Vastu Tips: દીવાની જ્યોત આપે છે ઘણા સંકેત, જાણો અર્થ

Vastu Tips: પૂજા પાઠથી લઇને સંધ્યા સમયે દિપક પ્રગટાવવાનું ખાસ મહત્વ છે. સનાતન ધર્મમાં પૂજાના સમયે ભગવાનની સાથે દીવો પ્રગટાવીને પ્રર્થના કરવામાં આવે છે. આ સાથે સંધ્યા સમયે તુલસીના ચોરા અને મુખ્ય દરવાજા પર દિપક પ્રગટાવવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દીવાની જ્યોતથી અનેક પ્રકારના સંકેતો મળે છે. સામાન્ય રીતે તેલ કે ઘી નાંખવાથી દીવાની જ્યોત ઉંચી હોય છે, પરંતુ જો દીવો પ્રગટાવતાની સાથે જ જ્યોત ઉંચી થઈ જાય તો તેનો અલગ અર્થ થાય છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, દીવાની ઉંચી જ્યોતથી કયા સંકેતો મળે છે.

Vastu Tips

રાજી થાય છે પ્રભુ - જો દીવો પ્રગટાવતાની સાથે જ જ્યોત ઉંચી થઈ જાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. આ બતાવે છે કે, ભગવાન તમારાથી પ્રસન્ન છે. તે તમારી પૂજા સ્વીકારે છે, અને તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે. તમારા પર ભગવાનના આશીર્વાદ દીવાની જ્યોતમાં પ્રતિબિંબિત થાય છે.

વાસ્તુ દોષોમાંથી મળે છે મુક્તિ - દીવાની જ્યોત ઉંચી રહે તે દર્શાવે છે કે, ઘરની ઉર્જા સકારાત્મક છે અને નકારાત્મકતાનું કોઈ નિશાન નથી. તેની સાથે જ દીવાની ઉંચી જ્યોત દર્શાવે છે કે, ઘર વાસ્તુ દોષોથી સંપૂર્ણ રીતે મુક્ત છે. વાસ્તુ અનુસાર દોષમુક્ત ઘરમાં જ દીવાની જ્યોત ઉંચી થાય છે.

અનુકૂળ થયા છે ગ્રહો - જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યારે ઊંચી અને સારી રીતે પ્રગટતી જ્યોત સૂચવે છે કે, પરિવારમાં ગ્રહો દ્વારા આશીર્વાદ છે અને કોઈ ગ્રહો પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા નથી. તમારી અને તમારા પરિવારના સભ્યોની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ નથી.

મળે છે સારા સમાચાર - દીવાની ઊંચી જ્યોત એ સંકેત છે કે, તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ ખાસ વસ્તુની રાહ જોઈ રહ્યા છો, તો તે પૂર્ણ થવાના આરે છે. આ તમારા ઘર અને પરિવાર માટે સારા સમયની નિશાની છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X