#Valentine Day: આજના દિવસે પ્રેમિકાને શું ગિફ્ટ આપશો?
વેલેન્ટાઈન ડે પર પ્રેમીને પ્રપોઝ કરવા માંગો છો? તો જાણો એ માટેનો યોગ્ય સમય અને યોગ્ય ગિફ્ટ! કઇ ગિફ્ટ આપવાથી પ્રેમીને કરી શકશો ખુશ..
અત્યારે પ્રેમની મોસમ ચાલી રહી છે. પ્રેમ એ એવી વસ્તુ છે કે, કોને ક્યાં થઈ જાય કંઈ કહી ન શકાય. પ્રેમ ક્યારેય સમજી વિચારીને થતો નથી. પ્રેમ કોને કરવો છે, ક્યારે કરવો છે આ નક્કી કરવું વ્યકિતના હાથમાં નથી. પ્રેમની અનુભૂતિ અચાનક અને કુદરતી જ થઇ જાય છે. 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે, એટલે કે આ દિવસે તમે તમારા પ્રેમનો એકરાર કરી શકો છો. પ્રેમનો એકરાર કરતા પહેલા દરેક યુવક-યુવતીના મનમાં એક ડર પેસી જાય છે કે ક્યાંક તેમના પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવી દેવામાં ન આવે.

આજે અમે તમને જણાવીશું કે 14 ફેબ્રુઆરીએ કયા સમયે કેવું ગિફ્ટ આપી તમે તમારા સાથી સામે પ્રેમનો એકરાર કરી શકશો. જેથી તમારા આ પ્રસ્તાવને ઠુકરાવવામાં ન આવે, ઉલટું તમારો પ્રેમનો પ્રસ્તાવ હૃદયથી સ્વીકારી લેવામાં આવે. જો તમે પણ વિચારી રહ્યા હોવ કે તમારા પ્રેમીને વેલેન્ટાઈન ડે પર કયું ગિફટ આપવું, જેથી તે ખુશ થઈ જાય તો તે માટે વાંચો આ આર્ટિકલ...
- મેષ - આ રાશિના યુવક-યુવતીઓ સવારે 11.10 મિનિટથી લઈ મધ્યાહને 01 વાગ્યા સુધી એકબીજાને પ્રપોઝ કરે અને લાલ રંગની કોઈ ગિફ્ટ આપે તો તેનાથી પરસ્પર પ્રેમ વધવાની શક્યતા છે.
- વૃષભ - સવારે 10.24 મિનિટથી લઈ 12.52 મિનિટ સુધીમાં તમે એકબીજાને પ્રપોઝ કરી લો અને રેશમની કોઈ વસ્તુ ગિફ્ટમાં આપો, જેનાથી તમારા સંબંધ વધુ પ્રગાઢ બનશે.
- મિથુન - તમારા માટે પ્રેમનો એકરાર કરવા માટેનો શુભ સમય છે મધ્યાહન. બપોરે 1.22 મિનિટથી 2.54 મિનિટ. આ દરમિયાન લીલા રંગની ગિફ્ટ આપવાથી એકબીજાના પ્રેમમાં વધારો થશે.
- કર્ક - આ રાશિના યુવક-યુવતીઓ બપોરે 12.12 મિનિટથી સાંજના 2.10 મિનિટ સુધી એકબીજાને પ્રપોઝ કરે અને સફેદ ચમકતી કોઈ વસ્તુ ગિફ્ટમાં આપે જેનાથી પરસ્પર પ્રેમ વધશે.
- સિંહ - સિંહ રાશિના જાતકો માટે પ્રેમનો એકરાર કરવા માટે ઉત્તમ સમય સવારે 8.42 મિનિટથી લઈ 10.12 મિનિટનો રહેશે. આ જાતકોએ ગુલાબી રંગની કોઈ ગિફ્ટ આપવી, જેથી પ્રેમમાં વધારો થવાની શક્યતા છે.
- કન્યા - કન્યા રાશિના યુવક-યુવતીઓ સવારે 11.20 મિનિટથી 12.54 મિનિટ સુધી પોતાના પ્રેમનો એકરાર કરી દે અને મરૂન રંગની વસ્તુ ગિફ્ટમાં આપે. જેનાથી તમારો સંબંધ મજબૂત થાય.
- તુલા - આ રાશિના યુવક-યુવતીઓ સવારે 9.14 મિનિટથી 11.30 મિનિટ સુધી એકબીજાને પ્રપોઝ કરી દે અને કથ્થઈ રંગની કોઈ ભેટ પોતાના પ્રેમીને આપે. જેનાથી તમારો સમર્પણ ભાવ જળવાઈ રહેશે.
- વૃશ્ચિક - આ રાશિના યુવક-યુવતીઓ બપોરે 12.40 મિનિટથી લઈ 2.34 મિનિટ સુધીમાં પ્રપોઝ કરી લે અને ઘાટ્ટા લાલ રંગની કોઈ ગિફ્ટ આપી પોતાના પ્રેમીને ખુશ કરે.
- ધન - આ રાશિના યુવક-યુવતીઓને સવારે 9.30 મિનિટથી લઈ 12.14 મિનિટ સુધી એકબીજાને પ્રપોઝ કરે અને આસમાની રંગની ગિફ્ટ આપે, જેનાથી પરસ્પર પ્રેમ વધશે.
- મકર - આ રાશિના જાતકો સવારે 10.30 મિનિટથી લઈ 12.40 મિનિટ સુધી પોતાના પ્રેમનો એકરાર કરે અને કાળા કે લીલા રંગની મિશ્રિત કોઈ ગિફ્ટ આપે તો તેનાથી તેમનો પ્રેમ આગળ વધશે.
- કુંભ - આ રાશિના જાતકો બપોરે 3.40 મિનિટથી લઈ 5.24 મિનિટ સુધી એકબીજાને પ્રપોઝ કરી લે અને વાદળી રંગની કોઈ વસ્તુ ગિફ્ટમાં આપે, જેનાથી તેમની વચ્ચે પ્રેમ અને સૌહાર્દ જળવાઈ રહે.
- મીન - આ રાશિના યુવક-યુવતીઓ સવારે 9.12 મિનિટથી 1.20 મિનિટ સુધીમાં પીળા કે કેસરી રંગની કોઈ ગિફ્ટ આપી પોતાના પ્રેમીને પ્રપોઝ કરશે તો પરસ્પર સમજ અને પ્રેમમાં વધારો આવશે.












Click it and Unblock the Notifications
