ઇચ્છો છો કે તમારો પતિ તમને કરે સૌથી વધુ પ્રેમ તો કરો આ!
તમારો પતિ તમને પહેલાની જેમ પ્રેમ કરવા લાગે અને તેનું ધ્યાન તમારા પર જ રહે તે માટે અપનાવો આ પ્રમાણેના કેટલાક ટોટકા..
લગ્નબાદ પતિ-પત્ની વચ્ચે એટલો પ્રેમ કે આકર્ષણ નથી રહેતુ જેટલુ લગ્નના શરૂઆતના વર્ષોમાં હોય છે. શું તમારા જીવનમાં પણ આ પ્રશ્ન તમને સતાવી રહ્યો છે અથવા તમારો પતિ બીજા કોઈની પ્રત્યે આકર્ષાઈ ગયો છે? શું આ વાતને લઈ તમારી બંને વચ્ચે રોજ ઝગડા થાય છે ? તમારો પતિ પહેલાની જેમ તમને પ્રેમ કરવા લાગે અને તેનું ધ્યાન તમારા તરફે રહે તે માટે અહીં કેટલાક ટોટકા જણાવવામાં આવ્યા છે, જે તમે અજમાવી શકો છો.

પહેલું ટોટકુ
શુક્રવારના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. તે જ રાતે જ્યારે તમારો પતિ સુવા જાય ત્યારે 3 ઈલાયચીને તમારા શરીરે સ્પર્ષ કરી તેને ચૂપકીદીથી તેમની પાસે મુકી દો. આગલા દિવસે સવારે ઉઠી તેમની માટે રસોઈ કરો અને આ ઈલાયચીને તેમાં ખાંડીને નાખી દો આ ઉપાયને 3-4 અઠવાડિયા સુધી દર શુક્રવારે કરો.

બીજું ટોટકુ
નારિયળ, કપૂર અને થોડા ધતુરાના બીજને ખાંડી તેનો પાવડર તૈયાર કરી લો. ત્યારબાદ તેમાં થોડું મધ ભેળવી લેપ તૈયાર કરો. આ લેપને પોતાના શરીરે લગાવો સાથે પતિના શરીરે પણ ચોપડો. આમ કરવાથી તમારો પતિ હંમેશા તમારી સાથે રહેશે.

ત્રીજુ ટોટકુ
રવિવારે ન્હાઈ ધોઈ તાંબાના લોટામાં પાણી, લાલ ચંદનનો લેપ, રોલી મિશ્રિત ચોખા, એક પતાશુ, લાલ કનેરનું ફૂલ નાખી સૂર્યને જળ ચઢાવો. ત્યારબાદ લાલ રંગના આસન પર પૂર્વ અથવા ઉત્તર તરફ મોઢું કરી મુંગાની માળાથી અગ્રાંકિત મંત્રનો જાપ કરો. મંત્ર કુલ સવા લાખ થવા જોઈએ. સૂર્ય પર રોજ જળ ચઢાવો.

ચોથુ ટોટકુ
શનિવારની અડધી રાત્રે 7 લવિંગ લઈ તેના પર 21 વાર પોતાના પતિનું નામ લઈ ફૂંક મારો અને આગલા રવિવારે તેને આગમાં જલાવી દો. તેની અસર બે ત્રણ અઠવાડિયા બાદ દેખાશે.

પાંચમુ ટોટકુ
શુક્લ પક્ષના પહેલા રવિવારે સવારના સમયે નાહ્યા બાદ તમારા પૂજા સ્થાને જવું. એક થાળીમાં કેસરથી સ્વસ્તિક બનાવી ગંગાજળથી ધોયેલુ મોતી શંખ સ્થાપિત કરો. હવે ગંધક, ફૂલ અને પતાશા વગેરેથી પૂજા કરો.

છઠ્ઠુ ટોટકુ
એવું પણ કરી શકાય કે તમે બંને સાથે જમો અને તમારા પતિની થાળીમાં પોતાની થાળીમાંનું થોડું ભોજન તેમની થાળીમાં મુકી દો. ધ્યાન રાખો કે તમારા પતિ આ વાત જાણે નહિં. આમ કરવાથી તમારા પતિ ફરી તમારા વશમાં આવી જશે.
{promotion-urls}
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
