Tula (Libra) Career Horoscope 2021: આળસના કારણે કેટલાય અવસર છૂટી જશે
Tula (Libra) Career Horoscope 2021: આળસના કારણે કેટલાય અવસર છૂટી જશે
Tula (Libra) Career Horoscope 2021: તુલા રાશિના જાતકો માટે વર્ષ 2021 કરિયરના હિસાબે સામાન્ય અને મિશ્રીત રહેશે. સુખ સ્થાન ચોથામાં શનિ-ગુરુની યુતિ અને વર્ષ પ્રવેશ કુંડલી મુજબ દશમા ભાવમાં ચંદ્રની ઉપસ્થિતિ માનસિક અસ્થિરતા અને ક્યારેક ક્યારેક કામમાં મન જ ના લાગવાની સમસ્યા પેદા કરશે. વર્ષના શરૂઆતી બે ત્રણ મહિનામાં તમારી તમારા કાર્ય પ્રત્યે ઉદાસીનતા અથવા તમારા કન્ફર્ટ ઝોનથી બહાર ના આવવાના કારણે કેટલાક સારા અવસર હાથથી છૂટી શકે છે. જો આ સમયાવધિમાં તમે તમારા કાર્ય પર ફોકસ કરતાં આળસને ત્યાગશો તો કરિયરને સારી રીતે આગળ વધારી શકો છો.

માર્ચના મહિનામાં કરિયરને ગતિ મળવાના અણસાર છે. સૂર્યના પ્રભાવમાં તમે સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં આગળ વધશો. પહેલેથી ચાલી રહેલ નોકરીમાં પ્રગતિ થશે, કાર્યની પ્રશંસા મળશે. જો ક્યાંકથી સારી ઑફર આવી રહી છે તો તેને અપનાવવામાં નુકસાન નથી પરંતુ તેની પહેલા પિવારના અનુભવી લોકોની સલાહ જરૂર લેવી. બિઝનેસમાં પણ આ દરમ્યાન કંઈક નવું કરશો જેનાથી ભવિષ્યમાં લાભ મળશે. એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે ગુરુનો પાંચમા ભાવમાં ગોચર તમને કુશળ નેતૃત્વ પ્રદાન કરશે, તમારી બૌદ્ધિકતામાં વધારો થશે જેનાથી તમે કોઈ ટીમને લીડર બની અધીનસ્થોને સાચી દિશામાં આગળ લઈ જશો. કોર્પોરેટ કંપનીઓમાં કામ કરી રહેલા યંગ મેનેજર્સ માટે આ ખુદને સાબિત કરવાનો શાનદાર સમય રહેશે. આ દરમ્યાન સ્ટાર્ટઅપ્સ પોતાના કાર્યથી દુનિયા જીતી શકે છે.
જૂનથી સપ્ટેમ્બરનો સમય મહત્વપૂર્ણ
સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો માટે જૂનથી સપ્ટેમ્બરનો સમય મહત્વપૂર્ણ રહેશે. વડા પદ પર કામ કરી રહેલા લોકો માટે આ સમય જ્યાં પડકારપૂર્ણ રહેશે, ત્યાં જ સ્થાનાંતરણથી પ્રગતિના અવસર મળશે. આ દરમ્યાન ઉચ્ચાધિકારીઓનો રાજનીતિજ્ઞો સાથે મતભેદ પણ થઈ શકે છે. બિઝનેસના હિસાબે પણ આ સમય મહત્વપૂર્ણ છે. આ સમયે તમે કોઈ પ્રોજેકમટાં વડું રોકાણ કરશો અને તમાં લાભ કમાવવાના પૂરા અવસર રહેશે. આ દરમ્યાન વિદેશી વેપારથી લાભ કમાઈ શકશો. ઠેકેદારો, કંસ્ટ્રક્શન કંપનીઓના માલિક, વાહન ડીલર વગેરેને લાભ. કારોબારનું વિસ્તરણ પણ આ દરમ્યાન કરી શકશો.
અન્ય રાશિના કરિયર ભવિષ્યફળ વાંચવા માટે અહીં ક્લિક કરો
વર્ષનો ઉપાયઃ તુલા રાશિના જાતક વર્ષ 2021માં પોતાના મંગલની શાંતિ કરાવે. પ્રત્યેક મંગળવારે શિવજીનો અભિષેક કેસરના દૂધથી કરવાથી તમામ સમસ્યાઓ દૂર થશે અને કાર્ય તેજ ગતિથી થશે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
