Lunar Eclipse 2022: 16 મેએ થશે વર્ષનુ પહેલુ ચંદ્રગ્રહણ, ચાંદનો રંગ હશે 'ખૂની લાલ', જાણો શું ન કરવુ જોઈએ
વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ 16 મેના રોજ એટલે કે સોમવારે થવા જઈ રહ્યુ છે. જાણો શું કરવુ અને શું ન કરવુ.
નવી દિલ્લીઃ વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ 16 મેના રોજ એટલે કે સોમવારે થવા જઈ રહ્યુ છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ છે કે જે ભારતીય સમયાનુસાર 16 મેના રોજ સવારે 8 વાગીને 59 મિનિટથી લઈને 10 વાગીને 23 મિનિટ સુધી રહેશે. જે સમયે ચંદ્રને ગ્રહણ લાગશે એ વખતે ચંદ્રનો રંગ લાલ હશે જેને Blood Moon કહેવાય છે.

ભારતમાં નહિ દેખાય ચંદ્રગ્રહણ
સામાન્ય રીતે જે વખતે ગ્રહણ થાય એ પહેલા સૂતક કાળ લાગી જાય છે અને તેમાં કોઈ પણ શુભ કાર્યો વર્જિત હોય છે પરંતુ આ વખતે ચંદ્ર ગ્રહણવાળા દિવસે સૂતક નહિ લાગે કારણકે આ ગ્રહણ ભારતમાં નહિ દેખાય. તમને જણાવી દઈએ કે ચંદ્ર ગ્રહણ હંમેશા પૂર્ણિમાં પર જ લાગે છે અને આ વખતે પણ ગ્રહણવાળા દિવસે બુદ્ધપૂર્ણિમા છે પરંતુ સૂતક કાળ ન લાગવાના કારણે પૂર્ણિમાની પૂજાપર કોઈ ફરક નહિ પડે.

અહીં દેખાશે ચંદ્રગ્રહણ
આ વખતે આ ગ્રહણ દક્ષિણ-પશ્ચિમ યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગરમાં દેખાશે. પરંતુ જ્યાં નહિ દેખાય ત્યાંના લોકો યુટ્યુબ અથવા નાસાના ટ્વિટર એકાઉન્ટ પર ચંદ્રગ્રહણ લાઈવ જોઈ શકશે. તમને જણાવી દઈએ કે જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે ચંદ્રગ્રહણની સ્થિતિ સર્જાય છે. જો કે ગ્રહણ ભારતમાં નથી થઈ રહ્યુ પરંતુ તે રાશિચક્રને અસર કરશે તેથી ગ્રહણના સમયગાળા દરમિયાન કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ.

શું કરવુ અને શું ન કરવુ
- ગ્રહણ કાળ દરમિયાન ભગવાનનું ધ્યાન ધરો.
- ગ્રહણના સમયગાળામાં મંદિરમાં ન જાવ, ભગવાનની મૂર્તિથી દૂર રહો.
- ગ્રહણના સમયગાળામાં ખોરાક ન લેવો.
- ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ કરશો નહિ.
- ગ્રહણના સમયગાળા દરમિયાન લડવુ નહિ.
- ગ્રહણના સમયગાળા દરમિયાન સૂવુ નહિ.
- ગ્રહણના સમયગાળા દરમિયાન સેક્સ ન કરવું.
- ગ્રહણનો સમય પૂરો થયા પછી ઘરની સફાઈ કરો અને પૂજા કરો.
- ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન આવવુ જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
