For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Pyramid: વાસ્તુમાં પિરામીડનો ઉપયોગ બદલી શકે છે તમારુ જીવન!

મિસ્ત્રના પિરામીડ વિશ્વના સાત અજાયબીમાં સામેલ છે. પિરામીડનો અર્થ શક્તિ અને ઊર્જા છે. ગ્રીક ભાષામાં 'પાયરા'નો અર્થ અગ્નિ અને 'મિડ'નો અર્થ કેન્દ્ર થાય છે. આ અંગે વધુ વાંચો અહીં

By Desk
|
Google Oneindia Gujarati News

મિસ્ત્રના પિરામીડ વિશ્વના સાત અજાયબીમાં સામેલ છે. પિરામીડનો અર્થ શક્તિ અને ઊર્જા છે. તે બ્રહ્માંડની ઊર્જાને આકર્ષિત કરી તેને અંદર પ્રેષિત કરે છે. ગ્રીક ભાષામાં 'પાયરા'નો અર્થ અગ્નિ અને 'મિડ'નો અર્થ કેન્દ્ર થાય છે એટલે કે ત્રિભુજાકાર આકૃતિ જેમાં અગ્નિ ઊર્જાનું કેન્દ્ર છે. બધા જ પિરામીડની આકૃતિથી પરિચિત છે. તેમાં વધુ ઊર્જા માટે એકની નીચે 9 પિરામીડ રાખેલા હોય છે. 9 અંક પૂર્ણતા અને શક્તિનું પ્રતિક છે, જેનો સ્વામી મંગળ મનાય છે. પરિણામે આપણા મંદિરો પર ગુંબજ હોય છે.

વાસ્તુ દોષ

વાસ્તુ દોષ

ભવનના ઉપરના ભાગ પર પિરામીડ બનાવવાથી વાસ્તુ દોષનું શમન થાય છે અને તેમાં રહેનારા લોકો દિર્ઘાયુ, નિરોગી, ધાર્મિક અને શુભ વિચારો ધરાવે છે. પૂજા રૂમના ઉપર પિરામીડ બનાવી તેની નીચે બેસી ધ્યાન કરવાથી સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ વધુ થાય છે અને વ્યક્તિના મનમાં ધાર્મિક વિચારો વધુ આવે છે.

પિરામીડ-એક્યુપ્રેશર

પિરામીડ-એક્યુપ્રેશર

ઉપકરણોમાં પિરામીડ-એક્યુપ્રેશર અથવા અન્ય યોગ સંબંધિ ઉપકરણો પિરામીડ આકૃતિમાં હોવાથી તેનો પ્રભાવ વધે છે. એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વૃદ્ધિ માટે વાસણમાં ચોખા મુકો અને તેના પર પિરામીડ મુકી સરસ્વતી કે ગણપતિ મંત્રનો જાપ કરો અને ત્યારબાદ તે ચોખાની ખીરનું સેવન કરવાથી એકાગ્રતા અને સ્મરણશક્તિમાં વધારો થાય છે.

આર્થિક સંપન્નતા અને વેપારમાં વૃદ્ધિ

આર્થિક સંપન્નતા અને વેપારમાં વૃદ્ધિ

આર્થિક સંપન્નતા અને વેપારમાં વૃદ્ધિ માટે શુભ મુહૂર્તમાં પિરામીડ લાવી લક્ષ્મીના મંત્રોથી અભિમંત્રિત કરી ઈશાન કોણ કે ઉત્તર દિશામાં રાખવાથી ધન અને બિઝનેસમાં વૃદ્ધિ થાય છે.

દુશ્મનોનો નાશ કરવા

દુશ્મનોનો નાશ કરવા

શત્રુ નાશ માટે તામ્ર ધાતુથી વર્ણિત પિરામીડ બગલામુખી મંત્રથી અભિમંત્રિત કરી દક્ષિણ દિશામાં લગાવો અને શત્રુના નામનું ઉચ્ચારણ કરી દીપ જલાવો. રોગ નિવારણ હેતુ જે અંગમાં રોગ હોય તેના પર પિરામીડ મુકો અથવા બાંધો તેનાથી જલ્દી જ લાભ થશે.

બાળકના અભ્યાસ હેતુ

બાળકના અભ્યાસ હેતુ

બાળક અભ્યાસમાં સારુ રહે તે માટે તેને અધ્યયન કાળમાં પિરામીડ પહેરાવો અથવા તેની ખુરશીની નીચે મુકો, જેનાથી તેની બુદ્ધિનો વિકાર થશે અને તેમને વાંચેલું જલ્દી યાદ રહેશે. ઓફિસમાં ખુરશીની નીચે પિરામીડ રાખવાથી ઊર્જા મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

આરોગ્ય હેતુ

આરોગ્ય હેતુ

ખાન-પાનનો સામાન અને અંકુરિત ખાદ્ય પદાર્થો, શાકભાજીને પિરામીડની નીચે મુકી તે ગુણયુક્ત અને સ્વાદયુક્ત અને વધુ સમય સુધી તાજા રહે છે. નિયમિત ચહેરા અને આંખને પિરામિડ યુક્ત પાણી દ્વારા ધોવાથી ત્વચા ચળકવા લાગે છે. તેનાથી ચહેરાની ક્રાંતિ અને આંખની રોશની વધે છે. પિરામીડ પહેરવાથી ધ્યાન અને એકાગ્રતા વધે છે. રાત્રે સુતી વખતે પલંગની નીચે પિરામીડ મુકવાથી સારી ઊંઘ આવે છે.

English summary
Vastu is an integrated science that combines the energy of universe and knowledge of science. Energy is the life food, energies need to make void with the assistance of Vastu instruments such as ‘Pyramids’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X