Vastu Tips : આવકમાં વધારો કરવા આજે જ ઘરે લાવો આ વસ્તુ, લક્ષ્મીનો થશે વરસાદ

Vastu Tips : વ્યક્તિ જીવનમાં પૈસા કમાવવા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે માણસો ખુબ જ મહેનત કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ અંગે સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી તમે આવક વધારી શકો છો. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અમ

Vastu Tips : વ્યક્તિ જીવનમાં પૈસા કમાવવા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે માણસો ખુબ જ મહેનત કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ અંગે સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી તમે આવક વધારી શકો છો. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અમુક વસ્તુ રાખવાથી તરક્કીના માર્ગ ખુલી જાય છે. તો આવો જાણીએ આવી કઇ વસ્તુ છે, જેનાથી તમને આર્થિક સદ્ધર થવામાં મદદ મળશે.

Vastu Tips

વાસ્તુના આ ઉપાયોથી ચમકશે ભાગ્ય

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેનું ઘર સુંદર દેખાય. આ માટે તે ઘરને ઘણી વસ્તુઓથી સજાવે છે. ઘરમાં સુંદર ફૂલો લગાવો, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવેલા છોડ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.

વાસ્તુ નિષ્ણાતોનું કહેવું છે કે, ઘરના મુખ્ય દરવાજા અને બારી પાસે સુંદર અને સુગંધિત છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ છોડ વ્યક્તિની પ્રગતિના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરે છે. આ છોડમાં ગુલાબ, હજારીગલ, મોગરા, ચમેલી અને ચંપા રોપવા શુભ માનવામાં આવે છે. આ ફૂલો લગાવવાથી વ્યક્તિનું મન પ્રસન્ન રહે છે અને નસીબ પણ સાથ આપવા લાગે છે.

વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, ઘરમાં તુલસી અને કેળાનો છોડ લગાવવો પણ શુભ છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે, જ્યારે કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. એટલા માટે ઘરમાં કેળાનો છોડ અને તુલસીનો છોડ લગાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. ઘરમાં આ છોડ લગાવવા અને તેની સંભાળ રાખવાથી દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. આનાથી વ્યક્તિનું નસીબ ચમકે છે.

વાસ્તુમાં ક્રિસ્ટલ બોલને પણ શુભ માનવામાં આવે છે. ક્રિસ્ટલ બોલને એવી જગ્યાએ લટકાવો અથવા રાખો, જ્યાં કુદરતી પ્રકાશ અને હવા સારા નસીબ લાવે. આમ કરવાથી તે આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. આના કારણે ઘરમાં સારું અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે, જેના કારણે વ્યક્તિ પોતાના કરિયરમાં કંઈક સારું કરવા માટે પ્રેરિત થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઈશાન ખૂણાને ભગવાન શિવનું સ્થાન માનવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ સ્થાન પર પાણી રાખવું શુભ માનવામાં આવે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે ઘરની છત પર ઈશાન ખૂણામાં માટીના વાસણમાં પાણી ભરી રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આ પાત્ર પક્ષીઓના પાણી માટે હોવું જોઈએ. જે દિવસે તમે આ ઉપાય કરશો, એ જ દિવસથી તમારું ભાગ્ય ચમકવા લાગશે. આ સાથે ઘરમાં ધનની આવક વધી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X