For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરીસા અને કાચનો સામાન રાખવાથી પણ થાય છે વાસ્તુ દોષ, આ રીતે બચો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહે, પરિવારના સભ્યો નિરોગી રહે અને આર્થિક સંકટથી પણ બચી શકાય.

|
Google Oneindia Gujarati News

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહે, પરિવારના સભ્યો નિરોગી રહે અને આર્થિક સંકટથી પણ બચી શકાય. પરંતુ કેટલીકવાર તમામ ઉપાય અજમાવવા છતાંય મુશ્કેલીઓ આવે જ છે. જો તમે પણ આવી સમસ્યાનો ભોગ બની રહ્યા હો, તો શક્ય છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય.

આ પણ વાંચો: આ રાશિના પાર્ટનર તમને અંત સુધી સાથ આપશે

જરૂરી નથી કે તમે તમારા ઘરનું બાંધકામ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરાવ્યું હોય, તો ઘરમાં કોઈ મુશ્કેલી ન જ આવે. ઘરમાં અરીસો અને કાચની વસ્તુ ખોટી રીતે મૂકવાને કારણે પણ મુશ્કેલી આવે છે. જાણો કાચનો સામાન ઘરમાં કેવી રીતે ગોઠવવાથી મુશ્કેલી નહીં આવે.

ડ્રેસિંગ ટેબલ

ડ્રેસિંગ ટેબલ

જો ડ્રેસિંગ ટેબલમાં અરીસો લાગેલો છે, તો તેને બેડની સામે ક્યારેય ન રાખવું જોઈએ. સૂતા વખતે શરીરનું પ્રતિબિંદ અરીસામાં જોવું અશુભ છે. એટલે જ તેને બેડની બાજુમાં રાખો.

મુખ્ય દરવાજો

મુખ્ય દરવાજો

ઘરના મુખ્ય દરવાજા પર અરીસો લગાવવો અશુભ મનાયો છે. ઘરના દરવાજા પર અરીસો કે કોઈ પણ ચમકતી વસ્તુ ન લગાવવી જોઈએ.

બાળકોનો રૂમ

બાળકોનો રૂમ

બાળકોના રૂમમાં અરીસો લગાવતા પહેલા જગ્યા પસંદ કરવામાં સાવચેતી રાખો. અરીસાને સ્ટડી ટેબલની સામે ન લગાવવો જોઈએ, કારણ કે આવી સ્થિતિથી બાળકોનું ભણવામાં ધ્યાન નથી લાગતું.

ટ્રાન્સપરન્ટ બારી કે દરવાજા ન રાખો

ટ્રાન્સપરન્ટ બારી કે દરવાજા ન રાખો

ઘરમાં ટ્રાન્સપરન્ટ દરવાજા કે બારી ન લગાવવા જોઈએ. આવું કરવાથી તમારી પ્રાઈવસી પર અસર થાય છે, સાથે જ વાસ્તુની દ્રષ્ટિએ પણ આ યોગ્ય નથી.

કાચના શો પીસ

કાચના શો પીસ

કાચના તમામ શોપીસ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવાનું રાખો. કાચની દીવાલ, કાચની ઘડિયા, શો પીસ કે એક્વેરિયમને ઉત્તર પૂર્વમાં જ રાખો

અરીસાની યોગ્ય દિશા

અરીસાની યોગ્ય દિશા

ઘરમાં અરીસો લગાવવાની યોગ્ય દિશા પૂર્વ કે ઉત્તર છે. એટલા માટે હંમેશા આ બંને દિશામાં અરીસો લગાવવો જોઈએ.

English summary
use mirrors and glas object with these tips
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X