ફેંગશુઈ ટિપ્સ : ઘરમા સમૃદ્ધિનો પ્રવાહ વધારે છે ફેંગશુઈ ફુવારો

Posted By:
Subscribe to Oneindia News

જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા વ્યક્તિ શક્ય તમામ મહેનત કરે છે. દિવસ-રાત કામમાં વિતાવે છે, પણ ઘણી વાર ભાગ્ય તેનો સાથ આપતી નથી અને લાખ પ્રયત્નો છતાં પણ જોઈએ તેવું પરિણામ મેળવી શકતો નથી. પણ એવા અનેક પ્રયાસો છે. જેને કરવાથી માત્ર ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવતો નથી પણ ઘરમાં સ્થાયી રીતે ધન, સુખ અને સમૃદ્ધિ વસે છે. ફેંગશુઈમાં ધન-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે અનેક ઉપાયો દર્શાવામાં આવ્યા છે. તેમાંનો જ એક છે ફેંગશુઈ ફાઉન્ટેન. ફુવારા કે ઝરણામાં લગાતાર પાણીનો પ્રવાહ વહ્યા કરે છે છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહે છે. જેના પરિણામ સ્વરૂપે તે ઘરમાં રહેનારા લોકોના મન-મસ્તિષ્ક શાંત રહે છે. કુટુંબમાં સામંજસ્ય જળવાઈ રહે અને ધનનું આગમન કોઈ પણ મુશ્કેલી વિના થયા કરે છે. ફેંગશુઈ વાસ્તુ પાંચ તત્વો પર નિર્ભર છે.

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ

ફેંગશુઈ પાંચ તત્વો પર આધાર રાખે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચે તત્વોમાંથી જળ તત્વને બેલેન્સ કરવાથી અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. ફેંગશુઈમાં જળ તત્વને શુભ ફળ આપનારુ અને શક્તિ-સમૃદ્ધિનો સ્ત્રોત ગણવામાં આવ્યુ છે.

પાણી ભાગ્ય અને ધનનું પ્રતિક

પાણી ભાગ્ય અને ધનનું પ્રતિક

ફેંગશુઈ પ્રમાણે ઝરણાની અંદરથી આવતુ પાણી ભાગ્ય અને ધનનું પ્રતિક છે. એક્વેરિયમ, તળાવ અને ઝરણા જેવા જળ સ્ત્રોતના અવાજથી ઘરમાં સુખ અને શાંતિનો પ્રવાહ વધે છે. ફેંગશુઈમાં માછલીને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવ્યુ છે. ઘરમાં પાણીનું ઝરણું તમામ તત્વોનું સંતુલન જાળવી રાખે છે.

ફુવારો માટે યોગ્ય દિશા

ફુવારો માટે યોગ્ય દિશા

ફેંગશુઈ અનુસાર ઘરમાં ફુવારો ઉત્તર દિશામાં લગાવો જોઈએ. જો ફુવારો લગાવવો શક્ય ન હોય તો વહેતા ઝરણાની કે કોઈ તળાવની સુંદર તસ્વીર ઉત્તર-પૂર્વમાં લગાવો. ફુવારો ઘરના પ્રવેશ દ્વારની સામે લગાવવું શુભ હોય છે. જો ઘરની બહાર લગાવવું શક્ય ન હોય તો અંદર પણ લગાવી શકો છો. ઘરના બહાર ફુવારો લગાવ્યો હોય તો તેના પાણીનો પ્રવાહ ઘરની તરફ રાખવો, બહારની બાજુએ નહિં. કરિયરમાં ગ્રોથ માટે ઉત્તમ દિશામાં ફુવારો લગાવો.

સુખ-સંપતિ અને ધનમાં વધારો

સુખ-સંપતિ અને ધનમાં વધારો

  • સારા આરોગ્ય માટે પૂર્વ દિશામાં ફુવારો લગાવવો સૌથી સારો છે.
  • દક્ષિણ-પૂર્વ એટલે કે અગ્નેય દિશામાં ફુવારો ધન-સંપતિમાં વધારો કરે છે.
  • ફુવારામાં પાણીનો પ્રવાહ સતત રહેવો જોઈએ. માત્ર મેન્ટેનન્સ સમયે જ બંધ કરવો.
  • ફુવારો એવી જગ્યાએ લગાવો જ્યાંથી તેનો અવાજ બેડરૂમ સુધી ન આવે.
ધ્યાનમાં રાખવાની બાબતો

ધ્યાનમાં રાખવાની બાબતો

  • પ્રવેશ દ્વારે બે ફુવારા ક્યારેય ન લગાવો, તેનું પરિણામ નકારાત્મક આવે છે.
  • પાણીનો પ્રવાહ ઘરની બહાર ન રાખો, તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
  • દક્ષિણ દિશામાં ફુવારો ન લગાવો.
  • આ અગ્નિ સ્થાન છે. બેડરૂમમાં અને કિચનમાં ફુવારો ભૂલથી પણ ન લગાવો.
  • સીડીઓની નીચે પણ ન લગાવો.
English summary
The feng shui fountains are among the most popular feng shui cures and come in all shapes, sizes, and materials. Here is some tips.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.