Vastu Tip: ઉત્તર દિશાના શુભ ચિહ્ન વધારશે ઘરમાં સમૃદ્ધિ
એવુ તો શું કરવુ કે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે અને એ ઘરમાં સમૃદ્ધિનો વાસ રહે. જાણો અહીં.
નવી દિલ્લીઃ વાસ્તુશાસ્ત્ર પૂરુ સિદ્ધાંત ઉર્જા પર આધારિત છે. સકારાત્મક અને નકારાત્મક ઉર્જા એ ઘરમાં રહેતા વ્યક્તિઓના આખા જીવનને પ્રભાવિત કરે છે. જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ હોય ત્યાં રહેતા લોકો સુખી, પ્રસન્નચિત અને નિરોગી રહે છે. એ ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે અને પરિવારના સભ્યોમાં અપાર પ્રેમ રહે છે. આનાથી ઉલટુ જે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ હોય તે ઘરમાં વાત-વાતમાં લડાઈ-ઝઘડા, પારિવારિક સભ્યોમાં મનદુઃખ, પૈસાની તંગી, રોગ ચાલુ જ રહે છે. એવુ તો શું કરવુ કે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે અને એ ઘરમાં સમૃદ્ધિનો વાસ રહે.

જાણો ઉપાય
- વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર, ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાનો સૌથી વધુ સકારાત્મક દિશા માનવામાં આવી છે. ઉત્તર દિશા દેવતાઓની દિશા પણ કહેવામાં આવે છે અને આ દિશામાં લક્ષ્મીનો વાસ હોય છે. ઘરની ઉત્તર દિશામાં અમુક વસ્તુઓ, અમુક શુભ ચિહ્નો વગેરે લગાવીને આ દિશા તરફથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહે ઘરમાં વધારી શકાય છે.
- ઉત્તર દિશાને હંમેશા સાફ-સુથરી રાખો. આ દિશામાં જૂનો સામાન, તૂટેલુ ફર્નિચર, તૂટેલા કાચ, ભારે અને ખરાબ ઈલેક્ટ્રોનિકસસામાન ન રાખવા જોઈએ.
- જો ઘરની ઉત્તર દિશા ખાલી હોય તો વધુ સારુ છે. આમાં સુંદર ફૂલોના છોડ લગાવી શકાય છે. આનાથી સકારાત્મક ઉર્જા વધશે.
- જો ઘરની ઉત્તર દિશામાં કોઈ મકાન હોય તો ઘરનો જે રૂમ ઉત્તર દિશા તરફ આવતો હોય, એ રૂમની ઉત્તરની દિવાલ પર ગણેશ, લક્ષ્મી અને કુબેરના ચિત્ર લગાવો. આ દેવી-દેવતાઓના યંત્ર પણ લગાવી શકાય છે. આનાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નહિ થાય.
- ઉત્તરની દિવાલ પર વાંસળી, શ્રીકૃષ્ણના ચિત્ર અને મોરપંખ લગાવવાથી ઘરમાં રહેતા લોકોમાં પરસ્પર સામંજસ્ટ અને પ્રેમ જળવાઈ રહે છે.
- ઉત્તરની દિવાલ પર મોટીથી લઈને નાની દરેક ચલણી નોટ એક ફ્રેમમાં જડાવીને લગાવવાથી પૈસાની સારી આવક જળવાઈ રહે છે.
- ઘરની ઉત્તર દિવાલ પર લીલી રંગથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
- ઉત્તરની દિવાલ પર દિવાલ ઘડિયાળ લાગેલી રહે તો ધ્યાન રાખો કે તે પેંડુલમવાલી હોય અને તેનુ પેંડુલમ ક્યારેય બંધ ન થવુ જોઈએ. ઘણી વાર પેંડુલમ ખરાબ થઈ જાય તો તેને જલ્દી રિપેર કરાવી લેવુ.
- ઉત્તરની દિવાલ પર પંચમુખી હનુમાનજીનુ ચિત્ર લગાવવાથી બધી અડચણો દૂર થઈ જાય છે. પરિવારમાં કોઈ રોગ નથી આવતો અને ખરાબ નજરથી રક્ષા થાય છે. કેસમાં જીત મળે છે.












Click it and Unblock the Notifications
