ભાઈ-બહેનના પ્રેમ અને ત્યાગની કહાની જણાવે છે-'ભાઈ-બીજ'

Posted By:
Subscribe to Oneindia News

પાંચ દિવસના દિવાળીના તહેવારનો અંતિમ પડાવ ભાઈ-બીજ છે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક ગણાતા આ તહેવારને લગતી ઘણી કથાઓ પ્રચલિત છે. તેમાંની સૌથી વધુ પ્રચલિત કહાણી છે યમ અને યમીની કહાણી. એવુ મનાય છે કે, યમી એ યમરાજની બહેન છે. જેનાથી યમરાજને ઘણો પ્રેમ અને સ્નેહ છે. કારતક શુક્લ પક્ષની બીજ તિથિએ જ્યારે યમરાજ તેમની બહેન યમી પાસે ગયા ત્યારે, યમીએ તેમના ભાઈ યમરાજનો ખુબ આદર-સત્કાર કર્યો.

bhaibij

યમ અને યમની કહાણી


બહેનની સત્કારથી યમરાજ ખુબ પ્રસન્ન થયા અને કહ્યુ, "બોલ બહેન તારે શું વરદાન જોઈએ?" ભાઈની આ વાત સાંભળી યમી એ ક્હ્યુ, "જે પ્રાણી યમુના નદીના જળથી સ્નાન કરશે તેને યમપુરી જવાની જરૂર નથી." યમીની આ માંગણી સાંભળી યમરાજ ચિંતામાં પડી ગયા. ભાઈની મનોદશા સમજી યમીએ તેના ભાઈ યમરાજને કહ્યુ કે, "આજના દિવસે જે ભાઈ તેની બહેનના ઘરે જમે અને મથુરાના વિશ્રામ ઘાટ પર યમુના જળથી સ્નાન કરે, તે વ્યકિતને યમલોક જવુ નહી પડે."

વ્યકિતએ યમલોક જવુ નહિં પડે


તે સમયથી જ આ પ્રથા બની ગઈ છે કે, આજના દિવસે ભાઈ પોતાની બહેનના ઘરે જાય છે અને ત્યાં ચાંદલો કરાવી, જમે છે. જેનાથી તેમનુ આયુષ્ય વધે છે. પ્રેમ અને ત્યાગનો આ તહેવાર પૂર્વ ઉત્તર ભારતમાં ઘણો લોકપ્રિય છે અને તેઓ ખુબ ધુમ-ધામથી આ તહેવાર ઉજવે છે. આ દિવસે દરેક બહેન તેના ભાઈના કપાળે ચાંદલો કે છે અને તેમના લાંબા આયુષ્ય અને પ્રગતિની કામના કરે છે.

English summary
Unknown Facts About Bhai Dooj or Bahiya Dooj
Please Wait while comments are loading...