Vastu Tips : મની પ્લાન્ટ લગાવતા પહેલા જાણી લો નિયમ, ધનની થશે વર્ષા
Vastu Tips: ભારતમાં મોટા ભાગના ઘરોમાં તમને મની પ્લાન્ટ જોવા મળશે. એવી માન્યતા છે કે, મની પ્લાન્ટ ધન આકર્ષે છે, અને તેના કારણે ધનની કમી ક્યારે રહેતી નથી.
ઘરમાં હંમેશા સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ બની રહે છે. જોકે, ઘણી વાર ઘરમાં મની પ્લાન્ટ લગાવવ્યા બાદ પણ આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો નથી, તો આની પાછળ ઘણા કારણો હોય શકે છે.

મની પ્લાન્ટ લગાવવાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલા કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આ સાથે સાથે મની પ્લાન્ટ સાથે જોડાયેલી ટ્રિક્સ પણ અજમાવી શકાય છે.
મની પ્લાન્ટની આ યુક્તિઓ અને ઉપાયોને અનુસરવાથી ધન પ્રાપ્ત થાય છે. આ સાથે જ તમારા જીવનમાં પૈસા આવવાની સાથે પ્રગતિનો માર્ગ પણ ખુલી શકે છે.
મની પ્લાન્ટ સાથે જોડાયેલી કેટલીક અન્ય યુક્તિઓ કરવાથી અપાર સંપત્તિ અને સફળતા મળી શકે છે. આ માટે જાણી લો મની પ્લાન્ટને લઈને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મની પ્લાન્ટ લગાવતા પહેલા સિક્કાને જમીનમાં દાટી દેવામાં આવે, તો તે ચમત્કારિક પરિણામ આપે છે.
પ્લાસ્ટિકની બોટલ કે વાસણમાં ક્યારેય મની પ્લાન્ટ ન લગાવો. તેમજ તેને લોખંડ કે ટીનના વાસણમાં ન મુકો. માટીના વાસણ કે કાચની બોટલ કે બરણીમાં મની પ્લાન્ટ લગાવવો શુભ છે.
મની પ્લાન્ટ લગાવતી વખતે તેના મૂળ પાસે લાલ રંગની રિબન અથવા લાલ દોરો બાંધો. આમ કરવાથી ધન ઝડપથી વધે છે.
મની પ્લાન્ટમાં દર શુક્રવારના રોજ કાચા દૂધ સાથે પાણી મિક્સ કરો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે. જેના કારણે આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટને દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
