

કન્યા રાશિના લોકો માટે આર્થિક પ્રગતિ થશે. નોકરીમાં સહકર્મીઓ અને અધિકારીઓનો સહયોગ મળશે. પત્નીના સ્વાસ્થ્યને લઈને ચિંતારહેશે.

તુલા રાશિ પર સૂર્ય ગોચરની અસર

તુલા રાશિ પર સૂર્ય ગોચરની અસર

તુલા રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો પરેશાનીભર્યો રહેશે. મહેનત કર્યા બાદ પણ તમને સફળતા નહીં મળે.

વૃશ્ચિક રાશિ પર સૂર્ય ગોચરની અસર

વૃશ્ચિક રાશિ પર સૂર્ય ગોચરની અસર

વૃશ્ચિક રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. આ મહિનામાં તમારા જીવનમાં ખુશીઓ આવશે. આ સમય દરમિયાનબગડેલા કામ પૂરા થશે. આ સાથે જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે છે. જે ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુમજબૂત થશે.

ધન રાશિ પર સૂર્ય ગોચરની અસર

ધન રાશિ પર સૂર્ય ગોચરની અસર

ધન રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનામાં ગ્રહોની સ્થિતિ ખૂબ જ શુભ રહેવાની છે. આર્થિક મોરચે તમને આ મહિનામાં જબરદસ્ત લાભમળશે. શેર બજાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે.

મકર રાશિ પર સૂર્ય ગોચરની અસર

મકર રાશિ પર સૂર્ય ગોચરની અસર

સૂર્ય અને અન્ય ગ્રહોના પરિવર્તનને કારણે માનસિક પરેશાની રહેશે. સંતાનની ચિંતા વધી શકે છે. આ સમય દરમિયાન સાવચેત રહો.

કુંભ રાશિ પર સૂર્ય ગોચરની અસર

કુંભ રાશિ પર સૂર્ય ગોચરની અસર

કુંભ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. કરિયરમાં અપાર સફળતા મળવાના ચાન્સ છે. ઓફિસમાં નવી જવાબદારીમળી શકે છે. આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થશે, જ્યારે વેપારી વર્ગને મજબૂત લાભ મળશે.

મીન રાશિ પર સૂર્ય ગોચરની અસર

મીન રાશિ પર સૂર્ય ગોચરની અસર

મીન રાશિના લોકો માટે આ મહિનો આર્થિક પ્રગતિ લાવશે. લોકો તમારા કામથી ખુશ થઈને તમારા વખાણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X