તુલા પ્રેમ રાશિફળ 2022(Libra Love Horoscope): પ્રેમ વચ્ચે ન લાવશો ગુસ્સાવાળો સ્વભાવ

તુલા રાશિના જાતકોની લવ લાઈફ આ વર્ષે થોડી ડિસ્ટર્બ રહી શકે છે. જાણો તુલા રાશિનુ પ્રેમ રાશિફળ 2022.

નવી દિલ્લીઃ તુલા રાશિના જાતકોની લવ લાઈફ આ વર્ષે થોડી ડિસ્ટર્બ રહી શકે છે. તમારી મનમરજી ચલાવવાની જીદ અને ગુસ્સાવાળા સ્વભાવને નિયંત્રણમાં રાખવો પડશે નહિતર સંબંધ બગડવા લાગશે. આ સમય વર્ષના પ્રથમ ચાર મહિના સુધી ચાલી શકે છે. રાશિથી દ્વિતીય ભાવનો કેતુ તમારી વાણી અને સ્વભાવમાં કટુતા પેદા કરશે જેની અસર તમારા રિલેશનશિપ ઉપર પડશે. એપ્રિલથી જૂન વચ્ચેનો સમય શનિના પ્રભાવમાં પસાર થશે જે સંકેત આપી રહ્યો છે કે તમારે પાર્ટનરની ભાવનાઓ સમજવાની જરુર છે.

libra

કોઈ પણ વસ્તુને લાંબી ખેંચવી સંબંધો માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જો પાર્ટનરની કોઈ વાત ઠીક ન લાગતી હોય તો તેને ખુલીને કહી દો. જુલાઈ-ઓગસ્ટનો સમય પ્રેમને મજબૂતી આપવાનો સમય રહેશે. આ સમયમાં દંપત્તિ પણ પોતાના સંબંધમાં ફરીથી નવી ઉર્જા ભરી શકે છે. જે લોકો પ્રેમ મેળવવાની રાહ જોઈ રહ્યા છે તેમને પણ પ્રેમ મળી જશે. તમારી ધીરજ અને સંયમનુ મીઠુ ફળ મળવાનુ છે.

સપ્ટેમ્બરથી લવ લાઈફ સરસ રહેશે અને તમે જે ઈચ્છશો તે મળી જશે. કાર્યની વ્યસ્તતા વચ્ચે પણ પ્રેમ માટે સમય કાઢી શકશો. પોતાના પાર્ટનરની શાનદાર કેર કરશો અને તેમની સાથે રોમેન્ટીક યાત્રા પર જઈ શકો છો. તમારો ખોવાઈ ગયેલો પ્રેમ પણ આ મહિને ફરીથી મળી જશે જેનાથી મન પ્રસન્ન રહેશે. ડિસેમ્બર મહિનામાં પોતાના પ્રેમી-પ્રેમિકા સાથે લગ્નના બંધનમાં બંધાવાના પૂરા યોગ છે.

ઉપાયઃ સફેદ જિરકનનુ પેંડન્ટ કે બ્રેસલેટ પહેરો. સ્ફટિકની માળા પહેરવાથી પણ લવ લાઈફ શાનદાર રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X