સુષ્મિતા સેને 2 દીકરીઓ બાદ દત્તક લીધો દીકરો, Videoમાં ત્રણ બાળકો સાથે જોવા મળી ખૂબ જ ખુશ!

સુષ્મિતા સેને એક દીકરો દત્તક લીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ સુષ્મિતા સેનના વીડિયોથી આ ચર્ચા શરુ થઈ રહી છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેને એક દીકરો દત્તક લીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ સુષ્મિતા સેનના વીડિયોથી આ ચર્ચા શરુ થઈ રહી છે. સુષ્મિતા સેને પહેલેથી બે દીકરીઓની મા છે. સુષ્મિતા સેને ઘણા વર્ષો પહેલા બે દીકરીઓને દત્તક લીધી હતી. એવુ લાગે છે કે ફરીથી સુષ્મિતા સેને પોતાના ઘર અને દિલમાં એક દીકરા માટે જગ્યા બનાવી લીધી છે. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં સુષ્મિતા સેન અને તેમની બે દીકરીઓ સાથે ત્રીજો બાળક પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સુષ્મિતા સેનની દીકરી અલીસા અને રેને સાથે એક મહિલા સાથે ત્રીજો બાળક પણ જોવા મળી રહ્યો છે.

ત્રીજુ બાળક દત્તક લેવાની ચર્ચા તેજ

ત્રીજુ બાળક દત્તક લેવાની ચર્ચા તેજ

જો કે સુષ્મિતા સેને હજુ સુધી ત્રીજા બાળક વિશે કોઈ અધિકૃત માહિતી આપી નથી પરંતુ આ સમાચારની ચર્ચા મીડિયામાં તેજ થઈ ગઈ છે કે આ બાળક સુષ્મિતા સેનનો દીકરો છે. આ વીડિયોમાં સુષ્મિતા સેન પોતાની બંને દીકરીઓ અલીસા અને રેને સાથે દીકરા માટે પણ ફોટામાં પોઝ આપતી જોવા મળી રહી છે.

સુષ્મિતા સેને પહેલેથી જ દત્તક લીધેલી છે બે દીકરીઓ

સુષ્મિતા સેને પહેલેથી જ દત્તક લીધેલી છે બે દીકરીઓ

સહુ કોઈ જાણે છે કે સુષ્મિતા સેને હજુ સુધી લગ્ન કર્યા નથી. પોતાના દમ પર સુષ્મિતા સેન પહેલેથી જ બે દીકરીઓનુ પાલનપોષણ કરી રહી છે. સુષ્મિતા સેનને આના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપર વુમન કહેવામાં આવે છે. આ વાયરલ વીડિયોમાં સુષ્મિતા સેન પાપારાઝી પાસે પોતાના દીકરાને મેળવી રહી છે. સુષ્મિતા સેન કહે છે કે માય ગૉડ સમ આલસો કમ.

સુષ્મિતા સેનની બે દીકરીઓ

સુષ્મિતા સેનની બે દીકરીઓ

પીળા ટીશર્ટ અને બ્લુ જીન્સ અને રેડ માસ્કમાં આ બાળક કેમેરા તરફ નવાઈથી જોઈ રહ્યુ છે. શક્ય છે કે સુષ્મિતા સેન થોડા દિવસમાં પોતાના દીકરા વિશે કોઈ ઘોષણા કરી શકે છે અને અફવાઓ પર વિરામ લગાવી શકે છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને 25 વર્ષની ઉંમરમાં દીકરીને દત્તક લીધી હતી.

સુષ્મિતા સેનને બાળકો સાથે પ્રેમ

સુષ્મિતા સેનને બાળકો સાથે પ્રેમ

સુષ્મિતા સેને રેનેને વર્ષ 2000માં દત્તક લીધી. ત્યારબાદ વર્ષ 2010માં બીજી દીકરી અલીસાને દત્તક લીધી. સુષ્મિતા સેને એ પણ જણાવ્યુ કે તેમની બંને દીકરીઓને એ વાતની જાણકારી છે કે તેમને દત્તક લેવામાં આવી છે પરંતુ તેમના મનમાં ક્યારેય એ વાત નથી આવી કે સુષ્મિતા તેમની અસલી મા નથી. સુષ્મિતા સેને જણાવ્યુ હતુ કે તેમણે પોતાની બંને દીકરીઓને કહ્યુ હતુ કે બાયોલૉજિકલબોરિંગ છે. તુ ખાસ છે, દિલથી પેદા થઈ છે. નીચેનો વીડિયો યોગેન શાહે શેર કર્યો છે...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X