Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Surya Grahan 2020: 14 ડિસેમ્બરે લાગશે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ

Surya Grahan 2020: 14 ડિસેમ્બરે લાગશે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ

Surya Grahan 2020: આ વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બર 2020ના રોજ એટલે કે સોમવારે લાગવા જઈ રહ્યું છે. ભારતીય જ્યોતિષમાં આને ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ પણ કહેવાય છે. આ પાંચ કલાકથી વધુનું ગ્રહણ હશે જે ભારતીય સમયાનુસાર 14 ડિસેમ્બરે સાંજે 7.03 વાગ્યેથી પ્રારંભ થશે અને રાત્રે 12.23 વાગ્યે સમાપ્ત થશે. પરંતુ આ વખતે આ ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે કેમ કે જે સમયે ગ્રહણ લાગી રહ્યું છે તે સમય દેશમાં રાત હશે. આ કારણે આ ગ્રહણ ભારતમાં પ્રભાવી નથી માટે તેનો સૂતક પણ દેશમાં નહિ લાગે.

જાણો ક્યાં- ક્યાં જોવા મળશે સૂર્ય ગ્રહણ

જાણો ક્યાં- ક્યાં જોવા મળશે સૂર્ય ગ્રહણ

આ સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારો, મેક્સિકો, સાઉદી અરબ, કતાર, સુમાત્રા, મલેશિયા, ઓમાન, સિંગાપુર, નોર્થન મરિના આઈલેંડ અને શ્રીલંકામાં જોવા મળી શકે છે.

આને ખંડગ્રાસ કેમ કહેવાય છે?

જ્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની મધ્યમાં આવે છે, ત્યારે આ પૃથ્વી પર આવતા સૂર્યના પ્રકાશને રોકે છે અને સૂર્યમાં પોતાનો પછડાયો બને છે. આ ખગોળીય ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવાય છે.

જ્યોતિષમાં ગ્રહણને સારું કેમ નથી માનવામાં આવતું

જ્યોતિષમાં ગ્રહણને સારું કેમ નથી માનવામાં આવતું

સૂર્ય ગ્રહણ એક ખગોળિય ઘટના છે પરંતુ ભારતીય જ્યોતિષમા ગ્રહણને શુભ માનવામાં નથી આવતું, ભારતમાં ગ્રહણ નહિ દેખાય તેને કારણે આ ગ્રહણને ખંડગ્રાસ કહેવાય રહ્યું છે. સૂતક ના લાગતો હોવાના કારણે આ વખતે મંદિરના કપાટ પણ બંધ નહિ થાય પરંતુ રાશિઓ પર તેનો પ્રભાવ જરૂર પડશે, જેને કારણે કેટલીક ચીજોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે, ખાસ કરીને વૃશ્ચિક રાશિ વાળાઓએ કેમ કે આ વખતે સૂર્યનું ગ્રહણ વૃશ્ચિક રાશિમાં લાગવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમ્યાન પાંચ ગ્રહ એક સાથે હશે.

14 ડિસેમ્બરે અમાસ હોવાથી આ કામ કરો

14 ડિસેમ્બરે અમાસ હોવાથી આ કામ કરો

જણાવી દઈએ કે 14 ડિસેમ્બરે અમાસ છે, ગ્રહણ પ્રકૃતિનો એક અદ્ભુત ચમત્કાર છે, આમ તો આ ઘટના હંમેશા અમાસના રોજ જ થાય છે. આ કારણે તેનું ધાર્મિક મહત્વ વધી જાય છે કેમ કે અમાસના દિવસે દાન- પુણ્ય કરવાથી માણસના બધા જ કષ્ટ સમાપ્ત થઈ જાય છે.

દાન કરવાની પ્રથા

દાન કરવાની પ્રથા

ગ્રહણ કાળ દરમ્યાન પણ પાપો અને કષ્ટોથી મુક્તિ મેળવવા માટે દાન કરવાની પ્રથા ભલે ગ્રહણ ભારતમાં ના લાગી રહી હોય પરંતુ તેની અસર લોકોના જીવન અને રાશિઓ પર પડશે આ કારણે આ દિવસોમાં લોકોને દાન પુણ્ય કરવા કહેવામાં આવી રહ્યું છે.

વર્ષ 2021માં બે સૂર્ય ગ્રહણ

આગામી વર્ષે 2021માં બે સૂર્ય ગ્રહણ પડશે, પહેલું ગ્રહણ 10 જૂને તો બીજું સૂર્ય ગ્રહણ 10 ડિસેમ્બર 2021ના રોજ લાગશે. આ ગ્રહણ ઉત્તરી અમેરિકાના ઉત્તરી ભાગ, યુરોપ અને એશિયામાં આંશિક, જ્યારે ઉત્તરી કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં પૂર્ણ રૂપે જોવા મળશે, જ્યારે ઈન્ડિયામાં આ ગ્રહણ આંશિક રૂપે જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X