સાંજના સમયે ભૂલથી પણ ના કરતા આ કામો, લક્ષ્મીજી થઈ જશે નારાજ
જો તમે વાસ્તુના આ નિયમોનુ પાલન કરશો તો તમને તમારા જીવનમાં સુખ તો મળશે જ પરંતુ તમે સારા સ્વાસ્થ્યનો પણ આનંદ માણી શકશો. આવો જાણીએ કેવી રીતે...
નવી દિલ્લીઃ કહેવાય છે કે દરેક કામનો પોતાનો સમય હોય છે અને જે સમયનુ ધ્યાન રાખે છે તે જીવનમાં ખૂબ જ સફળ થાય છે. ઘણીવાર લોકો સમયના અભાવે સવારનુ કામ સાંજે અને સાંજનુ કામ રાત્રે કરે છે પરંતુ શું તમે જાણો છો કે આવુ કરવાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડે છે. હા, સૂર્યોદય અને સૂર્યાસ્તને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો છે. ખાસ કરીને સાંજના સમયે કેટલીક એવી બાબતો છે જે તમારે હંમેશા કરવાનુ ટાળવુ જોઈએ. જો તમે વાસ્તુના આ નિયમોનુ પાલન કરશો તો તમને તમારા જીવનમાં સુખ તો મળશે જ પરંતુ તમે સારા સ્વાસ્થ્યનો પણ આનંદ માણી શકશો. આવો જાણીએ કેવી રીતે...

નકારાત્મક શક્તિઓ રહે છે સક્રિય
કહેવાય છે કે સાંજે નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે. તેથી આ સમયે ઘરમાં પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.
સાંજે તુલસીને ન અડો
દરરોજ સવારે તુલસીના છોડને જળ ચઢાવવુ અને પૂજા કરવી ખૂબ જ શુભ છે. તુલસીજીને લક્ષ્મીજીનુ સ્વરૂપ માનવામાં આવે છે, તેથી જે ઘરમાં તુલસીજીની પૂજા નિયમો અનુસાર કરવામાં આવે છે. તે ઘરમાં લક્ષ્મીજીની કૃપા હંમેશા વરસતી રહે છે. જો કે તમે સાંજે તુલસીની પૂજા કરી શકો છો પરંતુ આ સમયે છોડમાં પાણી રેડવાનુ ભૂલથી પણ ન કરતા.

સૂર્યાસ્તના સમયે કચરો ન વાળવો
ઘણા લોકો ઘરને સાફ રાખવા માટે સાંજે પણ કચરો વાળે છે પરંતુ સૂર્યાસ્ત સમયે કે પછી કચરો વાળવો અત્યંત અશુભ માનવામાં આવે છે. તેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે.
સાંજના સમયે સૂવુ નહિ
સાંજે પથારી પર સૂવાનુ પણ ટાળવુ જોઈએ. ઘરમાં દીવો કરવા સમયે સૂવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. લક્ષ્મીજી આળસુ લોકોથી દૂર રહે છે.
ભૂલથી પણ જમવુ નહિ
ઘણા લોકોને એવી આદત હોય છે કે જ્યારે તેઓને ભૂખ લાગે છે ત્યારે તે જમી લે છે. જો કે, મોટા ડોકટરો પણ માને છે કે સમયસર ખોરાક ખાવાથી આપણુ સ્વાસ્થ્ય સારુ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં ભોજન સંબંધિત કેટલાક નિયમો છે. સૂર્યાસ્ત દરમિયાન ખોરાક ન ખાવો જોઈએ. ખાસ કરીને માંસ અને માછલી ખાવાનુ ટાળવુ જોઈએ.

શક્તિ મુજબ દાન કરવુ
જો સાંજે કોઈ ભિખારી તમારા દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછો ના મોકલો. તમારી ક્ષમતા મુજબ તમારે કંઈક દાન કરવુ જોઈએ.
દરવાજો બંધ ના કરવો
કહેવાય છે કે સાંજે લક્ષ્મીજી ઘરના મુખ્ય દરવાજા પર આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ ઘરનો દરવાજો બંધ હોય તો લક્ષ્મીજી ગુસ્સે થઈને પાછા ફરે છે. જેના કારણે પૈસાની અછત રહે છે અને ઘરમાં ઝઘડો પણ થાય છે.
પૈસાની લેવડ-દેવડ
તમારે સાંજે પૈસા સંબંધિત લેવડ-દેવડ કરવાનુ ટાળવુ જોઈએ. ખાસ કરીને તમારે કોઈને ઉધાર આપવાનુ ટાળવુ જોઈએ. ગુરુવારે સાંજે આ વાતનુ ખાસ ધ્યાન રાખવુ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત







Click it and Unblock the Notifications
