ઘરના વાસ્તુદોષ નિવારણ માટેના ઉપાયો

Posted By:
Subscribe to Oneindia News

મોટેભાગે દરેક ઘર વાસ્તુદોષના પ્રભાવમાં હોય છે. ક્યાંક વધુ તો ક્યાંક ઓછુ પણ દરેક જગ્યાએ વાસ્તુદોષ જોવા તો મળે છે. માણસ પોતાના જીવનની જમાપુંજી ખર્ચીને તેના સપનાના ઘરનુ નિર્માણ કરે છે. પરંતુ તેમાં વાસ્તુદોષ જાણવા મળે તો શું આપણે તેને ફરી તોડી નવુ બનાવીએ છીએ? ક્યારેય નહિં ! તે અશક્ય છે. માટે ગભરાવાની જરુર નથી. ઘરને તોડ્યા-ફોડ્યા વિના પણ વાસ્તુદોષોને દુર કરી શકાય છે.

vastu 1

-જો ઘરની બારીમાંથી પાડોશીના ઘરનો બગીચો, વોશિંગ મશીન કે કપડા સુકાતા દેખાતા હોય. જો તમારી બારીથી આ અંતર 30 મીટર થી 100 મીટરની અંદર હોય, ઉપરાંત સ્ત્રીઓના આંતરવસ્ત્રો સુકાતા દેખાતા હોય તો આ સ્થિતિ અશુભ ગણાય છે. આવા કારણોને લીધે ઘરના ગૃહસ્વામીની આર્થિક સ્થિતિ હંમેશા કમજોર રહે છે અને ઘરના સભ્યોનો પરસ્પર પ્રેમ ન ને બરાબર રહી જાય છે.

ઉપાય-આવી પરિસ્થિતિમાં બારીની બંને બાજુ પડદા લગાડવાથી શુભ ફળ મળવા લાગે છે.

vastu 2

-જો મકાનની મુખ્ય બારી કે દરવાજાની સામે સેટેલાઈટ અથવા ડિશ એન્ટેના લગાડેલ દેખાતો હોય તો, આવા સંજોગોમાં ઘરના બાળકોના અભ્યાસ પર ખોટી અસર પડે છે. અભ્યાસ સારો થતો નથી. ઘરના બાળકોનુ સ્વાસ્થ્ય હંમેશા બગડેલુ રહે છે. ઘરની સ્ત્રીઓનો સ્વાભાવ ચીડચીડિયો બની જાય છે.

ઉપાય-ઘરના મુખ્ય દરવાજા કે જાળી પર પડદા લગાવવા. બારીની બહારના ભાગમાં કુંડામાં છોડવા લગાડવાથી પણ લાભદાયક પરિણામ મળે છે.

vastu 3

-મકાનના પાછળના ભાગમાં હાઈવે, રોડ કે, કોઈ પાછળથી તમારા પર વાર કરે તેવી સ્થિતિ પણ વાસ્તુ સ્થિતિની રીતે શુભ ગણાતી નથી. આવા ઘરમાં રહેવા વાળા લોકો સાથે મોટે ભાગે ઘરના લોકો જ વિશ્વાસઘાત કરે છે. ઘરના વડાની લોકો બુરાઈઓ પણ કરે છે. ઉપરાંત ઘરની ઉન્નતિ અને વિકાસમાં અવરોધો આવે છે.

ઉપાય-મકાનની પાછળની દિવાલ ઉપર અષ્ટકોણીય દર્પણ લગાડો અથવા પાછલી દિવાળને વધુ ઉંચી ખેંચી લેવાથી પણ આવતા અવરોધોને દુર કરી શુભ ફળ મેળવી શકાય છે.

English summary
Vastu Tips For Home: Its very effective
Please Wait while comments are loading...