Swapna Shastra : જો ઊંચાઇ પરથી પડવાનું સપનું આવો, તો થઇ જાવ સાવધાન
Swapna Shastra : સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, સપનામાં દેખાવાવાળી વસ્તુઓ કે ઘટનાઓ આપણા ભવિષ્ય અંગે સંકેત આપે છે. જેનાથી આપણે ભવિષ્યમાં થનારા લાભ અને નુકસાન વિશે જાણી શકીએ છીએ.
ઘણા લોકોને ઊંચાઇથી નીચે પટકાવવું, છત પરથી નીચે પડવું કે લપસી પડવાના સપના આવે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, આવા સપના આવવા એ શુભ હોય છે કે અશુભ?

આવું સ્વપ્ન શુભ નથી - સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, ઊંચાઈ પરથી પડવાનું સ્વપ્ન શુભ માનવામાં આવતું નથી. જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાની જાતને ઊંચાઈથી પડતા જોવે છે, તો તેનો અર્થ એ છે કે, વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તમારે નજીકના ભવિષ્યમાં કોઈ મોટી આફતનો સામનો કરવો પડી શકે છે.
સપનામાં છત પરથી પડવાનો અર્થ - સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાને છત પરથી પડતો જુએ છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે, ભવિષ્યમાં વ્યક્તિને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉદાહરણ તરીકે, પગની ઘૂંટીઓમાં સાંધામાં દુખાવો અથવા અગવડતા હોય શકે છે. એટલા માટે આવા સ્વપ્નને પણ શુભ માનવામાં આવતું નથી.
જો તમને આ સપનું આવે તો થઇ જાવ સાવધાન - સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાને લપસતા અને પડતાં જુએ છે તો આ સ્વપ્ન શુભ માનવામાં આવતું નથી. આનો અર્થ એ થઈ શકે છે કે, નજીકના ભવિષ્યમાં તમે જાણતા હોય તેવા અથવા કોઈ સંબંધી દ્વારા તમારી સાથે દગો થઇ શકે છે. તેથી સતર્ક રહેવાની જરૂર છે.
જો સ્વપ્નમાં હાથી દેખાય - સ્વપ્નમાં હાથી જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રકાર મા લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે. હાથીઓને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આવા સમયે તમારા સપનામાં હાથીઓનું ટોળું જોવાનો અર્થ એ છે કે, તમારી સંપત્તિમાં વધારો થવાનો છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
