Vastu Tips: કરિયરમાં અડચણો આવી રહી હોય તો ઘરમાં આ વાસ્તુ દોષથી ઉકેલો
આવો, જાણીએ કયા વાસ્તુદોષના કારણે તમારુ કરિયર ખરાબ થઈ શકે છે.
નવી દિલ્લીઃ યુવાનો માટે પોતાનુ કરિયર મહત્વપૂર્ણ હોય છે. માતાપિતાને પણ ચિંતા રહે છે કે તેમના બાળકોનુ કરિયર સારુ બની જાય. તેમન સારી નોકરી મળી જાય અથવા સારો બિઝનેસ કરી લે જેથી ભવિષ્ય સુરક્ષિત થઈ જાય. અઢી વર્ષના કોરોના કાળ બાદ આ ચિંતા વધુ થવા લાગી છે કારણકે કોરોનાના કારણે અનેક લોકોની જૉબ જતી રહી અને ઘણા લોકોના બિઝનેસ બંધ થઈ ગયા. એવામાં પોતાના કરિયરને ફરીથી ઉંચાઈ આપવા માટે શું ઉપાય કરવામાં આવે એ બધા લોકોની ચિંતાનો વિષય છે. કરિયરમાં અડચણ માટે ઘરનો વાસ્તુદોષ પણ જવાબદાર હોય છે. આવો, જાણીએ કયા વાસ્તુદોષના કારણે તમારુ કરિયર ખરાબ થઈ શકે છે.

- કરિયર સારુ થાય એટલા માટે જે રૂમમાં રહીને અભ્યાસ કરતા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય એ રૂમમાં વાસ્તુ યોગ્ય હોવુ જોઈએ. અભ્યાસના રૂમની દીવાલો પર લીલો રંગ કરવો જોઈએ. આનાથી મસ્તિષ્ક ફળદ્રુપ રહે છે અને ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- ઘરની ઉત્તર દિશાને સાફ-સ્વચ્છ રાખવી જોઈએ. આ દિશામાં કોઈ પણ તૂટેલુ ફર્નીચર, તૂટેલા કાચ વગેરે ન રાખવા જોઈએ. આ દિશામાં બાથરુમ, કિચન વગેરે પણ ન બનાવવા જોઈએ. આનાથી કરિયરમાં અડચણો પણ આવે છે.
- ઘરમાં દીવાલ ઘડિયાળ લગાવી રહ્યા હોય તો ધ્યાન રાખો કે હંમેશા ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલ પર જ હોવી જોઈએ. સ્ટડી રૂમમાં પણ ઘડિયાળ એ જ દિશાઓમાં લગાવવી જોઈએ. દક્ષિણની દિવાલ પર લાગેલી ઘડિયાળ મોટા વાસ્તુદોષનુ નિર્માણ કરે છે માટે આનાથી કરિયર ખરાબ થઈ શકે છે.
- ઘરમાં દક્ષિણ તરફ વધુ બારીઓ ન હોવી જોઈએ. જો વધુ બારીઓ હોય તો આની અસર કરિયર પર પણ પડી શકે છે.
- ઘરમાં એક ક્રિસ્ટલ બૉલ રાખવાથી કરિયરને ગતિ મળે છે.બીએડ, પ્રશાસનિક સેવા, રેલવે વગેરેની તૈયારી કરતા છાત્રોનો સ્ટડી રૂમ પૂર્વ દિશામાં હોવો જોઈએ કારણકે સૂર્ય સરકાર અને ઉચ્ચ પદનો કારક અને પૂર્વ દિશાનો સ્વામી છે.
- બીટેક, મેડિકલ, જર્નાલિઝમ, લૉ, એમસીએ, બીસીએ વગેરેનુ શિક્ષણ ગ્રહણ કરનાર છાત્રોનો સ્ટડી રૂમ દક્ષિણ દિશામાં હોવો જોઈએ અને ટેબલ અગ્નિ ખૂણામાં રાખવુ જોઈએ કારણકે મંગળ અગ્નિનો કારક ગ્રહ છે અને દક્ષિણ દિશાનો સ્વામી છે.












Click it and Unblock the Notifications
